________________
ઝળહળતાં નક્ષત્રો
ધાર્મિક સંસ્કારોનો વારસો દિનેશભાઈને મળ્યો છે. નાનપણથી ભગવાનમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. નિત્ય પ્રભુપૂજા, ભક્તિ વગેરે તો નાનપણથી જ કરતાં આવ્યા છે. કંદમૂળ વગેરે અભક્ષ્ય વસ્તુઓ ચાખી પણ નથી.
B.Com. સુધી વ્યાવહારિક અભ્યાસ કર્યો. ત્યારબાદ પાંચેક વર્ષ સુધી નોકરી કરી. શરૂઆતના વર્ષોમાં ઘણો જ સંઘર્ષ કરીને આગળ વધ્યા છે. નાના પગારમાં ખૂબ જ કરકસરથી રહેવું પડતું હોય અને સવારે જમ્યા હોય તો સાંજે કઈ રીતે જમણું? તેના પૈસા ક્યાંથી આવશે? એવા દિવસો પણ કાઢ્યા છે, પરંતુ આવા દિવસોમાં પણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિ અને અહોભાવ અખંડ રહ્યા છે. એ જ સંસ્કારો પોતાના સંતાનોને પણ આપ્યા છે.
જાહેર સેવાકાર્યની શુભ શરૂઆત લગભગ ૧૯૮૫ની સાલથી કરી. પોતે સાધારણ પરિસ્થિતિ ભોગવી છે. ત્યારબાદ લોખંડના ધંધામાં ઝંપલાવ્યું અને ઉત્તરોત્તર પ્રગતિ કરી. પોતાની મહેનત અને લગનથી ધંધામાં ખૂબ જ આગળ વધી શક્યા છે અને સમાજમાં પણ એક મોભાદાર સ્થાન હાંસલ કર્યું. ખાસ કરીને ગૌતમસ્વામીની પ્રતિષ્ઠા કરાવ્યા બાદ તેમની ચડતીના શ્રીગણેશ થયા છે ત્યારબાદ ક્યારેય પાછું વાળીને જોયું નથી.
ધાર્મિક સંસ્કારોવાળું જીવન હોવાથી તેમના જીવનમાં, દૈનિક ક્રિયાઓમાં તેમ જ કાર્યોમાં સેવા, લાગણી, ધર્મ પ્રત્યેની દૃઢ આસ્થા તેમ જ પ્રભુમાં અડગ શ્રદ્ધા દૃષ્ટિગોચર થાય છે. આર્થિક રીતે બરાબર વિકાસ સાધ્યા પછી તેઓનો ઝોક સેવાકીય કાર્યો તરફ વધ્યો તેમ જ જીવનને પણ ધર્મના રંગે બરાબર રંગવાનું શરૂ કર્યું. તેઓની દિનચર્યા જોતાં લાગ્યા વગર રહે નહિ કે તેઓ ઉત્કૃષ્ટ શ્રાવકપણું પાળી રહ્યા છે. છેલ્લા ૧૨ વર્ષથી સદંતર રાત્રિભોજનનો ત્યાગ છે. ઉભયકાય આવશ્યક કરવા એ દરેક શ્રાવકની ફરજ છે અને તે કરવા જ જોઈએ એ માન્યતા તેમના મનમાં દૃઢ થયેલ હોવાથી સવારે રાઈય પ્રતિક્રમણ અને સાંજે દેવસિય પ્રતિક્રમણ હંમેશા કરે છે. આ ઉપરાંત રોજ પ્રભુની પૂજા આદિ કર્યા બાદ જ દૈનિક કાર્યોમાં પ્રવૃત્ત થવા તત્પર બને છે. આજે સાધુ-સાધ્વી ભગવંતોને ઉકાળેલું પાણી મળતું નથી કારણ કે શ્રાવકશ્રાવિકાઓ પોતે તે પીતા હોતા નથી આથી ગુરુભગવંતોને દોષિત પાણી મળે છે. આ બાબતમાં પૂજ્યવર્યોને દોષિત પાણી ન વહોરવું પડે તે માટે તેઓ ઘરમાં હોય ત્યારે
Jain Education International
૧૦૮૯
ઊકાળેલું પાણી જ પીવે છે. જેથી સાધુ-સાધ્વી ભગવંતોને તે નિર્દોષ વહોરાવી શકાય. દરેક શ્રાવકો જો આવી જાગૃતિ પોતાના જીવનમાં રાખે તો પૂજ્યવરોને પણ સંયમમાં દોષ ન લાગે અને તેમને નિર્દોષ આહાર-પાણી પ્રાપ્ત થાય.
વળી તેઓની એક સુંદર ખૂબી એ છે કે તેઓ ઉત્કૃષ્ટ ભક્તિકાર છે. ખૂબ નાનપણથી જ પ્રભુની ભક્તિ કરવાની તેમની ઉત્કૃષ્ટ ઇચ્છા આ રૂપે વ્યક્ત થાય છે. એક પ્રકારની ઈશ્વરી બક્ષિસ જ છે કે તેઓએ એક ઉત્કૃષ્ટ ભક્તિકાર તરીકે પણ ખૂબ પ્રસિદ્ધિ મેળવી છે. કોઈને ત્યાં ધાર્મિક પ્રસંગ હોય કે મરણનો પ્રસંગ હોય ત્યારે ખૂબ સુંદર ભક્તિગીતો રજૂ કરીને પ્રસંગને ભવ્ય બનાવી દે છે. મૃત્યુનો પ્રસંગ પણ જૈનદર્શનની છાંટવાળા ગીતો દ્વારા મૃત્યુને મહોત્સવ બનાવી તેને સહન કરવાનું નવું બળ અર્પે છે. તેઓ ધંધાદારી ભક્તિકાર નથી. પોતાના માટે એક પૈસો પણ ચાર્જ લેતા નથી. બસ, પોતાનામાં રહેલા અનન્ય ભક્તિના ગુણને તેઓ અન્ય સાધર્મિકો સાથે મળીને દરેકમાં પ્રભુ પ્રત્યે ભક્તિભાવ વધારવા પ્રયત્નશીલ રહે છે.
નબળા સાધર્મિકો પ્રત્યે ભારોભાર પ્રેમ અને સહૃદયતાની લાગણી ધરાવે છે. આથી જ સાધર્મિકો માટે કંઈક કરી છૂટવાની ભાવના પણ ઘણી બળવત્તર રહેલી છે, તેમના માટે અપાર કરુણાભાવ પણ ધરાવે છે. ગરીબીમાંથી આગળ આવ્યા છે. આથી એક એક પૈસાની કિંમત છે, પૈસાનું મહત્ત્વ તેઓ બરાબર સમજે છે. આથી મોજશોખમાં પૈસો ઊડાડવાને બદલે એક-એક પૈસો સુકૃતમાં વપરાય, એળે જાય નહિ, ખોટા માર્ગે વપરાય નહિ તેનો બરાબર ખ્યાલ રાખે છે. આથી જ બે વર્ષ પહેલા પોતાના ઘરમાં શ્રી આદિનાથ ભગવાનનું ગૃહચૈત્ય પણ બનાવેલ છે.
છેલ્લા લગભગ ૨૫ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી છે. તેમાં છેલ્લા ૧૪ વર્ષથી જાગનાથ જૈન સંઘના પ્રમુખ છે. આ ઉપરાંત પ્રહલાદ પ્લોટ દેરાસરમાં ટ્રસ્ટી છે. તેમ જ માનવ સેવા ટ્રસ્ટમાં પણ છેલ્લા દસેક વર્ષથી ઉપપ્રમુખ છે. જીવદયા, સાધર્મિક સેવા તથા ગુરુવૈયાવચ્ચના ત્રણ કાર્ય ખૂબ સુંદર રીતે કરી રહ્યા છે. જાગનાથ દેરાસર તથા બંને ઉપાશ્રયોમાં દરેક કાર્ય પોતાના નિરીક્ષણ નીચે કરાવે છે.
પૂ. ચંદ્રશેખરવિજયજી મ.ના શિષ્ય રાજરક્ષિતવિજયજી મ.સા.ની પ્રેરણાથી ધર્મમાર્ગે વળ્યા. તેમની પ્રેરણાથી આગળ વધ્યા. ગમે તેવા કપરા સંજોગોમાં પણ ધર્મ પ્રત્યેની અડગ
For Private & Personal Use Only
www.jainelibrary.org