________________
ઝળહળતાં નક્ષત્રો
ધર્મનિષ્ઠ, દાનવીર
શ્રી રજનીકાંત માણેકચંદ શેઠ
શ્રી
મોરબી નિવાસી ધર્મનિષ્ઠ, શ્રાવકરત્ન રજનીકાંત માણેકચંદ શેઠનું જીવન એ અતૂટ શ્રદ્ધા અને ઈશ્વર પ્રત્યેના અડગ વિશ્વાસને વ્યક્ત કરે છે. નાનપણથી જ ધર્મના સંસ્કારોનું સિંચન માતા
પિતા દ્વારા થયેલું જે ધીમે ધીમે અડગ શ્રદ્ધામાં પરિણમ્યું. તેમનો જન્મ ૨૯-૭-૧૯૩૩ના રોજ થયેલ. હાલ ૭૮
વર્ષની ઉંમર છે, પરંતુ આજે પણ ધર્મના કાર્યો એકદમ સ્ફૂર્તિ
અને ઉત્સાહથી કરી રહ્યા છે. નાનપણથી જ અભ્યાસ કરવામાં બહુ રુચિ ન હોવાથી નોનમેટ્રિક સુધી ભણ્યા. ત્યારબાદ નાનો એવો ધંધો ચાલુ કરેલ. જીવનમાં ધર્મ, સંતોષ અને સદાચારને સ્થાન આપી આગળ વધતાં હતાં. ગમે તેવો ચડાવ–ઊતાર આવે તો પણ ધર્મ પર અને પાર્શ્વનાથ ભગવાન ઉપર અડગ શ્રદ્ધા રાખી આગળ વધતાં હતાં. જુદા જુદા ધંધાઓ સાથે જમીન-મકાન લે-વેચનો ધંધો પણ કરતાં હતાં. આજે પણ એ જ ધંધા સાથે સંકળાયેલા છે.
યુવાન વયે યોગ્ય સમય થતાં પ્રભુતામાં પગલા પાડ્યા અને શરૂ થયું ગૃહસ્થ જીવન. પત્ની પણ ખૂબ જ ધાર્મિક સંસ્કારોવાળા હતાં. આથી પતિના દરેક કાર્યમાં કદમથી કદમ મિલાવીને આગળ વધી રહ્યાં હતાં. સંસારની સાથે ધર્મમાર્ગે પણ બંને સાથોસાથ આગળ વધી રહ્યાં હતાં. પ્રસન્ન દામ્પત્યના
પરિપાકરૂપે ચાર-ચાર પુત્રીઓની પ્રાપ્તિ થઈ. ચારે પુત્રીઓમાં પણ સુંદર ધાર્મિક સંસ્કારોનું સિંચન કરતાં ગયાં. નાનપણથી જ
સામાયિક, પ્રતિક્રમણ, સેવા પૂજા વગેરે બાબતોના ખૂબ જ ઊંડા અને ગાઢ સંસ્કાર દિકરીઓને પણ વારસામાં આપ્યા.
સમયની સાથે પુત્રીઓ પણ યુવાન વયને પામતા તેમના લગ્ન કરી તેમના ઘરે વિદાય કરી. પતિ-પત્ની બંને ધર્મમાર્ગે આગળ વધતા ચાલ્યા. રજનીભાઈ તો ધંધાની સાથે ધર્મ કરી રહ્યાં હતાં પરંતુ તેમના ધર્મપત્નીએ તો ધર્મને જાણે રોમેરોમમાં વસાવી દીધો હતો. એમાં વળી ભત્રીજી જેઓ આજીવન કુંવારા રહી એક સાધ્વી જેવું જીવન જીવતા હતા તેમનો સાથ મળી
Jain Education International
ગયો. બંને રોજિંદા કાર્ય પતાવીને આખો દિવસ ધર્મધ્યાન કરતાં રહેતાં. સામાયિક, પ્રતિક્રમણ, સેવા-પૂજા,વાંચન તથા સ્વાધ્યાયમાં રત બની બંને આ માનવજીવનને સાર્થક કરવા પુરુષાર્થ કરી રહ્યાં હતાં. પતિ-પત્ની બંનેના જીવનમાં ધર્મ તો વણાયેલો હતો જ સાથે સાથે તેમના જીવનમાં એ ભાવના પણ દૃઢપણે સ્થાયી હતી કે,
સત્કર્મ વગર સંપત્તિ વધતી નથી, સંયમ વગર સંપત્તિ ટકતી નથી,
દાન વગર સંપત્તિ શોભતી નથી.
૧૦૮૭
આવી ભાવનાને કારણે તથા પાર્શ્વનાથ ભગવાન પર અતૂટ શ્રદ્ધાને કારણે તેઓ અવાર-નવાર સ્વધર્મી બંધુઓ માટે શંખેશ્વર પાર્શ્વનાથની યાત્રાનું આયોજન કરતાં. સ્વધર્મી બંધુઓને અંતરેચ્છાનાનપણથી તેમના હૃદયમાં દૃઢીભૂત થઈ હતી. તીર્થયાત્રા કરાવીને તેમને પુણ્યના ભાગીદાર બનાવવા એવી નાનપણથી જ શ્રી રજનીભાઈને પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની અડગ શ્રદ્ધા હોવાને કારણે દરેક કાર્ય તેમની કૃપાથી જ ફળીભૂત થાય છે. આવી મનમાં એક ચોક્કસ લાગણી બંધાઈ ગયેલ જે આજ સુધી અખંડ છે. આથી જ તેઓ મોટેભાગે શંખેશ્વર પાર્શ્વનાથ કે સમ્મેતશિખરજીની યાત્રાનું આયોજન કરાવવા તત્પર હોય છે.
મોરબી મુકામે જ નાનેથી મોટા થયા, યુવાન વયે વ્યાપાર ધંધાનું કાર્યક્ષેત્ર પણ મોરબી જ બન્યું અને આગળ વધ્યા. પ્રગતિના શિખરો સર કરી સમાજમાં મોભાદાર સ્થાન પ્રાપ્ત કર્યું. મોરબીથી લગભગ ૨૫ થી ૩૦ બસ શંખેશ્વર દર્શનયાત્રાની નિઃશુલ્ક કાઢેલ. ઘણા બધા લોકો આ યાત્રામાં સહભાગી બની દેવદર્શનનો લાભ લઈ કૃતકૃત્ય થયેલ. આ ઉપરાંત મોરબીથી જ તેઓ ૧૪૨ યાત્રીઓને શ્રી સમેતશિખરજી તથા તેની પંચતીર્થીની યાત્રા કરાવેલ. સ્વધર્મી સમેતશિખરજીની યાત્રાએ નિઃશુલ્ક લઈ ગયેલા. સર્વેને બંધુઓ પણ શ્રી પાર્શ્વનાથ ભગવાનના પ્રભાવને જાણે, અનુભવે
અને તેમના આશીર્વાદથી આગળ વધે એવી તેમની અદમ્ય ઇચ્છાને કારણે તેઓ તેમની આ સુંદર કરણીને આગળ વધારી રહ્યા છે. છેલ્લા ૬-૮ વર્ષથી તેઓ રાજકોટ મુકામે સ્થાયી થયા છે. અહીંયાથી પણ તેઓએ શંખેશ્વરયાત્રાની ૭ થી ૮ બસો કાઢેલ જેમાં પણ દરેક યાત્રીઓને નિઃશુલ્ક યાત્રા કરાવેલ. તેમ જ શ્રી સમેતશિખરજીની દર્શનયાત્રાનું આયોજન પણ ત્રણેક વખત કરેલ જેમાં અડધો ખર્ચ યાત્રિકે ભોગવવાનો રહેતો અને અડધો ખર્ચ પોતે ભોગવતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org