________________ σεξ ગ્રંથનું કાર્ય અધુરું રહી જવા છતાં તેનો કોઈ રંજ નહોતો પણ વડીલની આજ્ઞા મુજબ વર્તવું એ લક્ષ્ય હતું. થોડા સમય પછી પૂ. પં.શ્રી ચંદ્રશેખર વિ.મ.ના હાથમાં છપાયેલો પ્રથમ ભાગ આવ્યો. તેમણે ખૂબ કાળજીથી અનુવાદ વાંચ્યો તેના ઉપર વાચનાઓ આપી અને ત્યારપછી પૂ.મુ.શ્રી ઉપર અભિનંદનનો પત્ર લખ્યો કે તમે આ ગ્રંથનો અનુવાદ જે શૈલીથી જે કાળજીથી...આગમના ગૂઢ પદાર્થો જાહેરમાં મૂકવા છતાં સામાન્ય જીવો તેને વાંચે છતાં ગેરલાભ ન ઉઠાવે તેવી રીતે કર્યો છે. તેથી આનો બીજો ભાગ પણ સત્વરે છપાવવો જોઈએ—એવા ભાવનું જણાવ્યું. પૂ.મુ.શ્રીએ આ પત્ર તે કાળના વડીલ પૂજ્યશ્રીને સમર્પો. તેઓશ્રીએ વાંચ્યો અને ગ્રંથ છપાવવાની અનુમતિ આપી. ત્યારપછી તો અનેક દળદાર ગ્રંથોના અનુવાદ થતા રહ્યા. આ કાર્યમાં પૂજ્યશ્રી એટલા તો મશગુલ રહેતા કે આજુબાજુમાં કોણ આવ્યું છે.....શું ચાલી રહ્યું છે તેની સહેજ પણ પરવા કરતા નહોતા. પૂ. ઉપાધ્યાયજી મહારાજની આ વાત યાદ આવી જાય કે બાહ્યદૃષ્ટિ પ્રચારેસુ મુદ્રિતેષ મહાત્મનઃ અન્તરેવાવભાસત્તે, સ્ફટાઃ સર્વાઃ સમૃદ્ધયઃ | બાહ્ય જગત સાથે, પુદ્ગલની દુનિયા સાથે જ્યાં સુધી પ્રીતિ મંડાયેલી છે ત્યાં સુધી અભ્યતર જગતમાં ઠરવાનો અવકાશ મળતો નથી. બહારનો ઉકળાટ વધતો જાય છે. અંતરની શીતળતા મળતી નથી. તેથી અંતરમાં સમદ્ધિનો ઘુઘવતો મહાસાગર જો માણવો હોય તો જીવે બાહ્યદષ્ટિનો પ્રચાર રોકવો જ જોઈએ. પૂ. મુ.શ્રીએ એ કપરું કાર્ય સિદ્ધહસ્ત કર્યું હતું. પૂર્વભવના કોઈ અશાતા વેદનીય કર્મનો ઉદય પૂજ્યશ્રીને લગભગ 25 વર્ષની ઉંમરથી શરૂ થયો હતો. ચારિત્રસ્વીકારના પ્રારંભમાં થોડા વર્ષો પછી પેટ દર્દી શરૂ થયું હતું. અનેક ઉપચારો જીવનભર કરવા છતાં આ વ્યાધિ સહેજ પણ હટે તેવો નહોતો. હઠીલા આ દર્દની દર્દનાક વેદનાઓ પૂજ્યશ્રી ખૂબ સમભાવે સહન કરતા રહ્યા. એક વ્યાધિ બીજા અનેક વ્યાધિઓને આમંત્રણ આપતી ગઈ. આ વ્યાધિએ નાશવંત શરીર ઉપર ભરડો લીધો. શરીરને જર્જરીત કરી નાંખ્યું. ખોરાક લઈ શકાય નહીં. ખૂબ જ પરિમિત દ્રવ્યો અને ખૂબ જ મિત માત્રામાં આહાર લેવાતો હતો. જેમાં મિષ્ટાન, રોટલી, રોટલા, ફરસાણ જેવા પદાર્થો તો કેટલાય વરસોથી બંધ થઈ ગયા હતા. કર્માનિત આ વ્યાધિનો વ્યાપ માત્ર શરીર જિન શાસનનાં સુધી જ સિમિત રહ્યો પરંતુ આત્મપ્રદેશો ઉપર તો પ્રભુ વચનોનું સામ્રાજ્ય વણાયેલું હોવાથી અંતરથી તો પ્રશમની અનુભૂતિ હતી. આવી સ્થિતિમાં પૂજ્યશ્રીના મુખમાંથી ક્યારેક ઉદ્ગારો સરી પડતા કે “મારી આ શારીરિક પરિસ્થિતિમાં હું સંયમી બન્યો ન હોત અને સંસારમાં રહ્યો હોત તો પરેશાન થઈને ક્યારેક આપઘાતનો માર્ગ પકડી લીધો હોત. પણ મારા પુણ્યોદયે મને સંયમ મળ્યું. ઉપકારી ગુરુ ભગવંતો મળ્યા મને આ સ્વાધ્યાયનો યોગ મળ્યો. મારું જીવન સફળતાના માર્ગે છે. આવી ભવ્ય ભાવનાના અમૃતે જ પૂજ્યશ્રી અંતિમ શ્વાસ સુધી સમાધિમગ્ન રહ્યા હતા. પૂજ્યશ્રીનું ગુણગરિમ જીવન જોઈને વડીલ પૂજ્યોએ તેમને ગણિપદ, પંન્યાસપદ અને છેલ્લે તેમની ઇચ્છા ન હોવા છતાં આચાર્યપદે અધિષ્ઠિત કર્યા. નાદુરસ્ત સ્વાથ્યમાં પણ ભગવતી સૂત્રના છ-છ મહિના જેટલા દીર્ઘકાલીન યોગોદ્ધહન ખૂબ જ પરિમિત દ્રવ્યો વાપરીને કર્યા. એમ કહીએ તો ચાલે કે વલોણાની છાશ અને પેંસ જેવા નરમભાતથી તેમણે જોગ પૂર્ણ કર્યા. આવી સ્થિતિમાં પણ કારણે લઈ શકાય તેવા અપવાદ માર્ગને ટાળવાનો પ્રયત્ન કર્યો હતો. ક્યારેક અપવાદ સેવવો પડે તો પણ પ્રભુવચનની સાપેક્ષતા ક્યારેય ચૂકી ન જવાય તેની કાળજી હતી. પુણ્યપ્રભાવે શિષ્યો પણ એવા સુવિનિત અને કાળજીવાળા મળ્યા હતા કે પૂજ્યશ્રીને નિર્દોષ ગોચરી ખૂબ દૂર સુધી ફરીને મેળવવી હોય તો મેળવી લાવે તેવા હતા. માત્ર ત્રણ ચાર કોળીયા જેટલો ભાત જો દોઢેક કિ.મી. દૂર જઈને નિર્દોષ મળતો હોય તો ગુરુભગવંત માટે દોષિત આહાર ન લાવવો પણ નિર્દોષતા સચવાય તેવો પ્રયત્ન શિષ્યો કરતા હતા. શિષ્યો જો આવી સ્થિતિના કે આવા આગ્રહી બન્યા હોય તો તેમાં સંપૂર્ણ શ્રેય પૂજ્યશ્રીએ હાર્દિકભાવે કરાવેલું આગમશાસ્ત્રનું અધ્યયન કારણભૂત હતું. જ્યાં સુધી શરીરમાં બળ હતું ત્યાં સુધી પગે ચાલીને વિહાર કર્યો. કેટલાક વર્ષો પછી શારીરિક બળ ક્ષીણ થતાં સુવિનિત શિષ્યોએ માત્ર 30 કિલો જેટલી કાયાને “આપણે ઉંચકી લેવી તેવી ખુરશી બનાવી તેમાં પૂ.ગુ.ભ.ને બિરાજમાન કરી શિષ્યો તે ખુરશી ઉંચકી લે અને તે રીતે પણ વિહાર કરાવતા હતા. ગુરુ ભગવંતને ઉંચકનારા પણ મહાત્માઓ પોતાની બધી ઉપાધિ ઝોળી પાત્રા વગેરે જાતે જ ઉંચકતા હતા. તે માટે સાઈકલવાળો માણસ રાખવો એવો ક્યારેય વિચાર કરતા નહોતા. પ્રભુનું શાસન આવા આચારસંપન્ન પૂજ્ય Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org