________________
GGO
જીવન માપવાનું બાકી છે અને માપ વગરનાં અમાપ પાપો પખાળવાનાં બાકી છે તે જાણી કર્મસત્તા સામે જંગે ચડ્યાં. હાર્ટની વધતી જતી તકલીફ છતાં દવા હાથમાં રાખી અપ્રમત્તભાવે લોચ કરાવ્યો. બાયપાસ સર્જરી કરાવવાની અનિચ્છા છતાં મનોમંથનને અંતે બોમ્બે હોસ્પિટલમાં દાખલ થયાં. પૂ. આ. શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા., શ્રી સોમચંદ્રસૂરિ. મ.સા.-શ્રી સંવેગચંદ્ર વિ.મ.સા.-શ્રી નિર્વેદચંદ્ર વિ.મ.સા. વગેરે મળવા ગયા ત્યારે પથારીમાં પણ લાગનારા દોષોનાં પ્રાયશ્ચિત લેવાની વાત કરતાં હતાં. કેવી જાગૃતિ! કેવી પાપભીરુતા! શાસનના કોહિનૂર હીરા જેવા દીકરા મહારાજ સોમચંદ્રસૂરિજી પણ સાથે જ હતા, ત્યારે કોને ખબર કે “મા—દીકરાનું આ મિલન આખરી હશે?'' પુત્રમહારાજે માતાની અંતિમ ઇચ્છા વિશે પૂછ્યું ત્યારે જવાબ મળ્યો. “તમને દીક્ષિત કર્યા બાદ આચાર્યપદે જોયા પછી હવે મારી કોઈ ઇચ્છા બાકી નથી. તમે ખૂબખૂબ આગળ વધજો ને કુળ-કુટુંબ અને શાસનનું ગૌરવ વધારજો. મારા તમને અંતરનાં આશિષ છે.” તેઓને મન તો આચાર્ય સોમચંદ્રસૂરિજી નાના હેમંત રૂપે રમતો હતો અને સાચું જ છે કે સ્ત્રીની અવસ્થામાં ભલે પરિવર્તન આવે પણ તેને મન ગમે તેવડો તેનો પુત્ર બાળક રહે છે. દિયર મહારાજ શ્રી નિર્વેદચંદ્ર મ. વગેરે પાસે વાસક્ષેપ નખાવ્યા બાદ તેમની દીક્ષાના નિમિત્તે પોતાને દીક્ષિત થવાનો અને ચંદનબાળા વેશ મળ્યાની ભવોભવનો અવિસ્મરણીય આભાર વ્યક્ત કર્યો અને તે જ રાત્રે હાર્ટના દુખાવાએ સીમાઓ ઓળંગી એટલે સહવાસી નાનકડા મહારાજ, સા. શ્રી ચૈતન્યકલાશ્રી તથા સંસારી દીકરી વર્ષા શરદભાઈએ અમંગળનું અગમ એંધાણ પારખી તુરત જ નવકારમંત્રનું સતત રટણ શરૂ કરી દીધું અને બીજી સહવાસી કુ. જિજ્ઞા ડોક્ટરને બોલાવવા દોડી ગઈ. ટેબલેટ લેવાની અતિ કડક સૂચના અને કાકલૂદી અન્યથા જીવનું જોખમ છતાં મૃત્યુશૈયા પર મોતથી એક માત્ર વેતછેટા તેઓએ રાત્રે દવા લેવાનો ઇન્કાર કરતાં બોલ્યા કે થવા કાળ થશે પણ રાત્રે દવા લઈ મારા વ્રત-સંયમી જીવનને કલંકિત નથી બનાવવું” અને છેવટે બનવાનું હતું તે બનીને જ રહ્યું. સકલ જીવોને ખમાવતાં નમસ્કાર મહામંત્રનું સતત સ્મરણ કરતાં સં. ૨૦૫૬ના ચૈત્ર સુદ૧૨ની મધ્યરાત્રિએ ૧૨-૧૨ મિનિટે જીવનલીલા સંકેલી
Jain Education International
લીધી. ચાર વર્ષના ટૂંકા સંયમી સુવાસ ફેલાવી ગયાં. જીવન તો વિશેષ મહાન બન્યું.
જિન શાસનનાં જીવનમાં ચારે દિશામાં મહાન હતું જ, મૃત્યુ
કાળધર્મની વાત વાયુવેગે ફેલાઈ જતાં સુરતથી તેમનો આખો સંસારી પરિવાર, સગાં સંબંધીઓ તથા ગુરુભક્તોની ભીડ જામી. એક આચાર્યને છાજે તેવી જાજરમાન ઇજિરિયાન શિબિકાવાળી અંતિમ યાત્રા નીકળી. મરીન ડ્રાઇવ પાટણવાળા મંડળ તથા શ્રી સંઘના ઉત્સાહી ભાઈબહેનોએ જાણે પોતાની જ ‘બા'ની અંત્યેષ્ટી કરતાં હોય એવા ગમગીન હૃદયે બધી વિધિ કરી. ધ્રૂજતા હાથે ને રડતી આંખે સંઘવી પરિવાર તથા સંસારી પુત્ર અશ્વિનભાઈએ અંત્યેષ્ટિ કરી વિદાય આપી. પાર્થિવ દેહ પંચમહાભૂતમાં ભળી ગયો. માવતર-થસૂર બંને પક્ષને ઉજાળી ચિરંજીવ યાદ મૂકી ગયાં.
એમની ભાવના અનુસાર બે પ્રતિમાઓ ભરાવી, એક મુંબઈ ગોરેગાંવ સંતોષનગરના મૂળનાયકજી શ્રી આદીશ્વરજીના નામે પ્રતિષ્ઠિત થઈ જે મંદિર ચારે ફિરકાઓના સહિયારા પુરુષાર્થે તૈયાર થયું. ધ્વજાદંડનો આદેશ તેરાપંથી ભાઈએ લીધો. બીજાં પ્રતિમાજી સાચા દેવશ્રી સુમતિનાથજી, સુરત મકનજી પાર્કમાં અંજનશલાકા સહિત પ્રતિષ્ઠિત થયા. આ પ્રતિષ્ઠા પછી લગભગ ત્રણ મહિના સુધી અમીઝરણાં ને કેસરના છાંટણા થયાં. જાણે બા મહારાજ ખુદ દર્શને આવ્યા હોય એવી ખુશાલીમાં અમીછાંટણા કર્યા. આ પ્રભુજીના અંજન પ્રતિષ્ઠાના અધિકતમ આદેશો અમેરિકા સ્થિત દીકરી--જમાઈ જયાબહેન તથા વસંતલાલ મહેતાએ લઈ માતાના ઉપકારનું ઋણ ચૂકવી ધન્ય બન્યા. પ.પૂ. ઉપશાંતશ્રીજી મ. તે પૂ. આગમોદ્વારકના પૂ.આ.દેવશ્રી સૂર્યોદયસૂરિજી મ.ના આજ્ઞાવર્તી પૂ.સા.શ્રી શિવ-તિલક-મૃગેન્દ્રશ્રીજીના સંવેગ પ્રથમ નિર્વેદશ્રીજી મ.ના શિષ્યા સા. શ્રી પ્રશાંતશ્રીજી મ.ના શિષ્યા તથા નેમિ વિજ્ઞાન કસ્તુરસૂરિજી મ.ના પ.પૂ.આ. શ્રી ચંદ્રોદયસૂરિજી મ., પૂ.આ. શ્રી અશોકચંદ્રસૂરિજી મ., પૂ. નિર્વેદચંદ્રવિજયજી મ.ના સંસારીપક્ષે ભાભી થાય. તથા પૂ. સંવેગચંદ્ર વગેરેના સંસારીપક્ષે શ્રાવિકા તથા પૂ.આ.શ્રી સોમચંદ્રસૂરિજી તથા પૂ. સા.શ્રી યશસ્વીશ્રીજીના સંસારીપક્ષે માતુશ્રી અને પૂ. પ્રસન્નચંદ વિજયજીના સંસારીપક્ષે પુત્રવધુ થતા હતા.
સૌજન્ય : શ્રી ૧૦૮ સમવસરણ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ, પાલિતાણા
For Private & Personal Use Only
www.jainelibrary.org