________________
૧૦૫o
જિન શાસનનાં
શિષ્યવૃંદમાં હતો વિરાજિત, કુમાર કામણગારો, થયો કંઈક અંતરમાં એના, અજબગજબનો ઝબકારો; થાય જો આ તાંડવથી, ભોળા જીવનો છુટકારો, ટેક વર્ષે હું બ્રહ્મચર્યની, મુનિવર! લ્યો સ્વીકારો!' અને પલકમાં શાંત થયું, તોફાન ખરેખર ત્યારે, સોળ વરસની તરુણાઈમાં, જોયું અચરજ ભારે !”-૫
કુમારપાળભાઈના જીવનની આ અણમોલ પળ હતી. વિ.સં. ૨૦૧૭ની વાત છે. ઉનાળાનો ધોમ-ધખતો તાપ. આબુ-અચળગઢનો ડુંગરાળ પ્રદેશ. સમી સાંજનો સમય. શિબિરમાં જીવનઘડતરના પાઠ ભણાવાય છે. આ અઘરો વિષય, વિદ્યાર્થીઓ ખંતથી શીખી રહ્યા છે.
અચાનક ત્યાં જોરદાર આંધી ચડી આવે છે. સાંજનો ઉનાળુ પવન તોફાને ચડ્યો છે. મંડપ પરનાં લોખંડનાં પતરાં વંટોળની સ્પીડ સાથે ઊડ્યાં. પાણી ઠારવાની પરાંત પણ દૂરદૂર જઈને પડી. પવનના ઝપાટા અને સુસવાટા ભયાનક હતા.
કુમળા કિશોરો અને સાધુઓ પણ, દાદા શ્રી પ્રેમસૂરિ મહારાજની ફરતા વીંટળાઈ વળ્યા. બધા થરથર ધ્રૂજતા હતા. આ વિકટ પળને કવિએ સુંદર ઉપમાથી વિભૂષિત કરી છે. શિકારીથી બચવા જેમ હરણાં સલામત આશ્રય શોધે તેમ બધા પૂજ્ય પ્રેમસૂરિ મહારાજના ચરણોમાં લપાઈ ગયા છે. દાદામહારાજને મોટી ચિંતા છે. આટલા બધા વિદ્યાર્થીઓ પહેલી જ વાર માતા-પિતા–ઘર છોડીને અહીં આવ્યા છે. કાંઈ પણ અણઘટતું બને તો પછી બીજી વાર કોણ પોતાના વહાલસોયા બાળકને અહીં ભણવા મોકલશે? આ તોફાન તો શમાવવું જ જોઈએ.
પૂજ્ય પ્રેમસૂરિ મહારાજે શાંત-ચિત્તે બધાને ઉદ્દેશીને કહ્યું: “આનો એક જ ઉપાય છે. કોઈ વિદ્યાર્થી કે સાધુ, આ ક્ષણે કોઈ શ્રેષ્ઠ-સંકલ્પ કરે, તો જ આ ભયાનક તોફાન શમે! કોણ આ પડકાર ઝીલશે! પવિત્ર અને મહાન સંકલ્પ કોણ
હૃદયના ઊંડાણમાંથી પ્રગટેલી આ ભાવનાનો પ્રકૃતિએ પળવારમાં પુરસ્કાર આપ્યો. જાણે, કશું બન્યું જ ન હતું! ભયાનક અને બીકાળવું તોફાન, શાંત થઈ ગયું. બધાના જીવ હેઠા બેઠા. સૌને હાશ થઈ. મુનિ મહારાજે બધાની વચ્ચે કુમારપાળની આ “ભીષ્મપ્રતિજ્ઞા'ની વાત કરી, અનુમોદના કરી.
જ્ઞાન મળ્યું, વરદાન મળ્યું, ને કુમાર બહુ હરખાયો, દૂર થયો અંતરથી એના, માયાનો ઓછાયો; જીવન બદલ્યું, દૃષ્ટિ બદલી, સાર-સકળ સમજાયો, જ્ઞાનશિબિરો સ્વયં સજાવી, પ્રેમ અમી રસ પાયો, ભર યૌવનમાં પીધો એણે, કર્મયોગનો કાવો, ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો”-૬
ભવિષ્યના રાજમાર્ગની કેડી કુમારપાળના જીવનમાં કંડારાઈ! જીવનના ઊર્ગારોહણનો પ્રારંભ થયો. ગુરુ મહારાજનું વરદાન મળ્યું. દાદા પ્રેમસૂરિ મહારાજના હાથે પ્રેમનો અમીરસ પીધો. હૈયું હરખથી છલકાઈ ઊડ્યું. જીવન બદલાયું સાથે-સાથે જીવન નીરખવાની દૃષ્ટિ પણ બદલાઈ. જીવનનો સાર શેમાં છે એ સમજાયું. કામનું ઔષધ કામ છે એ ન્યાયે કર્મયોગ આદર્યો. પરોપકારના કર્મયોગ તરફ દૃષ્ટિ માંડવા, ચા-હોમ કર્યા.
જનકલ્યાણને કાજે એણે, નિત્ય વિહારો કીધા, માનવ-મનની શાતા કાજે, લખ ઉપચારો કીધા; નાત ન જોઈ, જાત ન જોઈ, ધર્મપ્રચારો કીધા, સૌને કાજે ખુલ્લાં એણે દિલનાં દ્વારા કીધાં. ભેખ થયો બસ એક જ! કરુણા વહેંચો-વહેંચાવો, “ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો”–૭
કર્મયોગની દુનિયામાં પ્રથમ ડગ ભર્યું, વિદ્યાદાનથી. જન-જનના કલ્યાણ કાજે, ખૂબ પ્રવાસ કર્યા.
માનવ-મનને શાતા પમાડવા “લખ ઉપચાર' -ઘણા ઘણા પ્રયાસ કર્યા. નાત-જાત તો ન જોઈ, દેશ-પ્રાન્તના સીમાડા પણ ન ગણકાર્યા. એમ.પી., યુ.પી., દક્ષિણ ભારતમાં બધે જ, જ્યાં-જ્યાં પૂજ્ય ગુરુ ભગવંતોનો સમાગમ પ્રાપ્ત ન થઈ શકતો હોય તેવાં ક્ષેત્રોમાં ઘણી બધી અગવડો વેઠીને પણ ધર્મના પ્રસાર માટે તેમણે પોતાના દિલના દરવાજા ખુલ્લા મૂકી દીધા. ભેખ લીધો. દુઃખ દેખી કરુણાથી દ્રવી જાય તેવા હૈયે માત્ર-કરુણા પ્રેરિત થઈને સમગ્ર દેશને પોતાનું ઘર-આંગણ
કરશે?"
કટોકટીની આ ક્ષણે, વિદ્યાર્થીઓના વૃન્દમાં એક હતા કુમારપાળ વિ. શાહ. હૃદયમાં ગજબનો ઝબકારો થયો. પરમ સંયમધર પૂજ્ય પ્રેમસૂરિ મહારાજના ચરણ-સ્પર્શ કરી વિનીત સ્વરે કહ્યું : “આ આવેલી કુદરતની મહાન આપત્તિને શમાવવા આ ક્ષણે, હું આજીવન બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા કરું છું.”
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org