________________
૧૦૮૦
માસ્તર સોસાયટીમાં ઉપપ્રમુખ તરીકે રહ્યા. એસોસિએશનમાં કારોબારી સભ્ય. ભક્તિનગર મિત્રમંડળમાં પ્રમુખ તરીકે સેવા આપી.
કાપડ જૈન
આમ ઘણી સંસ્થાઓમાં તેઓ સક્રિય રહ્યા અને એ રીતે સમાજની સેવા પણ કરતાં રહ્યાં. પોતાની આવક પ્રમાણે દાનનો પ્રવાહ પણ ચાલુ જ રહેતો. પોતાની હયાતીમાં જ ઉપાશ્રયોમાં યોગદાન આપેલ. વળી પોતામાં જે ધાર્મિક સંસ્કારો પડેલા હતાં તેવાં પુત્રોમાં અવતરણ થાય તે માટે પુત્રોને પણ હંમેશા ધર્મ કરવાની, સામાયિક, પ્રતિક્રમણ જેવી ક્રિયાઓ કરવાની પ્રેરણા આપતા જેનાથી પુત્રોમાં પણ ધાર્મિક સંસ્કારો, ધર્મ પ્રત્યેની દૃઢ શ્રદ્ધા, ધર્મ કરવાની રુચિ જાગી છે.
કુટુંબ પ્રત્યેનો અસીમ પ્રેમ તથા સંત-સતીજીઓ પ્રત્યે આદરભાવ અને સેવાભાવના પણ ખૂબ હતાં. મિલનસાર સ્વભાવને કારણે બધા સાથે ઝડપથી ભળી જતાં.
૮૦ વર્ષ સુધી દીર્ધાયુષ્ય ભોગવ્યું જેમાં છેલ્લી બિમારીને બાદ કરતાં નિરોગી શરીર, ધર્મકાર્યમાં નિયમિતતા તથા લાગણીભીનો સ્વભાવ તેમનું જમાપાસું રહ્યું. થોડા સમયની બિમારી બાદ ૨૨-૬-૦૪ના રોજ તેઓ અરિહંતશરણ થયા.
વિજ્યાબેનનું દામ્પત્યજીવન નંદવાઈ જતાં તેઓ સંસારમાંથી જાણે નિઃસ્પૃહ ભાવે નિવૃત્ત થઈ ગયા. ઘણા વર્ષોનું પ્રસન્ન દાંમ્પત્યજીવન આમ ખંડિત થઈ જશે તેવો તો સ્વપ્નેય ખ્યાલ ન હોવાથી, આમ તો ધર્મમાં ઊતરેલા જ હતાં હવે વધારે ધર્મમય બની ગયા. તેમણે પણ આખા જીવન દરમિયાન ધર્મમાં રુચિ રાખી વધુમાં વધુ ધર્મ કેમ કરી શકાય તે બાબત પર વધારે ધ્યાન આપ્યું.
હંમેશા ધર્મકરણી તથા તપશ્ચર્યા કરતાં જ રહેતાં. તેમણે પોતાના જીવન દરમિયાન અઠ્ઠાઈ, નવાઈ, ઉપવાસનો વરસીતપ, આયંબિલ વગેરે નાની મોટી તપશ્ચર્યાઓ કરેલ. તેમની ધર્મમાં અતૂટ શ્રદ્ધા, સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ કરવાની લગની વગેરે જોઈને ઘરમાં પણ અન્ય સભ્યોને ધર્મમાં આગળ વધવાની અને ધર્મકાર્ય કરવાની પ્રેરણા મળતી રહેતી.
આવા આ આદર્શ દંપતિ અને માતા-પિતા આજે દુનિયામાં હયાત નથી. પરંતુ તેમના પુત્રો-પુત્રીઓ, પૌત્રો વગેરે તેમણે આપેલ ધર્મના વારસાને આગળ ધપાવી રહ્યા છે.
રાજેન્દ્ર-જયશ્રી, પંકજ-પારૂલ, સતીશ-ભાવનાના કોટિ કોટિ વંદન.......
Jain Education International
જિન શાસનનાં ધર્માનુરાગી દૃઢશ્રદ્ધાવંત સુશ્રાવિકા શ્રીમતી લાભુબેન દલીચંદ દસાડિયા
ધર્માનુરાગી, દૃઢ શ્રદ્ધાવંત, શ્રમણોપાસિકા શ્રીમતી લાભુબેન દલીચંદ દસાડિયાનો જન્મ તા. ૨૧-૧૧-૧૯૩૨ના રોજ થયેલો. યોગ્ય ઉંમર થતાં રાજકોટ મુકામે શ્રી દલીચંદભાઈ માણેકચંદ દસાડિયા સાથે લગ્નગ્રંથિથી જોડાયા. ૨ પુત્ર અને ૩ પુત્રી સહિતનું આ કુટુંબ ખૂબ જ સુખસંતોષથી રહેતું હતું. ખૂબ ધનિક
ન હોવા છતાં સાદાઈ અને સંતોષથી સુંદર રીતે ઘરગૃહસ્થી નિભાવતા હતાં.
લાભુબેન નાનપણથી જ સરળ, નિખાલસ, કરુણાવંત અને પ્રેમની સાક્ષાત્ મૂર્તિસમાન હતાં. સેવાભાવના તો એટલી બધી કે નાના-મોટા કોઈપણને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે માટે જ સદા પ્રયત્ન કરતા હોય. ક્યારેય કોઈની સાથે સંઘર્ષમાં ઊતરવાનું નહિ. બધા સાથે પ્રેમથી જ વર્તવાનું. મધ્યમ વર્ગના હોવા છતાં બધા માટે ઘસાઈ છૂટવાની જ ભાવના. અડોશી-પડોશી, સગા-વહાલાં સહુને માટે પ્રેમભાવ અને મારાપણાની ભાવના. માત્ર ભાવના જ નહિ, સમય આવ્યે કરી પણ બતાવતાં, ધર્મમાં તો એટલા શ્રદ્ધાવંત કે ન પૂછો વાત.
પુત્ર–પુત્રીઓને યોગ્ય ઉંમરે, યોગ્ય પાત્ર જોઈ પરણાવ્યા. દિકરીઓ બધી તેમના ઘેર સુખી છે. મોટા પુત્ર વિરેન્દ્રભાઈ અને પુત્રવધુ કલ્પનાબેનને ત્યાં પણ ૩ પુત્રી અને ૧ પુત્ર છે. બીજા પુત્ર અપરિણીત હોવાથી પુત્રવધુ કલ્પનાબેન સાથે મા જણી દિકરી જેવો વ્યવહાર.
આજના જમાનામાં જ નહિ પરંતુ પરાપૂર્વકાળથી ચાલ્યું આવે છે કે મોટેભાગે સાસુ-વહુ એ એકબીજાના વિરોધી હોય છે. જ્યારે અહીંયા તો સગા મા-દીકરી પણ ન રહેતાં હોય એવી રીતે વહુની સાથે તેમનું પ્રેમાળ વર્તન રહેતું. પુત્રવધૂને તેઓ ખરેખર પુત્રથી પણ વધારે સારી રીતે રાખતા. બીજા શબ્દોમાં કહીએ તો માથી પણ વધારે પ્રેમ આપી તેમણે પુરવાર કરી બતાવ્યું કે સાસુ-વહુ પણ મા-દીકરીની જેમ જીવી શકે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org