________________
૧૦૫૨
વાતો કરતા હોય ત્યારે એમની વિનમ્રતા નજરે ચડે જ. એમના મિત્ર શિરીષભાઈ એકવચનથી સંબોધે એય સહજતાથી લે. સ્વભાવે જીભના જેવા ચોખ્ખા!—જેમ જીભ ઉપર ઘી-તેલ આવે તો પણ જીભ તો એવી ને એવી જ!
“દૂર-સુદૂરે ઘૂમી એણે, ધર્મ ધજા લહેરાવી, અલ્પ આયુમાં વિરાટ યાત્રા,સર્જીને શોભાવી ! જે આરંભ્યું પૂર્ણ કર્યું તે, ધન્ય છે લગની આવી! ભુવનભાનુજી મુનિવર કેરી, દીક્ષાને દિપાવી. સંસારી છે તોય, કહીને ‘સન્યાસી’ બિરદાવો! ફરી–ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો.”-૧૧
દૂર-દૂરના પ્રદેશોમાં વારંવાર જઈને એમણે બધે ધર્મધજા લહેરાવી. જીવનનાં થોડાં જ વર્ષોમાં તેમણે ઘણાં વિરાટ કામો કર્યાં. અંતરંગ જીવન અને બહિરંગ જીવન નિષ્કલંક રાખી વ્રત શોભાવ્યાં.
આવા પુરુષો તો જ્યાં વસે ત્યાં જ સંસ્થા બની જાય છે. જે જે કામો હાથ ધર્યાં તે સાંગોપાંગ પાર ઉતાર્યાં, પરિપૂર્ણ કર્યાં. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરિ મહારાજના ચેલા તરીકે તેમનું નામ શોભાવ્યું. કોઈ સમુદાયની કે ગચ્છની કે વ્યક્તિની ‘કંઠી' બાંધ્યા વિના તેઓ મુક્ત ધર્મના અનુરાગી રહ્યા છે. સંસારી છતાં વળગણ વિનાના તેઓ પરિવ્રાજક છે.
“જે સંસારી જીવ મુસાફિર! એને પગલે ચાલે, દાવો છે મુજ નક્કી એ જન, સ્વર્ગ ધરા પર મહાલે; પામ્યા શું? ન પામ્યા શું? ની ખોટ કદી નવ સાલે, પાનખરે પણ, જીવન એનું, પુષ્પની પેઠે ફાલે! ધન્ય કથા છે! એની ગાથા, ઘરે ઘરે ગુંજાવો, ‘ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો.''-૧૨ —મુસાફિર પાલનપુરી (રચના-સમય : ઈ.સ. ૧૯૯૬)
આવી વિભૂતિના જીવનમાંથી પ્રેરણા પામી કોઈ સંસારી જીવ એને પગલે પગલે ચાલે તો તે ચોક્કસ ઉત્તમતાને પામે.
પામ્યા શું ન પામ્યા એવો કોઈ હિસાબ રહેતો નથી. ગમે તેવી, પાનખર જેવી સ્થિતિમાં પણ નિત્ય વસંતનાં પુષ્પ ખીલેલાં રહે છે, ફૂલે છે અને ફાલે છે. ગુણોની સુગંધથી તરબતર જેવી જીવનગાથા છે તેમને ધન્ય છે. આવી ગાથાને પણ ધન્ય છે.
આવા કુમારપાળ ફરી ફરી જન્મ ધારણ કરે, એવી માતગુર્જરીને ચરણે, પ્રાર્થના છે!
Jain Education International
શ્રી ચિનુભાઈ હિંમતલાલ શાહ
.......... ***
4)
જિન શાસનનાં
પાલિતાણામાં નામકરણ પ્રસંગે સંસ્થાને ઉદ્બોધન કરતા સમાજરત્નશ્રી ચિનુભાઈ હિંમતલાલ શાહ
જૈન અને જૈનેતર સેવાકીય સંસ્થાઓમાં શિક્ષણ, સંસ્કાર અને માનવતાનાં કાર્યોથી જેમનાં જીવનકાર્યોની પ્રશંસા થઈ રહી છે એવા શ્રી ચિનુભાઈ રામપુરા-ભંડોકા (વિરમગામ)–ના મૂળ વતની છે. જન્મ ૧૯૩૬માં થયો. સુરેન્દ્રનગરની બોર્ડિંગમાં રહીને મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. આ સમય દરમ્યાન ગૃહપતિ કરમચંદભાઈના સેવા સંસ્કાર, મૈત્રી, શિક્ષણ અને સંસ્કાર પ્રત્યેનો પૂજ્યભાવ, ગુરુભક્તિ જેવા ગુણોથી એમનું વ્યક્તિત્વ વિકસિત થયું છે. મુંબઈમાં બે વર્ષની નોકરીના અનુભવ પછી સાહસ કરીને ધંધામાં ઝંપલાવ્યું અને અગ્રણી કાર્યકર્તા અને નામાંકિત વ્યાપારી તરીકે ખ્યાતિ પામ્યા. મેસર્સ શાહ બ્રધર્સ એન્ડ કું.નું મોટું નામ છે. ધંધામાં પ્રતિવર્ષ સફળતા પ્રાપ્ત થતાં ધનસંપત્તિ પણ વધવા લાગી અને જીવન અનેક રીતે સમૃદ્ધ થતું રહ્યું. વિદ્યા અને સંપત્તિને ઉદારતાથી વહેતી મૂકવામાં આવે તો પછી બન્ને વસ્તુઓ સામે ચાલીને આવે છે.
ચિનુભાઈના જીવનમાં સંપત્તિ એ મોટાઈ કે અભિમાનનું પ્રતીક નથી, પણ ધર્મ અને માનવસેવાનાં કાર્યોમાં સતત સર્વ્યય કરવાની શુભ ભાવનાઓ પ્રગટ થતી રહી છે. માદરે વતનમાં શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે બાલમંદિર, મિડલસ્કૂલ અને હાઇસ્કૂલની સ્થાપના કરાવીને બાળકોનાં ધડતરમાં મહામૂલું પ્રદાન કર્યું છે. મનના વિકાસ માટે શિક્ષણસંસ્થા છે તો તનના વિકાસ માટે ને તંદુરસ્તીના રક્ષણ માટે હોસ્પિટલ માટે ઉદારતાથી દાન આપીને રામપુરા-ભંડોકા ગામમાં સૌ કોઈની શુભભાવનાઓ પ્રાપ્ત કરી શક્યા છે.
સુરેન્દ્રનગરમાં હાઇસ્કૂલ, બોર્ડિંગ અને બી.એડ.
For Private & Personal Use Only
www.jainelibrary.org