________________
ઝળહળતાં નક્ષત્રો
એક વિલક્ષણ વ્યક્તિત્વ
શ્રી રાજેન્દ્રભાઈ મયાભાઈ શાહ
શત્રુંજય એટલે ! તેનું આરોહણ કરનાર મોક્ષે જાય તેવું આપણું શાસ્ત્રવચન! એ ક્યારેય ખોટું ન જ હોય......
બસ! આ જ વિચારને વિસ્તારતા મદ, મોહ, મત્સર, માન, માયા, લોભ, ક્રોધ જેવા કષાયોનો નાશ કરતા કરતા શત્રુંજયના આરોહણથી જીવને અચૂક મોક્ષ મળે. આવી માન્યતાનો પટ્ટ રચના.......
અષ્ટાંગ યોગ : યોગના આઠ અંગોની મદદ લઈ આરોહણ કરતાં, અષ્ટાપદના શિખરે પહોંચાય જ. એવા શિલ્પના વિચારક.....
જે જમાનામાં કેલેન્ડર પ્રકારના જ પંચાંગ બનતા તેવા સમયે, લોકોને હાથવગા થાય, વાપરવા સહેલા પડે તેવા પંચાંગના પુસ્તક આકારના પ્રથમ રચયિતા..... પુસ્તક આકારની પ્રથમ પ્રતિષ્ઠા મહોત્સવની આમંત્રણ પત્રિકાના વિચારક....
જે જમાનામાં ક્યાંય કોઈ કાર્ડનું ચલણ ન હતું ત્યારે ભાતભાતના જૈન કથાનકના રેખાચિત્રો, એક વાક્યમાં કથાસાર સાથે છાપી, જૈન સંઘને ક્ષમાપનાના કાર્ડ દ્વારા ક્ષમાપના માંગવાનો વિચાર શિખવનાર એવા—રાજેન્દ્ર મયાભાઈ શાહ, જન્મ-અમદાવાદ શામળાની પોળ, તા. ૨૫-૮-૧૯૨૫, બાળપણથી જ મુંબઈમાં રહેઠાણ. ભણતર બાબુભાઈ પનાલાલ જૈન સ્કૂલમાં. વ્યવસાય પ્રિન્ટીંગ પ્રેસ. જે જમાનામાં ફક્ત સીંગલ કલરનું પ્રિન્ટીંગ ટ્રેડલ મશીન પર થતું ત્યારે નામી આર્ટીસ્ટોના પંચરંગી ચિત્રોનું પ્રીન્ટીંગ ખૂબ ચીવટપૂર્વક પાર પાડતા.
૧૦૫૭
અનેક પૂજ્ય આચાર્યશ્રી આદિ મુનિરાજો સાથે વિદ્વત્તાપૂર્ણ જ્ઞાનગોષ્ટિ કરતા. પોતાના આગવા વિચારો રજુ કરી તેમાં આગળ વધતા. તક મળતા જ, સિદ્ધગિરિ-પાલિતાણામાં વિશાલસેન કલા સંસ્થાનમાં સ્વદ્રવ્યે જૈન ધર્મના અનેક વિષય વસ્તુ પર કલાકૃતિ, શિલ્પકૃતિ બનાવડાવી પોતાના માતાપિતાની યાદમાં મુકાવ્યા.
અમદાવાદમાં એલ.ડી. મ્યુઝીયમ અને પતંગ મ્યુઝીયમમાં જૈન ધર્મની કળાકૃતિઓ સ્વદ્રવ્ય મુકાવી.
કલ્યાણમંદિર સ્તોત્ર : જેની ગવાહી ઇતિહાસ પણ પુરે છે તેની દરેક ગાથાનો હિંદી, ગુજરાતી, અંગ્રેજી અનુવાદ કરાવી, દરેક ગાથાના ભાવને સમજાવતા ચિત્રો અનેક ચિત્રકારો પાસે કરાવી, તેને અમર કરવા, મેટલ એચીંગમાં બનાવડાવી સ્વદ્રવ્યે સોના ચાંદીનો ઢોળ ચઢાવી, કલર પૂર્ણ કરીને, વલ્લભસૂરિ સ્મારક ટ્રસ્ટમાં (૭૬ કર્નાલરોડ, દિલ્હીમાં) કાયમી પ્રદર્શનમાં મુકાવ્યા. આ સાથે તે પ્રસંગને અનુરૂપ ફાઈબર શિલ્પ પાંચ ફુટ ઊંચાઈનું બનાવડાવી મુકાવ્યું. આ અને આવી અનેક કળાકૃતિઓ સ્વદ્રવ્ય બનાવડાવી–મુકાવી.
જૈન ધર્મીનું ઘર કેવું હોય? સુશોભન કરાય પણ તે જૈન ધર્મની કળાકૃતિઓથી જ. તેમનું ઘર જોતાં જ તેનો ખ્યાલ આવી જાય. દરેક દિવાલ પર કાંઈકને કાંઈક જૈન ધર્મને લગતી આગવી–અનોખી–કળાકૃતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org