________________
૧૦૬૬
જૈનજગતના અજોડ – બેજોડ સર્વશ્રેષ્ઠ વિધિકારક પ્રાધ્યાપક શ્રી સુરેન્દ્રભાઈ સી. શાહ ‘ગુરુજી'
દક્ષિણ ભારત જેનાં
ગામ અને કામથી પ્રત્યેક ગામનગરમાં નાનાં-મોટાં સૌ પ્રભાવિત છે એવા વિધિકારક શ્રી સુરેન્દ્રભાઈ ‘ગુરુજી’ના હુલામણાં નામથી જાણીતા અને માનીતા છે. ભારતભરમાં જે પાઠશાળાની પ્રશંસા અને
અનુમોદના થાય છે તે બેંગલોરની શ્રી લબ્ધિસૂરિ પાઠશાળાનાં મુખ્ય પ્રાધ્યાપક શ્રી સુરેન્દ્રભાઈ–ગુરુજી ખરા અર્થમાં એક વ્યક્તિ નથી પણ સંસ્થા છે. ચાલતું-ફરતું જાગતું એક મિશન છે.
બનાસકાંઠાના નાના સરખા થરા ગામમાં માતુશ્રી મધુબહેન ચૌથાલાલના સુપુત્ર છે. માત્ર ૧૩ વર્ષની ઉંમરે મહેસાણા શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ મેળવીને સંસ્કૃત-પ્રાકૃત વ.માં ઉચ્ચ અભ્યાસ કરીને બેંગલોર ચીકપેટની શ્રી વિજયલબ્ધિસૂરિ પાઠશાળામાં અધ્યાપક તરીકેના કાર્યમાં ઓતપ્રોત થયા અને ત્યારબાદ વિધિકારક નથમલજી ભગત અને શ્રી તિલકભાઈનાં માર્ગદર્શન-નિર્દેશન હેઠળ વિધિવિધાનોનો શુભારંભ કર્યો.
વર્ષો પહેલાં પૂ.આ. દેવ વિક્રમસૂરિ મ.સા. તથા પૂ. બહેનમ.સા. બેંગલોર વી.વી. પુરમ અંજનશલાકા મહોત્સવમાં સંગીતકાર વિના પણ કલ્યાણકોની ભવ્યતાથી ઊજવી શકે તેની તલાશમાં હતા. આવા સમયે શ્રી સુરેન્દ્રભાઈ દ્વારા વિધિ-વિધાન સ્ટેજ પ્રોગ્રામ વ. સાથે ખૂબ સફળતાપૂર્વક મહોત્સવસુસંપન્ન થયો. આ તેઓશ્રીની પ્રથમ સફળતા હતી. ત્યાર બાદ જાલોર (રાજસ્થાન) કીર્તિસ્તંભ અંજનશલાકા કરી જે તેમની પોતાની સૂઝ–બૂઝ અને કુનેહથી સ્વતંત્ર રીતે ઐતિહાસિક સ્વરૂપે સફળ કરી, જેના ફળ સ્વરૂપે શ્રી સંઘે ‘ગોલ્ડમેડલ’થી સમ્માનિત કર્યા. વિધિ-વિધાનો મુજબ નવાંનવાં પૂજનોનો આવિષ્કાર કરવાની તેમની સૂઝ–બૂઝ અને શોખ છે.
અદ્ભૂત વાક્તિ, કાવ્યમય શૈલી, મનમોહક
Jain Education International
જિન શાસનનાં
વ્યક્તિત્વ, સૌને પ્રભુભક્તિમાં જોડવાની તીવ્ર તાલાવેલી જેવા અનેક વિવિધ ગુણસંપન્ન ગુરુજી સમગ્ર દક્ષિણભારતમાં છવાયેલા છે. પ્રત્યેક સંઘે તેમનો અનુભવ, માર્ગદર્શન લઈને મહોત્સવ અને મહાપૂજનોમાં અપૂર્વ ભક્તિનો લહાવો લેવા તત્પર રહ્યા છે.
તનતોડ મહેનત, અનુશાસન અને સુવિશુદ્ધ વિધિ એ તેમનું ધ્યેય, લક્ષ અને સંકલ્પ છે. પ્રત્યેક વિધિમાં મહોત્સવ મહાપૂજનોમાં સતત જાગૃતિ એ તેમના સફળ કાર્યમાં સોનામાં સુગંધ સમાન રહ્યા છે. એક જ દિવસમાં પંચકલ્યાણક મહોત્સવ કરાવનાર ભારતવર્ષના આ એક જ વિધિકારક છે જે એક જ દિવસનાં જુદાં જુદાં સ્થળો પર સવારના પાંચથી સાંજના પાંચ સુધી પૂજન ભણાવવાની ક્ષમતા ધરાવે છે. સવિશુદ્ધવિધિકારક હોવાની સાથે તેઓ શ્રેષ્ઠ કલાકાર પણ છે. કલ્યાણકો હોય કે ચડાવાઓ હોય, મહોત્સવ હોય કે મહાપૂજનો, તપસ્યામાં પણ . કલાકોના કલાકો સુધી પાણી વિના સ્ટેજ પર અપૂર્વ પ્રભુભક્તિ
કરાવી ધર્મજનોનાં મન જીતી શક્યા છે. પાલિતાણામાં શ્રી નિત્યચંદ્રદર્શન ધર્મશાળામાં વિશાળ ચાંદીની પ્રતિમાની અંજનશલાકા સમયે ૫૦૦-૫૦૦ પૂ. સાધુ-સાધ્વીજીઓ તેમના અપૂર્વ ઉલ્લાસપૂર્વકનાં વિધિ-વિધાનો અને કાર્યક્રમોથી આશ્ચર્યચકિત થયાં છે. તેજ સમયે પૂ. આ. દેવ, ચંદ્રાનનસૂરીશ્વરજીએ વિશાલ સંઘ સમક્ષ ભારતભરના ‘સર્વશ્રેષ્ઠ વિધિકારક' તરીકેની ઘોષણા કરી સમ્માનિત કરાવ્યા છે.
બેંગલોરમાં તેઓશ્રીએ પોતાના સ્વદ્રવ્યથી જિનમંદિર પણ કરેલ છે. પૂ. ગુરુજી ખૂબ પ્રભાવશાળી અને પુણ્યવંતા વિધિકારક છે જેમણે—
(૧) શ્રી અષ્ટાપદ તીર્થ, રાણી, (૨) શ્રી ચમત્કારી તીર્થ બાકરા રોડ, (૩) શ્રી પ્રેરણાતીર્થ, અમદાવાદ, (૪) શ્રી ભેરુતાકતીર્થ, (૫) શ્રી શંખેશ્વરધામ–ઝારખંડ, (૬) શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ, દેવનહલ્લી (બેંગલોર), (૭) શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ–દેવનહલ્લી (બેંગલોર), (૮) શ્રી માલગાંવ તીર્થ, (૯) શ્રી પાર્શ્વલબ્ધિધામ (બેંગલોર), (૧૦) ગોડીજી તીર્થ, (૧૧) જીરાવાલા તીર્થ, ઓસ્તરા તીર્થ સમેતશિખર તીર્થ તથા (૧૨) ચાર ભૂજા તીર્થ. વ. અનેક પ્રભાવિત તીર્થોની અંજનશલાકા એમનાં વિધિ-વિધાનોથી સુસંપન્ન થઈ છે.
અભિમાન-માન-સમ્માનથી અલિપ્ત એવા સ્વાધ્યાયપ્રેમી–વિધિકારક કલાકાર તપસ્વી પણ છે. સ્વ. પૂ. માતુશ્રીનાં ૧૭ વર્ષી તપથી પ્રેરણા મેળવીને માત્ર પાંચ દ્રવ્યથી ૧૯મા વર્ષી
For Private & Personal Use Only
www.jainelibrary.org