________________
૧૦૭૬
આપણને ગમે છે, જે વર્તન આપણ ગમે છે તેવું જ વર્તન બીજા સાથે કરવું.
તેમના જીવનમાં એ હંમેશા ધ્યાન ખેંચતી બાબત રહી હતી કે કદાચ એક-બે સામાયિક ઓછી થાય કે પ્રતિક્રમણ ન થાય તો વાંધો નહિ પરંતુ ક્યારેય કોઈની નિંદા, કુથલી કે પીઠ પાછળ બોલવું નહિ. મોઢે મીઠા થઈ પાછળથી અપશબ્દો દ્વારા નવાજવા એ બાબત તેમને જરાપણ ગમતી નહિ.
બખાઈ દંપતિ એક આવું જ સરળ, સંતોષી, નિખાલસ અને ખેલદિલ દંપતિ હતું. તેમના જીવનમાં હંમેશા ખુશી, સંતોષ અને નિરાભિમાનીતાનો વાસ હતો. આવા આ ધર્માનુરાગી, ધર્મનિષ્ઠ માતા-પિતાને અંતરના અહોભાવથી લાખ લાખ વંદના. પારૂલ-ભરત–જિનેશ–મૌલિ ગાંધીના જય જિનેન્દ્ર ધર્માનુરાગી શ્રમણોપાસક શ્રી રવિચંદભાઈ શેઠ
“રવિ સમ પ્રકાશનારા, ચંદ્ર સમ સૌમ્યતાને ધરનારા, પરોપકાર અને પ્રેમની પરિમલ ફેલાવનારા, કરુણાના કરનારા તે પૂ. પિતૃચરણમાં ભાવે કરું હું વંદના'' વાત્સલ્ય, વિશુદ્ધતાને વિશાલતાના ત્રિવેણીસંગમસમા પૂ. પિતાશ્રીના જીવનને કલમથી આલેખવું અશક્ય છે, કારણ કલિયુગમાં પણ કલ્પતરુ સમા અનેક ગુણોથી અલંકૃત તેઓશ્રીના જીવનને શબ્દોથી શણગારવું શક્ય ન હોવા છતાં મારા એમના પ્રત્યેના
ભાવસભર હૃદયને અક્ષરો દ્વારા આલેખિત કરી ઋણમુક્ત થવાનો, તેઓશ્રીજીના સર્વે ઉપર કરેલા અગણિત ઉપકારોને યાદ કરીને તેઓના ગુણસાગરને ગાગરમાં ભરવાનો પ્રયત્ન કર્યો છે.
શ્રી માણેકચંદભાઈ અને મણિબહેનના ચાર પુત્રો અને બે પુત્રીઓમાંના ચોથા સંતાન રવિચંદભાઈ હતાં. બાળપણમાં માતાના સ્નેહસભર સરોવરમાં સ્નાન કરતાં તેઓ ભાવિમાં પોતાની વાત્સલ્યગંગાના નીર વડે અનેક આત્માને પ્રેમથી પરિપ્લાવિત કરી અનેકને શીતલ છાયડો આપશે તેની ત્યારે કોઈનેય ખબર નહોતી.
Jain Education International
જિન શાસનનાં
પરમતારક વીતરાગ પરમાત્માના ધર્મ પ્રત્યેનો તેમનો આદરભાવ અજબ કોટિનો છે. પરમાત્માના આવા શાસનને પામી પોતાના. અને પરના આત્માનું કલ્યાણ કરવું, લોકોને શાસનના રાગી બનાવી, અહિંસા આદિ સિદ્ધાંતોનું પાલન કરાવી કર્મક્ષય કરવો એ જ એમનું લક્ષ્ય છે, મૂળ મોરબીના હાલ રાજકોટમાં વસવાટ કરી રહ્યા છે. આ બંને ઘરોમાં મનમંદિરમાં બિરાજમાન પરમાત્માની પ્રતિષ્ઠા કરી ઘરને ગૃહમંદિર બનાવ્યું, જેનાથી જ્યારે પણ સમય મળે ત્યારે ઘરના તમામ સભ્યો પરમાત્મભક્તિ, સાધના અને આરાધનાથી જીવનને અલંકૃત કરી સમ્યગ્દર્શનને પામી સદ્ગતિ અને સિદ્ધગતિ મેળવવાના અંતિમ લક્ષ્યને સિદ્ધ કરી શકાય.
પરમાત્મભક્તિની સાથે સાધર્મિક ભક્તિ, સદ્ગુરુની વૈયાવચ્ચ, અનુકંપાદાન, ધાર્મિક અનુષ્ઠાનો આ બધું તો તેમના હૈયામાં જીવનની જેમ વણાઈ ગયું છે. પરમાત્માની સાલગિરિની ઊજવણી પણ શ્રી સિદ્ધચક્રપૂજન, શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન, શ્રી વીસસ્થાનકપૂજન, પૂજા, સ્વામીવાત્સલ્ય વિગેરે ભવ્ય અનુષ્ઠાનોની સાથે દર વર્ષે કરવાની સાથે અઢાર અભિષેક, ૧૦૮ અભિષેક, ભવ્ય સ્નાત્ર મહોત્સવને દર માસની સુદ એકમ, પાંચમ ને અગિયારસના દિવસે સ્નાત્રપૂજા તો ભણાવવાની જ.
મોરબીમાં શ્રી મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા, રાજકોટમાં શ્રી સુવિધિનાથ, ચોટીલામાં શ્રી સુમતિનાથ ને નેમનાથ ભગ., સુરેન્દ્રનગરમાં શ્રી પાર્શ્વનાથ ચોવીસી, રાજકોટમાં ગૃહમંદિરમાં આદિનાથ ચોવીસી, મયુરપુરીમાં શ્રી સુમતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરવા ને કરાવવા હજુ પણ દાઠા કે કટારિયા જેવું દેરાસર કરવાની ભાવના ભાવે છે.
ઉત્તમ કોટિની પરમાત્માની પૂજા માટે ગૃહમંદિરમાં સ્વદ્રવ્યથી ઉત્તમમાં ઉત્તમ દ્રવ્યથી જેમ કે કેસર, સુખડ, બરાસ, બાદલું, વરખ, ધૂપ વગેરે જાતે જ ચકાસીને લેવાના. ભક્તિ માટે ક્યારેય પૈસાને ન જુએ. આંગીમાં પણ ઊંચામાં ઊંચા દ્રવ્યો જ વાપરવાના. ચાંદીની આંગી, સાચા હીરાના મુગટ, હાર અને દેરાસરના ઉપકરણો પણ ચાંદીના જ બનાવી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ કરવી એ જ એમનો ભાવ.
પરમાત્માભક્તિની સાથે સાથે સદ્ગુરુની વૈયાવચ્ચ માટે પણ તત્પર જ હોય. ઉપકરણો, દવા, ગોચરી જે પણ ખપ હોય તે પહોંચાડવાની ઉદાત્ત ભાવનાને કારણે પુણ્યાનુબંધી પુણ્યનું જ ઉપાર્જન કરે. મોરબીમાં ગૃહચૈત્યમાં ચાતુર્માસ, શંખેશ્વર વગેરે
For Private & Personal Use Only
www.jainelibrary.org