________________
ઝળહળતાં નક્ષત્રો
તીર્થોમાં રસોડા ખોલીને ગુરુભક્તિ કરવાનો લાભ પણ લીધો છે. રાજકોટમાં ઘરઆંગણે સાધ્વીજી મ.સા.ની ૭૨મી ઓળીનું પારણું તથા બાલમુનિને સિદ્ધિતપનું પારણું બંને લાભ સકલસંઘની ભક્તિ સાથે લીધા. સુરેન્દ્રનગરમાં સાધ્વીજી મ.સા.ની ૧૦૦મી ઓળી પ્રસંગે સિદ્ધચક્રપૂજા અને એક જ દિવસે ૩૦૦ આયંબિલ તથા ભવ્ય અંગરચના કરાવી કર્મ ખપાવ્યા. ડીસામાં, ભીલડિયાજીમાં, શંખેશ્વરમાં,કચ્છમાં, રાજસ્થાનમાં રાણકપુર પાસે સુવર્ણમંદિરના દર્શન કરતાં ભાવવિભોર બની ત્રિદિવસીય મહોત્સવ કરાવ્યો.
પરિવારમાં માત્ર બે પુત્રીઓ એમાં એકના લગ્ન કર્યાં. બીજાને લગ્ન નહોતા કરવા ને શારીરિક અનુકૂળતા ન હોવાથી સંયમના ભાવ પણ ન હોવાથી સંસારમાં રહી આરાધના કરવાની રજા માગી તો કસોટી કરી પરંતુ તેમાં સાંગોપાંગ ઊતરતા એવી અનુકૂળતા કરી આપી કે પરમાત્માભક્તિ, ગુરુવૈયાવચ્ચ, સાધર્મિકભક્તિ ને સાધના-આરાધનાથી સતત જીવન ઓતપ્રોત બને. મોરબીના ગૃહચૈત્યમાં ૨૫ વર્ષ પહેલા મહિલામંડળની સ્થાપના કરી. ચૈત્ર-આસોની ઓળી સાથે આયંબિલખાતુ ગૃહાંગણે જ સ્થાપ્યું છે.
જંગલમાંથી મંગલ કરવા મકાન બનાવ્યું. પરંતુ તે સમ્યગ્દર્શનનો પાયો નાખનાર ગૃહમંદિર બની ગયું. જેમાં હંમેશા ધર્મનો જ રણકારો સંભળાતા. આખો દિવસ ભક્તિ, સામાયિક—પૌષધ, સદ્ગુરુ સાનિધ્ય, સમ્યક્વાંચન, પરમાત્માની અંગરચના,આયંબિલ, નીવી, એકાસણા, બિયાસણા, જ્ઞાનપાંચમ, પોષદશમી, પ્રતિક્રમણને પર્યુષણ આરાધના સાથે જન્મકલ્યાણકની ઉજવણી દ્વારા “સલ્વિ જીવ શાસન રસી”ની ભાવના હૃદયમાં વસી રહી છે.
પરમાત્માની આજ્ઞાનુસાર જીવન જીવનાર કે જેમને કંદમૂળત્યાગ, અભક્ષ્ય, અનંતકાયનો ત્યાગ, નવકારશીનું પચ્ચક્ખાણ પાર્યા પહેલા પરમાત્મદર્શન, ચોવિહાર વગેરે કરનારને વિનામૂલ્યે તીર્થની યાત્રા કરાવવી, બહુમાન કરવું. હમણાં જ મંડળના બહેનોને રાજસ્થાનની ૧૭ દિવસની યાત્રા તથા પહેલા કચ્છની યાત્રા કરાવી. મંડળને વર્ષમાં બે વાર યાત્રા કરાવવાની જ તે માટે બસ પણ વસાવી છે. ઉપરાંત રાજકોટથી મહાવીરપુરમ્ છ'રી પાલિત સંઘનો લાભ ત્રણે ભાઈઓએ લીધેલ. રાજકોટ જાગનાથ સંઘમાં બંને ઓળીના પારણાનો કાયમી લાભ તથા ચૈત્ર માસની કાયમી ઓળીનો લાભ પણ લીધો છે. રાજકોટમાં ૨૭૫ સિદ્ધિતપના બિયાસણા કરાવી
Jain Education International
સિદ્ધગતિને પ્રાપ્ત કરવાની સીડી ચડવાનો પ્રયત્ન કર્યો. ઉપાશ્રય અને આયંબિલભવનના નિર્માણમાં પણ લક્ષ્મીનો સદ્યય કર્યો. કચ્છના નાકોડા તીર્થમાં આયંબિલ ઓળી તથા પોષદસમીમાં સંધ્યાભક્તિમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મ.સા.ના જીવનચરિત્રને દર્શાવતા નાટક કરાવવાની સંઘની ભાવના પરિપૂર્ણ કરી.
૧૦૭૭
અત્યારે ૮૧ વર્ષની ઉંમરે નાદુરસ્ત તબિયતને કારણે પૂજા–સામાયિક ન કરી શકે તો નવકારનું સ્મરણ અને સમ્યગ્ વાંચન ચાલુ જ હોય. રહેણીકરણીમાં સાદગી ઊડીને આંખે વળગે. વીતરાગ પરમાત્માના ધર્મની અન્યને સમજણ આપી તેઓને પણ ધર્મમાં જોડવા સદા પ્રયત્ન કરે. કોઈ દુશ્મન તેમની સાથે ખોટું કરે કે બગાડે તો ગુસ્સે ન થતાં શાંતિથી સમજાવી યોગ્ય ઉકેલ કાઢે. મુશ્કેલીથી ગભરાય નહિ પરંતુ કોઠાસૂઝથી તેને દૂર કરે.
એમના હૃદયની ઉદારતા અને વિશાળતા તો એવી ઉચ્ચ કોટિની કે પોતે તો ધર્મ માટે સંપત્તિનો સર્વ્યય કરે પણ બંને દીકરીઓને પણ સુકૃતમાં વાપરવું હોય તો કદી ના ન પાડે. ક્યારેક વસ્તુ ચોરાઈ ગઈ હોય તો તેનો પણ લેશમાત્ર અફસોસ ન કરે. તેઓ હંમેશા એવું દૃઢપણે માનતા આવ્યા છે કે—
“આપણું હોય તે જાય નહિ ને જે જાય તે આપણું નહિ” બીજા પણ તેમણે કરેલા કેટલાક અનુમોદનીય કાર્યો આ
પ્રમાણે છે.
*
૫૧મા વર્ષે બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન સાથે ૧૨ વ્રતના સ્વીકાર ને ભવઆલોચના ગુરુમહારાજ પાસે લઈ આત્મશુદ્ધિ કરી. * સાધર્મિક ભક્તિ-મોરબીમાં ૧૭૦ પરિવારને દર મહિને ૧ કિલો ગોળ, ૧ કિલો ખાંડ તથા રાજકોટના ૪૧ પિરવારને દર મહિને ૨૦૦ રૂ।. રોકડા ને બિસ્કીટનું પેકેટ આપે છે. સામાન્ય સ્થિતિવાળા સાધર્મિકોને અનાજ, દવા વિ. આપવા, ખજૂર-લાડવા વગેરે સીઝન પ્રમાણે આપવા. ૨૦ વર્ષથી પહેલા ૫૦૦ ઘરો ને અત્યારે ૧૦૦૦ ગરીબોને ૧ કિલો ખાંડ અને બિસ્કીટનું પેકેટ આપે છે. * દર મહિને ૨૧ ગુણ ખોળની પાંજરાપોળમાં આપે છે. * દર મહિને ૩ ગુણ જુવારની પક્ષીઓને ચણ માટે અપાય છે. * જમવામાં ૭ દ્રવ્ય, ઉકાળેલ પાણી, નવકારશી, ચૌવિહાર, ૯ નવકારવાળી, લોગસ્સની માળા વગેરે હંમેશા કરે. સ્વકાર્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org