________________
ઝળહળતાં નક્ષત્રો
૧૦૭૧
આ
છે. આ ઉપરાંત તેઓ જૂનાગઢમાં સંઘપ્રમુખ તરીકે પણ ત્રણ વર્ષ રહ્યા હતા અને ખૂબ સુંદર કાર્ય કર્યું હતું.
તેઓ જ્યાં જ્યાં જતાં ત્યાં અચેત પાણી પીતા હોવાથી પાણીની માટલી સાથે રાખતા આથી લોકો તેને “માટલીવાળા પ્રમુખ” તરીકે ઓળખતા હતા. તેમણે કરેલી તપધર્મની આરાધના પર નજર કરીએ તો...
* ૧૯૭૩માં મહેન્દ્રભાઈ(પુત્ર)ની દીક્ષા બાદ એકાંતર વર્ષીતપની આરાધના. - ૧૯૭૭માં છઠ્ઠ ઉપવાસથી વર્ષીતપ, કર્યો સાથે પુત્રી સરોજે પણ કર્યો. ૧૯૭૯માં અટ્ટમનો વરસીતપ સાથે બંને પુત્રી હર્ષા અને નયનાએ પણ એકાંતર ઉપવાસનો વર્ષીતપ કર્યો. * ૧૯૮૧માં પૂ. ગુરુદેવ જનકમુનિનું ચાતુર્માસ તથા માસક્ષમણની
આરાધના. * ૧૯૮૩માં લીંબડી સંપ્રદાયના હંસાબાઈના ચાતુર્માસમાં પ્રથમ પર્યુષણમાં ૧૬ ઉપવાસની આરાધના 9 કરી તથા દિવાળી સમયે ૩૦ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરી. * ૧૯૮૯માં પૂ. ગુરુદેવ જનકમુનિનું ચાતુર્માસ
તથા પત્ની રસીલાબેનની અટ્ટાઈ. ૧૯૯૫માં પત્ની રસીલાબેનનો દેહાંત થતાં સંયમજીવનનો નિર્ધાર કર્યો. સંવત * ૨૦૫૧માં કારતક સુદ પાંચમના જૂનાગઢથી પ્રયાણ. ૯ દિવસ રાજકોટ રોકાયા, કારતક સુદ ૧૧ના રોજ પ્લેનમાં મુંબઈ ગયા.
પ્રાણલાલભાઈ સંસારમાં હતાં ત્યારે ખૂબ જ સરળતા, સાદાઈ અને સંતોષથી જીવન જીવતાં હતાં. હંમેશા દીક્ષા લેવાની ભાવના ભાવતા હતા. પત્નીના અવસાન પછી ફરીથી ગુરુદેવને વિનંતી કરી કે મને હવે દીક્ષા આપો.
ગુરુદેવે પણ યોગ્ય સમય જાણી સંયમના પાઠ ભણાવ્યા. પૂ. તપસમ્રાટ રતિલાલજી મ.સા.ના આશીર્વાદ સાથે પૂ.. કે ગુરુદેવ શ્રી જનકમુનિ મ.સા. પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાદિન હતો વિ.સં. ૨૦૫૨ આસો સુદ પૂનમ
(શરદપૂર્ણિમા), તા. ૨૬-૧૦-૧૯૯૬. દીક્ષા બાદ તા. ૩૦-૧૦-૧૯૯૬ના રોજ ગુરુવારે સવારે ચતુર્વિધ શ્રી સંઘની થર ઉપસ્થિતિમાં સંથારો ગ્રહણ કરેલ. ચારે આહારના ત્યાગ સાથે મૌનવ્રતના યાવત્ જીવન પચ્ચકખાણ કરેલા. અંતરના
ઉલ્લાસભાવે સંયમ તો લીધો સાથે સાથે તુરત જ સંથારો પણ કરી લીધો. આમ આ ભવ તો સુધાર્યો પરંતુ ભવોભવ પણ સુધાર્યા.
તેમના સંથારા દરમિયાન બે આશ્ચર્યદાયક ઘટનાઓ બનેલ જેમાં સંથારાના પચીસમાં ઉપવાસે ચતુર્વિધ સંઘને લેખિત દીધેલ કે મારા કાળધર્મ થવાના દશ મિનિટ પહેલા હું આ માળા પૂ. ગુરુદેવને સોંપી દઈશ. બાદ ૧૦ છે મિનિટ પછી મારું મૃત્યુ નિશ્ચિત થશે. આ હકીકત બોરીવલી સંઘે વ્યાખ્યાનમાં જાહેર કરી દીધેલ હતી અને તે
પ્રમાણે જ બન્યું. પચીસમા ઉપવાસે દીક્ષિત સુનંદા સાધ્વીજીને (સંસારી પુત્રી) પણ કહેલ કે તમારે આજીવન કે એકાંતર મૌનવ્રતના પચ્ચખાણ ગુરુ આજ્ઞાથી મારી પાસે લેવાના છે તે હું તમને છેલ્લે સમયે કરાવીશ. બાવનમાં ઉપવાસે સાંજે પોતે જાવજીવ એકાંતરા મૌનની પ્રતિજ્ઞા કરાવી હતી.
આ ઉપરાંત એક આશ્ચર્યકારક ઘટના એ પણ બની હતી કે સંથારાના ૩૦ મા ઉપવાસે તેમને ગળામાં ગાંઠ દેખાઈ. તેમણે તેના માટે કોઈપણ જાતનો ઉપચાર કરવાની ના પાડી. પૂ. જનકમુનિમાં અડગ શ્રદ્ધા વ્યક્ત કરી કે ગુરુદેવ આપને તો પાંચ મહાન તપસ્વીઓના આશીર્વાદ મળ્યા છે. આપ મારા ગળા પર હાથ ફેરવો મને ગાંઠ મટી જશે અને ખરેખર તેમ જ બન્યું.
આવા પૂ. પ્રસન્નમુનિનો કાળધર્મ વિ.સં. ૨૦૫૩ માગસર સુદ-૭ને સોમવાર તા. ૧૬-૧૨-૯૬ સાંજે ૬૪૦ કલાકે ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં થયો. તેમની પાલખીયાત્રા માગસર સુદ આઠમ તા. ૧૭-૧૨-૯૬ના બપોરે વિજય મુહૂર્ત નીકળી હતી અને સાંજે ૫-૧૫ કલાકે યોગીનગરમાં અગ્નિદાહ દેવાયેલ. સરળ, સાદુ અને સંતોષી
શ્રાવકજીવન, ત્યારબાદ પંડિતમરણની ઇચ્છા સાથેનું સંયમ જીવન ધન્ય હો આવા અનશનઆરાધક પૂ. દિ પ્રસનમુનિને. લાખ-લાખ વંદન હો મૌનવ્રતધારી પૂ. પ્રસનમુનિને.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org