________________
૧૦૬૮
બહુરત્ના વસુંધરા : ભાગ—૧ જૈન શાસનની ધર્મનિષ્ઠ મૌરવશાળી પ્રતિભાઓ
જૈન ધર્મ એ આચરણપ્રધાન ધર્મ છે. જૈન ધર્મના સિદ્ધાંતોને પોતાના આચારમાં ઊતારીને જીવે તે સાચો જૈન. આ વિભાગમાં કેટલીક એવી ધર્મનિષ્ઠ ગૌરવશાળી પ્રતિભાઓનો પરિચય આપ્યો છે. જેમના જીવનમાં જૈન ધર્મના સિદ્ધાંતો વણાઈ ગયા છે તેઓએ એક કે બીજા પ્રકારે સમાજના લોકોને પોતાના જીવન દ્વારા એવો સંદેશો આપ્યો છે કે ભગવાન મહાવીરનો શ્રાવક કેવો હોવો જોઈએ? જો કે ઘણા વ્યક્તિત્વો એવા હશે કે જેનો દાનધર્મની, દયાધર્મની, શ્રાવકધર્મની કે સેવાધર્મની બહુલતા હશે, પરંતુ અહીં તો ભગવાન મહાવીરના સિદ્ધાંતો જેમના જીવનમાં કાર્યાન્વિત થયા છે તેવા ચરિત્રને ઊજાગર કરવામાં આવ્યા છે. તેમનામાં રહેલા ગુણોને બિરદાવીને, ગુણાનુરાગી દૃષ્ટિ કેળવી, તેમના સારા પાસાને લોકો સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
શ્રીમતી પારૂલબેન ભરતકુમાર ગાંધી (M.A.)
Jain Education Intemational
જિન શાસનનાં
“માણસ માત્ર ભૂલને પાત્ર” એ ન્યાયે જ્યાં સુધી છદ્મસ્થપણું છે ત્યાં સુધી દરેકની ભૂલ તો થવાની જ છે. પરંતુ પોતાના જીવનમાં ધર્મના સિદ્ધાંતોને વણીને જીવન જીવવાનો પ્રયત્ન કરનાર માનવી મહાન છે. આવા મહામાનવોના શબ્દચિત્ર આલેખનમાં ક્યાંય પણ ભૂલ થઈ હોય, ભગવાનની આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્.
આવા જીવનચરિત્રનો પરિચય કરાવનાર શ્રીમતી પારૂલબેન ભરતકુમાર ગાંધી ધોરાજીનિવાસી વિનયકાંત પ્રભાશંકર બખાઈના સુપુત્રી છે. તા. ૧લી ફેબ્રુઆરી ૧૯૬૪ના રોજ જૂનાગઢ મુકામે જન્મ્યા છે. B.A. સુધીનો અભ્યાસ કરી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે. રાજકોટ મુકામે M.A.નો અભ્યાસ કરી જૈન ધર્મના તત્ત્વજ્ઞાનમાં ઊંડી રુચિ હોવાને કારણે તેનો અભ્યાસ કરી આજે આ ક્ષેત્રમાં આગવું નામ અને સ્થાન પ્રાપ્ત કર્યું છે. લેખન, વાંચન, સંશોધન અને ચિંતનમાં નાનપણથી રસ હોવાને કારણે ઘણા વર્ષોથી આ ક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે. તેમના લેખો આબાલ-વૃદ્ધ સહુએ વખાણ્યા છે. તેમણે લખેલા કે સંપાદિત કરેલા ચારેક પુસ્તકો પ્રકાશિત થઈ ગયા છે. જૈન પત્રકાર સંઘ-મુંબઈ દ્વારા ઘોષિત થતાં જુદા જુદા ત્રણ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ મેળવ્યા છે. અનેક મહાનિબંધ સ્પર્ધાઓમાં પ્રથમ નંબર મેળવી પોતાના કુળનું નામ રોશન કર્યું છે. જ્ઞાનસત્રો, સાહિત્યસત્રોમાં પોતાના સંશોધનપત્રો રજૂ કરી પોતાનામાં રહેલી કાબેલિયત પુરવાર કરી છે. સમાજસેવા તથા જીવદયાના કાર્યોમાં પણ તેઓ ધીમે–ધીમે પરંતુ નક્કર કદમે આગળ વધી રહ્યા છે. પર્યુષણમાં સાધુ-સાધ્વીથી વંચિત ક્ષેત્રોમાં ધર્મારાધના કરાવવા જાય છે. શ્રી મુળવંતભાઈ દોમડિયા દ્વારા સ્થાપિત પ્રતિક્રમણમંડળના સક્રિય સભ્ય છે. આવી તો અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે તેઓ જોડાયેલા છે. મૌલિક પ્રવૃત્તિઓમાં પણ એટલો જ રસ ધરાવે છે. —સંપાદક
For Private & Personal Use Only
www.jainelibrary.org