________________
ઝળહળતાં નક્ષત્રો
વિશેના ઉત્કૃષ્ટ સંશોધન માટે તેમને હનુમાનપ્રસાદ પોદ્દાર' પારિતોષિક મળ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીની વિનયન વિદ્યાશાખામાં ૧૯૭૫ અને ૧૯૮૦માં સંશોધન અંગેનું ઉત્કૃષ્ટ કાર્ય કરવા માટે તેમને ડો. કે.જી. નાયક ચંદ્રક એનાયત થયો હતો. ૧૯૮૫માં સંશોધન અંગેના ઉત્કૃષ્ટ કાર્ય માટે તેમને આ ચંદ્રક પુનઃ પ્રાપ્ત થયેલો.
કુમારપાળ સર્જક હોવાની સાથે વિવેચક પણ છે. હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના’, ‘શબ્દસંનિધિ', ‘ભાવનવિભાવન', ‘આનંદઘન : જીવન કવન' વગેરે તેમના વિવેચનનાં પુસ્તકો છે. મુખ્યત્વે મધ્યકાલીન સાહિત્યના અભ્યાસી કુમારપાળ અર્વાચીન સાહિત્યના પણ મર્મજ્ઞ છે.
ઈ. ૧૯૮૪થી પ્રતિવર્ષ પરદેશમાં કુમારપાળનાં વ્યાખ્યાનો યોજાય છે. આ ક્ષેત્રની તેમની પ્રવૃત્તિના અભિવાદનરૂપે ઇગ્લેન્ડમાં ૧૪ ભારતીય સંસ્થાઓએ મળીને તેમને ‘હેમચંદ્રાચાર્ય એવોર્ડ' આપેલો. આ ઉપરાંત તેમને ઉત્તર કેલિફોર્નિયાના જૈન કેન્દ્ર દ્વારા ગૌરવ પુરસ્કાર, જૈન જ્યોતિર્ધર એવોર્ડ, ગુજરાત રત્ન એવોર્ડ તથા ૧૯૮૦માં જુનિયર ચેમ્બર્સ તરફથી ભારતની દસ યુવાન પ્રતિભા અંગેનો એવોર્ડ પણ એનાયત થયેલ. અમેરિકા અને કેનેડાનાં તમામ કેન્દ્રોને આવરી લેતા ફેડરેશન ઑફ જૈન એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકા (જૈના) દ્વારા અમેરિકા સિવાયના અન્ય દેશોમાં જૈન સાહિત્યના સંશોધન અને દર્શન અંગે અગત્યની કામગીરી કરનારને અપાતો પ્રેસિડેન્ટ સ્પેશ્યલ એવોર્ડ કેનેડાના ટોરેન્ટોમાં ૧૯૯૭ના જુલાઈમાં યોજાયેલા દ્વિવાર્ષિક અધિવેશનમાં કુમારપાળને એનાયત થયો હતો. મૂલ્યનિષ્ઠ સાહિત્યસર્જન માટે દિલ્હીની અહિંસા ઇન્ટરનેશનલ સંસ્થાએ તથા દિવાળીબહેન મોહનલાલ મહેતા ટ્રસ્ટે વિશિષ્ટ એવોર્ડ એનાયત કર્યા છે. ઇ.સ. ૨૦૦૧માં ભગવાન મહાવીર જન્મકલ્યાણક સમિતિ તરફથી જૈન દર્શન અને જૈન ભાવનાઓમાં પ્રસાર માટે ઉત્તમ યોગદાન કરનાર ૨૬ વ્યક્તિઓને વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના હસ્તે જૈનરત્ન એવોર્ડ માટે પણ તેમની પસંદગી થઈ હતી.
ડૉ. કુમારપાળ દેસાઈના માર્ગદર્શન નીચે ૨૦ વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી અભ્યાસ સમિતિના અધ્યક્ષ અને એકેડેમિક કાઉન્સિલના સભ્ય ડૉ. દેસાઈ સાહિત્ય, પત્રકારત્વ, ગાંધી વિચાર અને જૈનદર્શનમાં પીએચ.ડી.ના ગાઈડ તરીકે
Jain Education Intemational
૧૦૬૩
માન્યતા ધરાવે છે. સિંગાપોરની ૫૦ વર્ષની પરંપરા ધરાવતી ગુજરાતી સ્કૂલમાં અભ્યાસક્રમ અંગે વર્કશોપ કર્યા છે. કેનિયા અને એન્ટવર્પમાં ગુજરાતી શીખવા અંગેના પ્રયત્નોમાં સક્રિય સહયોગ આપવા સાથે તેમણે બ્રિટનની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ અને અમેરિકાની ગુજરાતી લિટરરી એકેડેમી તરફથી વક્તવ્યો આપ્યા છે. માંડવીમાં યોજાયેલા ગુજરાતી સાહિત્યના જ્ઞાનસત્ર સમયે તેઓ ગુજરાતની લબ્ધપ્રતિષ્ઠ સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદના ૪૪મા પ્રમુખ બન્યા. ગોવર્ધનરામ, મહાત્મા ગાંધી જેવી વિભૂતિઓ પરિષદ પ્રમુખ બની હતી. એ સંયોગની વાત છે કે ડૉ. કુમારપાળ દેસાઈ પરિષદ પ્રમુખ બનનાર પહેલી જૈન વ્યક્તિ છે.
હાલ તેઓ ગુજરાતની અસ્મિતાના આર્ષદ્રષ્ટા શ્રી રણજિતરામ વાવાભાઈએ ૧૯૦૪માં સ્થાપેલી ગુજરાતની જૂની સાહિત્યિક સંસ્થા ‘ગુજરાત સાહિત્ય સભા'ના પ્રમુખ તરીકે તેમ જ ગુજરાત વિદ્યાસભાના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે. છેલ્લા ચાલીસ વર્ષથી શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. પ્રા. અનંતરાય રાવળ સ્મારક સમિતિ અને ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિના તેઓ મંત્રી છે. ગુજરાતની અસ્મિતાના મહાપુરુષાર્થ સમાન ‘ગુજરાતી વિશ્વકોષ'ના પ્રારંભથી જ તેઓ ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ'ના ટ્રસ્ટી તરીકે સેવારત છે. અનુકંપા ટ્રસ્ટ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી (બોટાદ બ્રાંચ), સુલભ હેલ્થ એન્ડ હાર્ટ કેર સેન્ટર વગેરે સંસ્થાઓ દ્વારા તેઓ આપત્તિગ્રસ્ત લોકોને સહાય પહોંચાડે છે. ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ ગુજરાતમાં થયેલ ભીષણ ધરતીકંપ વેળા તેમણે ભૂકંપગ્રસ્તો માટે બાર લાખ રૂપિયા જેટલી રકમ વિદેશથી મેળવી હતી. ગળથૂથીમાંથી જ સાહિત્ય, સંસ્કૃતિ અને સેવાના સંસ્કાર મેળવનાર કુમારપાળના કાર્યક્ષેત્રનો વ્યાપ વિશાળ અને વૈવિધ્યસભર છે.
સર્જન, વિવેચન, સંશોધન, સંપાદન, અનુવાદ, અધ્યયન-અધ્યાપન વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા હોવા છતાં કુમારપાળ તરુણના તરવરાટથી સામાજિક-સાંસ્કૃતિક ઉત્થાનના નવા નવા પ્રકલ્પો કરવા હંમેશા તત્પર રહે છે.
અનેક એવોર્ડો, ચંદ્રકો, પુરસ્કારો પ્રાપ્ત કરવા છતાં કુમારપાળ દેસાઈને અભિમાન સ્પર્શી શક્યું નથી. ચહેરા પર હંમેશાં સ્નેહાળ સ્મિત અને નાનામાં નાના માણસ સાથે પણ પ્રેમપૂર્વક ઉષ્માપૂર્ણ વ્યવહાર તેમના પ્રસન્ન વ્યક્તિત્વનો અને સાર્થ જીવનશૈલીનો મર્મ પ્રગટ કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org