________________
ઝળહળતાં નક્ષત્રો
૧૦૬૧
છેલ્લા ચારેક વર્ષની સતત માંદગી ક્તાં શાસન સાપેક્ષ કલ્યાણભાવનાથી આત્માઓ ઓતપ્રોત બની રહે, | આર્યસંસ્કૃતિના ઘટકોને છિન્નભિન્ન કરવાની પરદેશીઓની જાળથી આર્યપ્રજા જાગ્રત રહે એ એમની તમન્ના ત્યાંસી | વર્ષની ઉંમરે પણ ત્રેવીસ વર્ષના યુવાન કરતાં પણ વધુ બળવાન અને ક્રિયાશીલ હતી. તથા પ્રકારના શારીરિક કારણે છે. રાત્રે ત્રણ ચાર વાગે પણ ઊભા ઊભા પોતાની સૂક્ષ્મ વિચારધારા કલમ દ્વારા કાગળ પર આલેખતા. બે-ત્રણ જ કલાક ક્યાં ગયા તેની ખબર તે આત્મને પડે નહીં. # પોતે વિશ્વકલ્યાણકાર વિથોપકારી તીર્થકર ભગવંતની પૂજાથી વંચિત ન રહે તે માટે ગૃહમંદિર બનાવી નિત્ય દ્રવ્ય-ભાવ પૂજા ઉલ્લાસથી કરતા.
શાસનના અનેક પ્રશ્નોમાં પોતાના પુણ્યપ્રકર્ષ પ્રમાણે તે તે પૂજ્યોને અને નાયકોને મળી, શક્ય કરી છૂટવામાં કદી પાછી પાની કરી નથી. અમદાવાદના સંમેલન વખતે પૂજ્યો વચ્ચેનો એક તાર ઊભો કરવા અને શ્રમણપ્રધાન શાસનની અડીખમ પદ્ધતિનું રક્ષણ કરવા નાદુરસ્ત તબિયતે પણ આખી રીત એકલી ટેક્સીમાં પ્રવાસ કરી અમદાવાદપાલિતાણા ખેડ્યું હતું. પણ ભાવી ! રાજકીય કાયદાના હુમલાથી શાસનને રક્ષવા પુના ટુ પાલનપુરાદિ પ્રદેશમાં
સતત મુસાફરી કરી. રાત દિવસના એ યત્ન વખતે, ગૃહસ્થપણામાં સાથે રહી અનુભવ કરેલ. નવ નવ કલાક સુધી જો સતત શાસનના પ્રશ્નોની છણાવટ કરવાની એમની પ્રશાંત તમન્નાનો અનુભવ આજે પણ યાદ આવતા આત્માને છે આનંદ ઉપજાવે છે. | પચાસ પચાસ વર્ષથી મહાશાસન અને આર્યસંસ્કૃતિની શુદ્ધ વિચારધારાને આલેખન અને વક્તવ્યધારાથી વહેતી મૂકતા હોવા છતાં કદી અભિમાનનો અંશ દેખાયો નથી. સહન કરવામાં કંઈ બાકી રાખી નથી. જે જે આદર્શ નિયમો મનથી ધાર્યા તે પૂરા પાળ્યા-આર્થિક આંધી સહન કરીને પણ પાછળના દસ બાર વર્ષોમાં તેમની શાસન સંગત વિચારધારાના પ્રશંસકો અને અનુમોદકો તેમના કૌટુંબિક જેવા બની ગયા હતા, તેથી તે વિચારધારાને સારો સુખકર વેગ મળ્યો.
પોપ ભારતમાં આવ્યા ત્યારે તેમના સૌરાષ્ટ્રમાં થયેલા વક્તવ્યો અને હકીકતભર્યા તેમના તારથી ભલભલા સાક્ષરો અને અગ્રગણ્યો આશ્ચર્યસહ આનંદિત બન્યા હતા. રાષ્ટ્રપતિને તેમણે કરેલો લાંબો તાર ખરેખર મનનીય છે અને અભ્યાસ કરવા યોગ્ય છે. શ્રી જૈનશાસનના સંરક્ષણ અંગે કોર્ટમાં ચાલતા કેસોમાં એમની જુબાનીએ સુંદર |
સાધકભાવ ભજવ્યો છે. ચીન અને ભારતના યુદ્ધ વખતે એમના દર્શાવેલા એશિયન પ્રજા માટેના વિચારો આજે * આદર ઉપજાવે છે.
અનાદિ અનંત કુદરતના શુદ્ધ ગણિતરૂપ સર્વજ્ઞ સર્વદર્શી શ્રી તીર્થંકર પરમાત્માના મહાશાસનને અને છે તેના પ્રાથમિક રૂપમાં અનાદિથી પ્રસર પામી રહેલ આર્ય સંસ્કૃતિને પ્રજા પાસે મૂકવામાં, રક્ષવામાં, આ પ્રચારવામાં જેનું સારુંય જીવન વ્યતીત થયું, તેવા એક સુસ્થિત-સૂક્ષ્મ વિચારક-પ્રશાંત સાક્ષર આત્માનો જે દેહવિલય સમાધિપૂર્વક થયો, પણ તે આત્માનો અક્ષરદેહ આજે પણ જીવંત છે. પાંચ હજાર જેવા અપ્રસિદ્ધ 2. નિબંધો તો હજુ અનામત સુરક્ષિત છે. મહાસંસ્કૃતિના આવા ઉપાસક આત્માનો ક્ષયોપશમ આગળના # ભવોમાં જલ્દી સુજાગૃત બને એ પ્રાયઃ સ્વાભાવિક છે. તે દ્વારા સ્વપર આત્મકલ્યાણ સાધક બની, અતિ છે અલ્પભવોમાં મુક્તિગામી બનો એ જ અભિલાષા.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org