________________
૧૦૫૪
જિન શાસનના
ગુરુભકત શ્રી રાજેન્દ્રભાઈ દલાલ
શ્રી રાજેન્દ્રભાઈ દલાલનું નામ આજે માત્ર સિકન્દ્રાબાદમાં જ નહીં, ભારતભરમાં જ નહીં, પણ અમેરિકાના નગરનગરમાં ઝળહળ જ્યોતની જેમ પ્રકાશી રહ્યું છે.
એમના પ્રથમ પરિચયે જ પ્રતીત થાય છે. એમનું સાત્ત્વિક છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વ જોતાં જ આપણા હૃદયમાં પડઘો પડે કે આ વ્યક્તિની આસપાસ ધર્મ-પ્રભાવનાનું આભામંડળ રચાયું છે. અહીં પુણ્યશાળી અને પાવનકારી પ્રવૃત્તિઓનો પ્રતાપ ઝળહળે છે. આ પ્રતાપી વ્યક્તિમત્તા નવ ખંડ ધરતી અને સાત સમુદ્રો પાર પોતાનો પ્રભાવ પાથર્યા વગર નહીં રહે, સૂર્યકિરણો જેમ સકલ વિશ્વમાં વ્યાપી વળશે. અહીં પુણ્યકાર્ય કરવા માટે જ જેઓ જન્મ લેતા હોય છે, રાજેન્દ્રભાઈ એમાંના જીવ છે. નહીતર, જન્મભૂમિ અમદાવાદ, કર્મભૂમિ સિકન્દ્રાબાદ અને શાસનપ્રભાવક કાર્યોની ભવ્ય હારમાળા ભારતભરમાં અને છેક અમેરિકા સુધી પ્રસરે એવું ના બને. માતા જાસુદબહેન અને પિતા અમૃતલાલભાઈને બાળવયે અમદાવાદના આંગણે રમતા રાજેન્દ્રભાઈને જોઈને એવી કલ્પના નહીં હોય, પણ સંસ્કારી માતાપિતાને ત્યાં જન્મ મળવો એ પણ મોટું સભાગ્ય છે. બીજરૂપ સંસ્કાર હોય તો જ સમર્થ ગુરુકૃપાનું સિંચન થાય અને તો જ આગળ જતાં એ બીજ અનેક શાખા-પ્રશાખા ફેલાવી શકે. રાજેન્દ્રભાઈમાં એવી પાત્રતા જોવા મળે છે. અમદાવાદમાં શિક્ષણ લઈને તેઓ યુવાનવયે બેંગ્લોર અને સિકન્દ્રાબાદને પોતાની કર્મભૂમિ બનાવે છે અને જોતજોતામાં રિદ્ધિ-સિદ્ધિનાં શિખરો સર કરે છે. તીવ્ર બુદ્ધિમતા, સમર્થ સંકલ્પશક્તિ, અડગ આત્મવિશ્વાસ, પ્રચંડ કાર્યશીલતા, અદમ્ય ઉત્સાહ અભય સાહસિકતાને લીધે તેઓ સિકન્દ્રાબાદમાં કાપડ બજારના અગ્રણી વેપારી તરીકે પ્રતિષ્ઠિત થઈ શક્યા છે. મિલનસાર સ્વભાવ અને હસમુખા વ્યવહારથી તેઓ આબાલવૃદ્ધ સૌમાં આદરપાત્ર રહ્યા છે. ધંધાકીય સૂઝ-સમજ અને અથાક પરિશ્રમના ફળસ્વરૂપે તેઓ
આજે અનેક દુકાનો-શો રૂમોની માલિકી ધરાવે છે. માત્ર આંધ્રપ્રદેશમાં જ નહીં, પણ પ્રીમિયર મિલન–કોઈમ્બતૂર અને અરવિંદ જિન્સ ગારમેન્ટ જેવી કંપનીઓ સાથે સંકળાયેલા છે. હાલમાં એમના સુપુત્રો-સુનીલભાઈ અને સંઘેશભાઈ આ કારોબાર વિકસાવી રહ્યા છે, જ્યારે રાજેન્દ્રભાઈ તો વર્ષોથી શાસનસેવાને સમર્પિત છે.
મનુષ્યજીવનની સાર્થકતા માત્ર ભૌતિક સંપત્તિમાં જ નથી એવું રાજેન્દ્રભાઈ યુવાનવયે સમજી ગયા હોય એમ લાગે છે. જીવનમાં પ્રેમ કરતાં શ્રેયને, સ્થૂળ કરતાં સૂમને, લૌકિક સમૃદ્ધિ કરતાં અલૌકિક આત્મશ્રીને અનોખું સ્થાન છે. માતા-પિતા તરફથી યોગ્ય સંસ્કારો મળ્યા હોય, સહધર્મચારિણીનો સદાય સહકાર સાંપડ્યો હોય, પણ કોઈ બડભાગીને જ પ્રતાપી ગુરુની અમી દૃષ્ટિનો સંયોગ સાંપડે છે. રાજેન્દ્રભાઈ એવા ધન્યભાગી છે. ૩૦ વર્ષની યુવાનવયે રાજેન્દ્રભાઈને ભક્તામર સ્તોત્રપાઠી તીર્થપ્રભાવક ગુરુભગવંત શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.નાં દર્શન થાય છે અને તેઓ ગુરુભક્તિમાં તલ્લીન થાય છે. પૂ. ગુરુદેવ પણ રાજેન્દ્રભાઈમાં નવી ચેતનાનો શક્તિપાત કરે છે. એમના જીવનમાં શાસનભક્તિની જ્યોત પ્રગટે છે. એમને જીવનનું સાચું રહસ્ય સમજાય છે, જીવનનું સારસર્વસ્વ સમજાય છે અને શાસનકાર્યોમાં સમર્પિત ભાવ જાગે છે અને કુશળ વેપારી, ધનાઢ્ય શ્રાવક રાજેન્દ્રભાઈ સંયમશીલ, વિવેકી, સાત્ત્વિક, સદ્ભાવી, નમ્રસેવક તરીકેની ઓળખ રચે છે અને જોતજોતાંમાં જેમ સિકન્દ્રાબાદની કાપડ બજારના અગ્રેસર બન્યા હતા, તેમ જિનશાસનનાં અનેક તીર્થસ્થાનોના અને અનેકવિધ પ્રવૃત્તિઓના અગ્રણી બની રહે છે. કહેવું જોઈએ કે આ ઓળખ રાજેન્દ્રભાઈની ખરી પરિચાયક બની રહે છે. પાયો મજબૂત અને વિશાળ હોય તો તેના પર ઊંચું શિખરબંધ મંદિર નિર્મિત થઈ શકે છે, એમ આચાર્યભગવંત પૂ. શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજની કૃપાદૃષ્ટિથી રાજેન્દ્રભાઈનું જીવન | દિનપ્રતિદિન વિકાસ પામે છે. એમાં એ શિખર પર સંઘયાત્રાનાં આયોજનો ધજાકીર્તિગાથાના યશોગાન સમાન ફરફરી રહ્યાં છે.
પરમ શાસનપ્રભાવક પૂ. દાદાગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટશિષ્યરત્નોની નિશ્રામાં મહાન પદયાત્રાનું આચાર્યદેવ શ્રી વિક્રમસૂરીશ્વર મ.સા.ની સાલ હતી ૧૯૭૧, વિ.સં. ૨૦૨૭ યાત્રાનો પટ પથરાયો હતો.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org