________________
ઝળહળતાં નક્ષત્રો
૧૦૪૯
પોતાના કરેલા કામની અન્ય પાસેથી એક અક્ષર જેટલી પણ કદર કે પ્રશંસાની આશા કે અપેક્ષા નહીં'—આ એમનું વ્રત છે. વિરલા પાળી શકે–એવું આ વ્રત છે.
વર્ષો પહેલાં ૨૬મી જાન્યુઆરીએ પ્રચંડ ભૂકંપ થયો અને કચ્છમાં સવિશેષ નુકશાન થયું ત્યારે કુમારપાળ ત્યાં દોડી ગયા. આ નવું ન હતું. તેઓ ઠેઠ બાંગ્લાદેશમાં શરણાર્થીઓની છાવણીમાં આમ જ દોડી ગયા હતા અને કામ પૂરું પાડ્યું હતું. અરે! આંધનું વાવાઝોડું હોય કે પૂર હોય, લાતુરનો ધરતીકંપ હોય; કુમારપાળ ત્યાં દોડ્યા જ છે! વળી એમના કામમાં આંધળી દોટ પણ ન હોય. પૂરેપૂરી ચોક્કસાઈથી જોવેતપાસે–પ્લાન બનાવે પછી જ કામે વળગે. વિ.સં. ૨૦૪૧થી ત્રણ વર્ષ ચાલેલા ગુજરાતના દુષ્કાળમાં, તેઓનાં કેટલ-કેમ્પ જેવાં કામ જોઈ ગુજરાત સરકાર પણ, મોંમાં આંગળાં નાખી ગઈ! આ વ્યવસ્થા, આવી ચોક્કસાઈ, આવા હિસાબ-કિતાબ બીજે જોવા ન મળે. આવાં અનેક કામો આવ્યાં અને તેઓએ કર્યા, પાર પાડ્યાં. જેવું કાર્ય પૂરું થયું, કારણ ગયું કે,-બસ, પછી તેની વાત જ નહીં. આવું તેમનું જીવન છે. આવો તેમનો જીવનમંત્ર છે.
પાલનપુરના અમારા ચોમાસા પછી, તેઓ પરિચયમાં આવેલા. એકવાર, પ્રસિદ્ધ ગઝલકાર ‘શૂન્ય' પાલનપુરીના ચેલા મુસાફિર પાલનપુરી સાથે વાતો કરતાં, કુમારપાળ વિ. શાહના વ્યક્તિત્વની વાત થઈ. તેમના ગુણોથી કવિ ખૂબ પ્રભાવિત થયા. મેં કહ્યું, “આ બધી વાતો ગીતોમાં ગૂંથી શકાય તો જોજો. મનમાં ઊગે તો ગીત રચજો અને”, મારા આશ્ચર્ય વચ્ચે તેમણે એક જ રાતમાં, આ સરસ ગીતની રચના કરી. એના શબ્દો અને પંક્તિઓ સહજ જ સ્ફરેલાં દેખાયાં. આ ગીત સાથે બેસીને ગાયું.
સાધ્વીજી મણિપ્રભાશ્રીજીએ આ ગીત માંગ્યું. તેમના સાધ્વીજીએ એક જુદા જ રાગમાં, ભાવવાહી સ્વરે ગાયું. એ સાંભળતાં જ હૈયામાં અહોભાવની ભરતી ઊછળી.
હાં! તો હવે આપણે, આ ગીતના ભાવને અનુસરી, વાગોળવાનો શુભારંભ કરીએઃ
“હૈયામાં ગુંજે છે હરદમ, પ્રેમનો મનહર પાવો, ફરી-ફરી આ માતગુર્જરી, કુમારપાળ જન્માવો'. મન મૂકીને વહેંચ્યો જેણે, અરિહંતનો લહાવો, ‘ફરી-ફરી આ માત ગુર્જરી, કુમારપાળ જન્માવો”
ચોગમ નાદ ગજવીએ પ્યારા, પ્રેમથી આવો આવો,
ફરી-ફરી આ માતગુર્જરી, કુમારપાળ જન્માવો.” ૧ જન્મ ધર્યો, ગુર્જર મૈયાની, ગોદ વિજાપુર ગામે, પ્રબળ–નિયતિ, અંગુલી ઝાલી, લઈ ગઈ મુંબઈ ધામે; ધર્મલાભનું ભાથું, આબુ-અચળગઢે જઈ પામે, વાટ નીરખતી ઊભી હતી, ત્યાં, કૈંક સિદ્ધિઓ સામે. વિરલ પ્રતિભા, વિરલ વિચારો, વિરલ હૃદયના ભાવો, ફરી-ફરી આ માતગુર્જરી, કુમારપાળ જન્માવો.” ૨
કવિ મુસાફિરે, કુમારપાળભાઈને જોઈને પ્રેમનો મનોહર પાવો હૈયામાં ગુંજતો સાંભળ્યો અને એમાંથી નાદ પ્રગટ્યો કે, હે ગુર્જરમાતા! આવા કુમારપાળને આ પૃથ્વીના પર પર ફરી ફરી અવતારો. અમે બધા પ્યારા મિત્રો, તેને “આવો આવો”ના આવકારવચનથી આવકારવા થનગની રહ્યા છીએ!
- કુમારપાળભાઈનો જન્મ, ઉત્તર ગુજરાતના પ્રાચીન ગામ વિજાપુરમાં થયેલો છે. ત્યાંથી, કાળક્રમે તેઓ, ભાઈઓ અને કુટુંબની સાથે મુંબઈ જઈને વસ્યા. માતા-પિતાના સ્નેહસિંચનથી ધર્મના સંસ્કાર પામ્યા. સાધુમહારાજોનો સંપર્ક અને ગાઢ-પરિચય પણ થતો રહ્યો. એ અરસામાં આચાર્ય મહારાજ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના હૈયામાં જૈન બાળકો અને યુવાનોને ધર્મસન્મુખ કરવાના પ્રબળ સંકલ્પના પ્રભાવે, એક ઉનાળામાં વેકેશનમાં, આબુ-અચળગઢ ઉપર શિક્ષણશિબિર રાખવામાં આવી. પંન્યાસ શ્રી ભાનુવિજયજી મહારાજ આ શિબિરમાં જૈન ધર્મના હાર્દ અને મર્મ કુશળતાથી શીખવાડતા.
“સંવત બે હજાર, સત્તરે, ધોમ ધખત ઉનાળે, કાળ, મહા-વિકરાળ બન્યો ત્યાં, અચળગઢ એ કાળે; આંધી કેરો દૈત્ય ભયંકર, ઢીમ અડીખમ ઢાળે, થરથર થરથર કંપે જીવો, કોઈ કશું નવ ભાળે. પ્રાણ હણે યમરાજ બનીને, વાયુનાં તોફાનો, છત ઊડી, ઘર-છપ્પર ઊડ્યાં, ઊડ્યાં ભવ્ય મકાનો.-૩ “ગભરુ-શિષ્યોએ જઈ લીધું, ગુરુવાત્સલ્યનું શરણું, જેમ શિકારીથી બચવાને, આશ્રય શોધે હરણું; કહે ગુરુવર : “એક જ છે, બસ! આજે પાર ઊતરણું, શ્રેષ્ઠ કોઈ સંકલ્પ થકી, આ તાંડવ થાશે તરણું. કોણ છે એવો ઝીલે જે, મુજ બોલ સમયના કોપે, કોઈ પુનીત સંકલ્પ તણું, જે બીજ હૃદયમાં શોધે.-૪
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org