________________
૧૦૨૬
જિન શાસનનાં
3ધર્મ-ભક્તિમાં શ્રદ્ધાસંપSી શ્રાવકો
વિદૂષી પૂ.સા.શ્રી પ્રિયવંદાશ્રીજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.સા.શ્રી પડાયશાશ્રીજી મ.સા.
તથGE
જૈનદર્શનમાં આત્માની ભક્તિ વધારનારા જે કેટલાક શ્રદ્ધાસંપન્ન શ્રાવકો પ્રસિદ્ધિ પામ્યા છે, જેમની દેણગી અને દિલની અમીરાત સૌને પ્રેરણારૂપ બન્યા છે, જેમની ધર્મપરાયણતા, કર્તવ્યપરાયણતા અને વ્યવહારકુશળતા ખરેખર અનુમોદનીય બન્યા છે.
સંસારની અસારતા, વિષયોની વિષમતા અને આત્માની નિયતા સંબંધેની ઊંડી સમજણ જે શ્રાવક પરિવારોમાં જોવા મળી, જેમના જીવનબાગમાં સરળતા, વૈરાગ્યતા અને ઉદારતા જેવા સદ્ગુણો જોવા મળ્યા જ્યાં દાનધર્મનો મહાસાગર ઘુઘવાટા કરતો નીહાળ્યો એવા પોતાના ધર્મસંપન્ન સંસારી પરિવારજનોની શાશ્વતી સુગંધનો પરિચય કરાવે છે તપસ્વી પૂ.સા.શ્રી પદ્મયશાશ્રીજી મ.સા. - નિરંતર ગુરુચરણે રહીને આત્મસાધનામાં હંમેશા લીન બની | રહેનારા કરોડો મંત્રજાપના આરાધક, સરળસ્વભાવી, જીવદયાપ્રેમી અને આ ગ્રંથ સંપાદકને વર્ષોથી અનુગ્રહના મંગલમેઘ વરસાવી આશીર્વાદ આપતા રહેલા પૂ.સા.શ્રી પધયશાશ્રીજી મ.સા. અરધી સદી પહેલા ઝાલાવાડના ધ્રાંગધ્રા શહેરમાં સંયમજીવન સ્વીકારી સાધ્વાચારનું ઉત્તમોત્તમ પાલન કરી રહ્યાં છે. અષાઢ-સુદી પાંચમ પૂજ્યશ્રીનો દીક્ષા દિવસ છે. અનેક પ્રકારી અસહ્ય બિમારી સમતાભાવે સહન કરતા હોવા છતાં મનન, ચિંતન, વાંચન, લેખન વગેરેમાં અદ્ભુત ફુર્તિ જોવા મળે છે. ગુજરાતના અનેક શહેરો મોરબી, વાંકાનેર, જેતપુર, વિંછીયા, ચિત્તલ, અમરેલી, પાલિતાણા, છાપરીયાળી, ભાવનગર, સમઢીયાળા, ખાખરેચી મુજપુર, રામપરા વગેરેમાં પૂજ્યશ્રીના ભક્તગણની બહુ મોટી સંખ્યા છે. અબોલ જીવો માટે ઘાસ પાણીની સતત ચિંતા સેવીને નિરંતર પ્રેરણા આપતા રહ્યાં છે.
જૈન મંદિરો, ઉપાશ્રયો, ગૌશાળાઓ અને શ્રત સાહિત્યને સમૃદ્ધ કરવામાં પોતાના સંસારી પરિવારમાંથી આજસુધીમાં લાખો રૂપિયાના દાન અપાવ્યા છે. અનેકો વૈરાગ્યના રંગે રંગાયા છે. શાસનપ્રભાવનાનો બ યશ પરમાત્માના અનુગ્રહને સોંપી દીધો છે. જ્યાં જ્યાં પ્રભાવક કાર્યો થતાં જોયાં ત્યાં ત્યાં મન મૂકીને વરસ્યા છે. આ ગ્રંથ સંપાદકને પૂજ્યશ્રીએ ઘણું જ પ્રેરણાબળ આપ્યું છે.
પૂ. સાધ્વીજી મ.નો કંઠ પણ મધુર છે. શ્રી સીમંધરસ્વામીનું ૧૫૦ ગાથાનું તેમ જ ૩૫૦ ગાથાનું સ્તવન, સમકિતના સડસઠ બોલની સજઝાય અર્થસહિત, દ્રવ્ય-ગુણપર્યાયનો રાસ તેમ જ આનંદઘનજીની યશોવિજયજી, માનવિજયજીની, દેવચંદ્રજીની ચોવીશીઓ પણ અર્થસહિત કરેલી છે. જ્ઞાનની સાથે-સાથે તેની ભૂ પગરણ માંડ્યાં વિના તેઓ રહી શક્યાં નથી. અાઈ-નવાઈ-અગિયાર ઉપવાસ, વીશસ્થાનક તપ, વર્ધમાનતપની ઓળી, નવપદજીની ઓળી, કર્મસૂદનતપ, પરદેશીરાજાનાં છઠ્ઠ, રતનપાવડીનાં છઠ, દીપાવલી તપ, એકમાસી તપ, દોઢ માસી તપ, નાનો-મોટો પખવાસો, બીજ, પંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ જેવી પર્વતિથિઓની આરાધના સહ
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org