________________
ઝળહળતાં નક્ષત્રો
નગપુરા પાર્શ્વતીર્થના મહાનિર્માણની ગાથા આજે એક ઇતિહાસ બની ગઈ છે. યુગો આવશે—જશે, સમય સાથે આપણા સૌની નશ્વર કાયા એક દિવસ અનંતમાં વિલીન થઈ જશે, પરંતુ નગપુરામાં પ્રભુ પાર્શ્વનાથનું આ નવઅવતરિત તીર્થ, ‘મણિ’જીનો અજાયબ ઉપહાર, સમયને પડકારતું રહેશે. ‘મણિ’જી વિષે હું જ્યારે વિચારું છું ત્યારે મારી આંખો સમક્ષ એક સાધારણ દેખાતા માણસની અંદર છુપાયેલ અસાધારણ વ્યક્તિત્વ ઊભરી આવે છે. તેઓ પ્રભુ પાર્શ્વનાથના આરાધક તો છે જ, સાથોસાથ સત્ય, અહિંસા અને શાકાહારના સમર્થક પણ છે. એમને પોતાના દેશ, સમાજ, પ્રાદેશિકતા અને માનવમનોવિજ્ઞાનની ઊંડી સમજ છે. પત્રકારત્વમાં પ્રવીણ રાવલમલજીએ હિન્દી, રાજનીતિશાસ્ત્ર અને મનોવિજ્ઞાનમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે, સાથે સાથે સાહિત્યરત્ન, ન્યાય—વ્યાકરણ, શાસ્ત્રીય વિધિવાચસ્પતિ જેવી શ્રમસાધ્ય પદવીઓ દીવાલો પર ટીંગાડવા માટે નહીં પણ જ્ઞાનને જીવનમાં
ઉતારવા અને લોકોમાં વહેંચવા મેળવી છે. જેમને કોઈ રસ્તો જડતો નથી એવા લોકો માટે ‘મણિ’જી નિઃશંક પ્રેરણાપુંજ અને પ્રકાશ-સ્તંભ છે. એમણે પોતાના સંપર્કમાં આવેલાં અનેક સાધનવિહોણાં લોકોને સર્જનાત્મક સ્વપ્નોને પૂરાં કરવામાં મદદ કરી છે. નિર્ધન વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને શિક્ષણ મેળવવાનો પ્રશંસા—યોગ્ય ઉપાય કર્યો છે. બેકારોને લાયકાત મુજબ રોજગાર માટે પાકો બંદોબસ્ત કર્યો છે.
રાવલમલજીની અંદરનું કંઈક સાર્થક, સર્જનાત્મક, સમાજોપયોગી કામ કરતા રહેવાનું ઝનૂન એમને નિરાંતે સૂવા નથી દેતું. પાર્શ્વતીર્થના મુખ્ય વ્યવસ્થાપક ટ્રસ્ટી તરીકે ત્યાંની વિશદ વ્યવસ્થા સતત સંભાળવાનાં કામમાં જે દક્ષતા, વ્યવસ્થાકૌશલ્ય અને પારદર્શકતા સાથે સમતોલન સાધવાની જરૂર પડે છે એ જરાય સરળ નથી. પ્રશ્ન થાય છે કે આ ઉંમરમાંય આટલું બધું એક સાથે સફળતાપૂર્વક કરી શકવાની શક્તિ તેઓ કેવી રીતે પ્રાપ્ત કરે છે? એનું રહસ્ય એમની નિયમિત દિનચર્યામાં રહેલું છે. ધ્યાન અને જપની અનિવાર્ય નિત્ય પ્રક્રિયાની સાથોસાથ ધર્માનુક્રમ આહાર-વિહાર, વ્યવહાર તથા સમ્યક, સંતુલિત, સંયમિત જીવનચર્યા જ મણિજીના જાદુઈ વ્યક્તિત્વને સંચાલિત કરે છે.
આજે નાગપુરાના જે પાર્શ્વતીર્થની કીર્તિગાથા ગાતાં લોકો થાકતાં નથી, ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલાં આ નિર્માણ માટે ગામવાળાંઓના પ્રબળ વિરોધનો સામનો પણ એમણે એકલાએ
Jain Education Intemational
૧૦૪૧
કર્યો છે. ઠંડી, ગરમી, વરસાદ, રાત-દિવસ જોયા વગર પાગલની જેમ મંડી રહ્યા. પ્રભુ પાર્શ્વતીર્થનું ઝળહળતું શિખર એમના એ જ પાગલપણાનું પરિણામ છે. આજ સફળતાની બુલંદ મંઝિલો એમનાં કદમ ચૂમે છે, પરંતુ એનું જરાય
અભિમાન નથી.
રાવલમલજીનો જન્મ ૧૯૩૮ની ચોથી ફેબ્રુઆરીના રોજ દુર્ગ જિલ્લાના પરસબોડ ગામમાં થયો હતો. એ સમયે છત્તીસગઢ સમાચાર' પત્રના માધ્યમથી મણિજી પત્રકારત્વના ક્ષેત્રમાં સંઘર્ષ કરી રહ્યા હતા.
આજે નગપુરાના ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થ ધાર્મિક કેન્દ્ર જ નથી, સામાજિક-સાંસ્કૃતિક તેમ જ સ્વાસ્થ્ય સંબંધી પ્રવૃત્તિઓનું રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્રાન્તિ-કેન્દ્ર બની ગયું છે. એમના માર્ગદર્શન અને સંરક્ષણમાં આસપાસનાં પચાસેક ગામ પોતાનું ભવિષ્ય સુધારી રહ્યાં છે. પાર્શ્વતીર્થ સાથે સંલગ્નિત શ્રી લબ્ધિસૂરિ ફાઉન્ડેશન છે. એ સાહિત્ય સમાજસેવા સંસ્થાન છે,
જેના દ્વારા છત્તીસગઢ અને આસપાસના કેટલાય પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને દરવર્ષે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ શ્રી લબ્ધિસૂરિ ફાઉન્ડેશનના વ્યવસ્થાપક ટ્રસ્ટી મણિજી છે.
રાવલમલજીની અદ્ભુત યોગ્યતા, ક્ષમતા અને સ્વાભાવિક વ્યવસ્થાશક્તિ જોતાં દેશની અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓએ આગ્રહપૂર્વક પદો આપ્યાં છે. રાવલમલજી, છત્તીસગઢના તુલસીમાનસ સેવા ટ્રસ્ટના વ્યવસ્થાપક ટ્રસ્ટી, શ્રી સુભાષચંદ્ર બોઝ-સ્મૃતિ ટ્રસ્ટના ટ્રસ્ટી, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ-છત્તીસગઢ, શ્રી આત્માનંદ જૈન સભા–છત્તીસગઢ, ૐશાંતિ આરોગ્યમ્–છત્તીસગઢ, અખિલ ભારતીય પ્રાકૃતિક અને યોગવિજ્ઞાન સંસ્થાન-મુંબઈ, અખિલ ભારતીય દુગ્ગડ સંમેલન–કોલકાત્તા, રાષ્ટ્રીય સેવા ન્યાસ–અમદાવાદ, બાપુ સેવા ટ્રસ્ટ-અમદાવાદ, ગ્રામીણ સ્વાસ્થ્યવિકાસ કાર્યક્રમ-છત્તીસગઢ વગેરે સંસ્થાઓના સમ્માનિત અધ્યક્ષ છે. આ ઉપરાંત શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના ચૂંટાયેલા પ્રતિનિધિની જવાબદારી વહન કરી રહ્યા છે. મણિજી આ તમામ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિષ્કામ કર્મયોગીની જેમ નિભાવી રહ્યા છે.
જીવન સંસારરૂપી વૃક્ષની ડાળી પર ખીલેલું ફૂલ છે તો સાહિત્ય એ જ ફૂલની ઊડતી અને ફેલાઈ જતી સુગંધ છે. મણિજીએ પોતાના સાર્થક સાહિત્યલેખનથી આ સુગંધમાં વધારો કર્યો છે. અત્યાર સુધીમાં ‘મણિ’જીએ સાત કાવ્યસંગ્રહો, ચાર
For Private & Personal Use Only
www.jainelibrary.org