________________
૧૦૪૬
ગુજરાતી પ્રગતિ સમાજ, ૧૨. ટ્રસ્ટી : શ્રી પાર્શ્વનાથ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ-(બનારસ ઉ.પ્ર.), ૧૩. ટ્રસ્ટી શ્રી અંજાર ખરતર ગચ્છ જૈનસંઘ-અંજાર (કચ્છ-ગુજરાત), ૧૪. કમિટીમેમ્બર : શ્રી મહાવીર આરાધના કેન્દ્ર-કોબા (ગુજરાત), ૧૫. ઉપપ્રમુખ શ્રી દક્ષિણભારતીય કચ્છી ગુર્જર જૈન સમાજ, ૧૬. ઉપપ્રમુખ તથા ટ્રસ્ટી : શ્રી ઓમ શાંતિ ટ્રસ્ટ-પાલિતાણા અને ઇરોડ, ૧૭. ટ્રસ્ટી શ્રી વર્ધમાન જૈન ભોજનાલયઅંજાર, ૧૮. ટ્રસ્ટી : શ્રી નાગેશ્વરી જૈન દાદાવાડી (ઉન્ડેલ), ૧૯. પ્રતિનિધિ : શ્રી શેઠ આણંદજી કલ્યાણજી પેઢીઅમદાવાદના ૨૫ વર્ષથી કર્ણાટક પ્રાન્તીય પ્રતિનિધિ, ૨૦, મેમ્બર : ગવર્નિંગ બોર્ડ, અખિલ ભારત તીર્થરક્ષા સમિતિઅમદાવાદ-મુંબઈ.
વાત્સલ્ય પ્રેમી દાંમ્પત્ય જીવન
રવિભાઈની સેવાપયોગી પ્રવૃત્તિઓની સફળતા પાછળ તેમનાં ધર્મપત્ની સુશીલાબહેનનું યોગદાન ઘણું જ મોટું છે. ૬૦ વર્ષના તેમના સુખી દામ્પત્યજીવનનો યશ રવિભાઈ સુશીલાબહેનને આપે છે. સુશીલાબહેનની સૂઝ, સમજ અને વ્યવહાર, કુશળતા એ રવિભાઈને તેમના વ્યવહારની ચિંતા થવા દીધી નથી. તેમણે તેમને બધાથી મુક્ત રાખ્યા છે, જેથી તેઓ નિશ્ચિતપણે કાર્ય કરી શક્યા છે. સુશીલાબહેન એક આદર્શ આર્યનારી છે. સદા રવિભાઈનો પડછાયો બની પોતાના જીવનને સમર્પણ કરી સાચા અર્થમાં સહધર્મચારિણી બની દામ્પત્ય જીવન શોભાવ્યું છે. બોલવાનું નહીં અને હસતા રહેવું તે તેમનો સ્વભાવ છે. “હું જે કંઈ કરી શક્યો છું અને કરી રહ્યો છું તેમાં સુશીલાનો ફાળો ઘણો મોટો છે.” જીવનમાં ૬૫-૬૫ વર્ષથી પર્યુષણમાં અટ્ટાઈ કરતાં સુશીલાબહેન તપસ્વી
પણ છે.
અનેક આચાર્ય ભગવંતોના જેમને આશીર્વાદ સાંપડ્યા છે તે રવિભાઈ પારેખ એટલે કે બેંગલોરની અનેક સંસ્થાઓના સ્થાપક તથા આધારસ્તંભ, જૈન સમાજના અગ્રગણ્ય નેતા, દક્ષિણ ભારતની અનેક ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક તથા તબીબી સંસ્થાઓના સૂત્રધાર, પીઢ કર્મશીલ પ્રબળ પુરુષાર્થની ગૌરવગાથા. આવા બહુમુખી પ્રતિભાસંપન્ન, સાદા સરળ અને ચેતનાના હાર્દ સમા શ્રી રવિભાઈ પારેખ હમણા જ થોડા સમય પહેલા સ્વર્ગવાસી બન્યા. ખૂબ જ યશકીર્તિ મેળવી ગયા.
Jain Education International
જિન શાસનનાં
સૂચિત ગ્રંથના આધારસ્તંભ
શ્રી મનહરભાઈ શિવલાલભાઈ પારેખ
(મનુભાઈ પારેખ)-બેંગ્લોર માત્ર વેપારવાણિજ્ય કે ઉદ્યોગના ક્ષેત્રે જ નહીં પણ સમાજજીવનના વિવિધ ક્ષેત્રોમાંના વિશાળ પટ ઉપર બહોળા વૈવિધ્યનો મબલખ ફાળો આપતા રહીને જન્મભૂમિને સત્ત્વસમૃદ્ધ
પોતાની
કરવા કાજે પ્રશંસનીય કૌશલ્ય દાખવનાર
કાઠીયાવાડી આ વિણક મનહરભાઈ પારેખ ખાનદાની અને ખુમારીના ખમીરને દીપાવે એવા સદ્ગુણો અને પ્રતિભાસર્જક આગવું વ્યક્તિત્વ ધરાવે છે.
એમની આગવી વહિવટી કુશળતા અને અનુભવ સંપન્નતાએ તેમને બેંગલોરના એક આગેવાન અને ગૌરવશાળી ઉદ્યોગપતિ બનાવ્યા છે. તેમના જીવનમાં કર્મયોગ સાથે સેવાની ઉચ્ચ ભાવનાનો અદ્ભુત સમન્વય પણ જોવા મળે છે.
ભારતવર્ષ એટલે સંસ્કૃતિ- પ્રધાન દેશ. જે દેશમાં ગરવી ગુજરાતની સુવર્ણમય સૌરાષ્ટ્રની ધન્ય ધરા પર ઘૂમરાતી એ ભોમકાની રજેરજ પણ ધર્મભાવનાયુક્ત ભાવિકો રહેતા હોય તેવા મોહમયી ગામ રોહીશાળામાં મહા મહિનાની કડકડતી ઠંડી વસંતઋતુની વસંતપંચમીના શુભદિવસે શુભસમયે ઈ.સ. ૧૯૪૪ની જાન્યુઆરી માસની છવ્વીસમી તારીખે પૂ. માતુશ્રી કમળાબહેનની કુક્ષિએ સુપુત્રનો જન્મ થયો. તેનું નામ મનહરભાઈ રાખવામાં આવ્યું.
પૂ. પિતાશ્રી શિવલાલભાઈ અને માતાએ તેમજ દાદા શ્રી લલ્લુભાઈએ ધાર્મિક સંસ્કારનાં બીજ રોપ્યાં તેમના દાદાશ્રી તથા પિતાશ્રી શાળામાં હેડમાસ્તર હતા તેથી ગામમાં તેઓની સુંદર છાપ હતી. તેમના પરિવારનાં બાળકોને પ્રેરણાબળ અને માર્ગદર્શન નાનપણથી સદાચારમય જીવનનું સુંદર સુઘડ ઘડતરનાં બીજની વાવણી કરી સ્નેહ, પ્રેમ, સદ્ગુણોરૂપી
For Private & Personal Use Only
www.jainelibrary.org