________________
ઝળહળતાં નક્ષત્રો
પ્રાપ્ત થતું હોય છે. ‘ઓલ ઇન્ડિયા જૈન શ્વેતાંબર કોન્ફરન્સ', ‘ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠ', ‘મહાવીર જૈન વિદ્યાલય', ગુજરાત મહાજન પાંજરાપોળ', ‘ગૌશાળા ફેડરેશન', ભગવાન મહાવીર મેમોરિઅલ સમિતિ' અને ‘ભારત સરસ્વતી મંદિર સંસદ-માંગરોળ' જેવાં અનેક સંસ્થાનના પ્રમુખ તરીકેની તેઓ જવાબદારી વહન કરી રહ્યા છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ જૈન એકેડેમી’, ‘એમ.એસ.જે. તીર્થરક્ષા ટ્રસ્ટ', ‘શેઠ આણંદજી કલ્યાણજી પેઢી’, ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ', ‘અહિંસા–ઇન્ટરનેશનલ’, ‘અખિલ હિન્દ કૃષિ ગૌસેવા સંઘ' જેવી પચાસેક સેવાસંસ્થાઓમાં–ટ્રસ્ટમાં હાલના સમયે પણ ભૂતપૂર્વ પ્રમુખ તરીકે કે ટ્રસ્ટી તરીકે તેઓ સેવાઓ આપે છે. તેમની આવી અહર્નિશ સેવાવૃત્તિ અને તેમની નિરંતર સેવાપ્રવૃત્તિ, અનેકને માટે બહુ મોટો આદર્શ પૂરો પાડે છે. પોતે દાતા હોવું અને અનેક ટ્રસ્ટોના માધ્યમથી એમની સેવાપ્રવૃત્તિમાં સમયદાન, વિચારદાન અને આર્થિક અનુદાન અર્પતાં રહેવું એ એમનો આગવો ગુણ છે. પરિવારજનોની સેવાકીય પ્રતિબદ્ધતા :
દીપચંદભાઈએ બાલ્યાવસ્થામાં જ પિતાનો આધાર ગુમાવેલો, પણ પછી જાણે કે પોતે જ માત્ર પોતાનો નહીં સમગ્ર સમાજનો આધાર બની શકે એવા સમર્થ અને શક્તિશાળી બન્યા! પોતે સંચિત કરેલ દ્રવ્યનો નિજી સુખસુવિધાઓ માટે કે મોજશોખમાં—આનંદપ્રમોદમાં વિનિયોગ કરવાને બદલે સમાજને મદદરૂપ થવાની માન્યતા ધારણ કરી. સ્વનો નહીં પણ સર્વનો વિચાર કરનારા બન્યા. તેમની ચિંતા અને ચિંતન સમાજાભિમુખ રહ્યાં. તેમનાં સંતાનોએ ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કર્યો, એટલું જ નહીં પણ પિતાના પગલે ઉજ્જવળ કારકિર્દી પણ આરંભી. તેમના બન્ને સુપુત્રો ડૉ. રશ્મિકાન્તભાઈ (જી.વાય.એમ.ઈ.સી.)ની પદવી પ્રાપ્ત કરીને અમેરિકામાં પ્રેક્ટિસરત છે. બીજા પુત્ર હસમુખભાઈ સોલિસિટર છે અને દુબઈમાં પ્રેક્ટિસ કરે છે. પુત્રો, પુત્રવધૂઓ, પૌત્રો, પૌત્રીઓનું કુટુંબવૃક્ષ પિતા દીપચંદભાઈની દાનવીર પ્રવૃત્તિને પોષક અને પ્રોત્સાહક રહ્યું છે. એમના પરિવારને દાનશીલ પ્રવૃત્તિ અને સેવાકાર્યોમાં તેઓ સહજ રીતે સાંકળી શક્યા એ તેમના પારસમણિ સમાન વ્યક્તિત્વનું જીવંત ઉદાહરણ છે.
પરિવારની સંપત્તિમાંથી અનેક ટ્રસ્ટોની રચના કરીને સેવાકીય પ્રવૃત્તિના ફલકને તેમણે વિસ્તાર્યું છે. કુટુંબનાં
Jain Education Intemational
૧૦૩૫
પરિવારજનો પણ એમનાં વિવિધ ટ્રસ્ટો જેવાં કે (૧) શ્રી દીપચંદભાઈ ગાર્ડી ચેરિટેબલ ટ્રસ્ટ (૨) શ્રી દીપચંદભાઈ ગાર્ડી સોશ્યલ એન્ડ રિલિજિસ ચેરિટેબલ ટ્રસ્ટ (૩) શ્રી દીપચંદભાઈ ગાર્ડી રૂરલ એન્ડ એનિમલ પ્રોટેક્શન ડેવલપમેન્ટ ટ્રસ્ટ (૪) સંસ્કૃતિદીપ ફાઉન્ડેશન (પ) શ્રીમતી રુક્ષ્મણીબહેન ગાર્ડી ચેરિટેબલ ટ્રસ્ટ (૬) શ્રીમતી રુક્ષ્મણીબહેન ગાર્ડી ફાઉન્ડેશન, જેવાં સેવાકીય પ્રવૃત્તિનાં ટ્રસ્ટો દ્વારા સમાજમાં શિક્ષણક્ષેત્રે, આરોગ્યલક્ષી, જીવદયાલક્ષી, આપત્તિલક્ષી અને નિરાધારલક્ષી સેવાકીય પ્રવૃત્તિ અવિરતપણે ચાલે છે.
રાજકોટમાં એમનું નાગરિકસમ્માન તો અવર્ણનીય પ્રસંગ હતો. મહાવીર માર્ગના અનેક સંઘ, ફીરકાઓ, સાધુભગવંતોએ એમનાં સમ્માન કરેલાં છે. દેશમાં તેઓએ રાષ્ટ્રીય અતિથિનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જગદ્ગુરુ શંકરાચાર્ય, પ્રમુખસ્વામી જેવા સાધુ-સંતોએ આશિષ વરસાવી છે. ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ અને પોપ પોલ જેવા ખ્રિસ્તી ધર્મના ટોચના સંતે પણ તેમને સમ્માનિત કરેલા છે. ભારતના શ્રેષ્ઠ સંતો પાંડુરંગ આઠવલે, મોરારિબાપુ, રમેશભાઈ ઓઝા વગેરેના આશીર્વાદરૂપી અનેક એવોર્ડથી વિભૂષિત દીપચંદભાઈ ભારતીય મહાજનપરંપરાના તેજસ્વી વારસદાર તરીકે ઉદાહત થયા છે. તેઓ સાચા અર્થમાં ભારતના સાંસ્કૃતિક રાજદૂત છે. જાતને ઘસી નાખનારા દધીચિ-પરંપરાના તેઓ અનુસંધાનરૂપ છે. તેમના માટે કહેવાય છે કે તેઓ દાન કરવા માટે દાન નથી કરતા પણ પ્રાચીન ભારતની કર્ણ અને બલિ રાજાની દાનપરંપરા આજે પણ જીવંત છે.
દીપચંદભાઈના પ્રથમ પ્રારંભિક અનુદાનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનમાં જૈન એકેડેમી' અને ‘ભારતીય સાહિત્ય સંસ્કૃતિ સંસ્થાન’ના નિર્માણ પામેલ નૂતન ભવન દિનાંક : ૧૯-૭-૧૯૯૮ના રોજ તેમના હસ્તે ખુલ્લું મુકાયેલ.
આયુષ્યના દશમા દાયકામાં પ્રવેશેલા દીપચંદભાઈ પંચાણું વર્ષની ઉંમરે પણ સ્વસ્થ અને સેવાસભર બનેલા જોવા એ સમકાલીન સમાજને માટે એક મોટું સંભારણું બની રહેશે. આવા નખશિખ શીલભદ્ર શ્રેષ્ઠી અને સંસ્કૃતિના રખેવાળ દીપચંદભાઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડી.લિટ.ની માનદ્ પદવી એનાયત કરે એ માત્ર ગુજરાતની જ નહીં, પરન્તુ સમગ્ર ભારતની એક સાંસ્કૃતિક ઘટના છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org