________________
૧૦૩૬
માનવસેવાના મશાલચી ઉદારચિરત દાનવીર : અનેક સંસ્થાઓના પ્રેરક અને માર્ગદર્શક
શ્રી ગૌતમભાઈ ચિમનલાલ શાહ ધન્યભાગી પિતાશ્રી
શ્રી ચિમનભાઈ પી. શાહ ચુસ્ત ગાંધીવાદી, તેજસ્વી બુદ્ધિપ્રભા ધરાવતા પ્રખર સ્વાતંત્ર્યસેનાની, કર્તવ્યનિષ્ઠ સમાજસેવક અને માનવતાવાદી અભિયાનમાં દાન–પરોપકાર વગેરે સેવાઓમાં હંમેશાં સમર્પિત
હતા. શ્રી ગૌતમભાઈને આવા કેટલાક વિશિષ્ઠ સદ્ગુણો પિતા પાસેથી વારસામાં મળ્યા. પિતાશ્રી રાજકીય અગ્રણી અને સામાજિક નેતા હતા. નગરપાલિકાના પ્રથમ પ્રમુખ હતા અને ઘાટકોપર મુંબઈ કોંગ્રેસ કમિટીના વર્ષો સુધી પ્રમુખ તરીકે સેવા બજાવી. પરિવારને જીવતર જીવવાની જડીબુટ્ટી બતાવી ૧૯૪૭માં આઝાદી મળ્યા પછી તેમણે બધાજ હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપી પૂરો સમય જરૂરિયાતમંદ–ગરીબોની સામાજિક સેવામાં આપવાનો દૃઢ સંકલ્પ કર્યો અને તે રીતે અમલમાં મૂક્યો. તેમની ઊંડી દેશદાઝ અને વ્યવહારપટુતાને લીધે તેમના વ્યક્તિત્વની આગવી પ્રતિભા અંકિત થતી રહી. ધનસંપત્તિના સ્વામી બનવા છતાં સંપત્તિનો આડંબર આ પરિવારમાં જોવા ન મળ્યો. તેમના મોટાભાઈ શ્રી મગનભાઈ પોપટલાલ શાહના ટ્રસ્ટ અને પરિવારના દાનથી ઘાટકોપરમાં વિશાળ સર્વોદય હોસ્પિટલની સ્થાપના થઈ, જ્યાં અત્યંત રાહતદરે મેડિકલ સેવા પૂરી પાડવામાં આવે છે, જે સંપૂર્ણપણે માનવતાની બુનિયાદને વરેલી છે. ધર્મ, જ્ઞાતિ, રાય કે શંક કોઈપણ જાતના ભેદભાવ વિના બધી જ સામાજિક સેવા પૂરી પાડવામાં આવે છે. અન્ય માનવીય અને આધ્યાત્મિક પ્રવૃતિઓનું પણ સુંદર આયોજન થયેલું છે. હોસ્પિટલની વિશાળ જગ્યામાં જૈન તથા હિન્દુ મંદિર, ચર્ચ, મસ્જિદ, ગુરુદ્વારા અને સ્વામિનારાયણ મંદિરનાં સંકુલો ઊભાં થવાથી સર્વધર્મ સમભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ઉપરાંત શિરમોર સમી હોસ્પિટલના પ્રાંગણમાં સેકંડો માણસોને સમાવી શકાય તેવા વિશાળ
Jain Education International
જિન શાસનનાં
કોમ્યુનિટી હોલનું પણ નિર્માણ થયેલ છે.
આજસુધી આ સંકુલની દેખરેખ અને સારસંભાળ શ્રી
ગૌતમભાઈના પિતરાઈ શ્રી કાન્તિભાઈ સંભાળતા પણ કાન્તિભાઈના સ્વર્ગવાસ પછી શ્રી કુસુમબહેન કાન્તિભાઈ શ્રીમતી ક્ષમાબહેન અને તેમનાં કુટુંબીજનો આ ભારે મોટી જવાબદારી વહન કરી રહ્યાં છે.
પિતાશ્રીએ સેવાધર્મની ઊભી કરેલ પગદંડી ઉપર ચાલીને પિતાના આદર્શો અને સિદ્ધાંતોને અનુસરીને અમદાવાદમાં સર્વોદય પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટની ઉમદા આશય સાથે સ્થાપના કરી, જેને સમાજમાં સારો આવકાર મળ્યો.
આ ટ્રસ્ટની સમાજસેવા પ્રવૃત્તિઓ ખરેખર નોંધનીય છે. જરૂરિયાતવાળા ગરીબ પરિવારોને દવા, અનાજ, બિમારોને આર્થિક સહાય તથા ઓપરેશન વગેરેમાં મદદરૂપ બને છે. આ ટ્રસ્ટ દ્વારા લોકહિતાર્થનાં અનેક કાર્યો ઉપરાંત આ ટ્રસ્ટે કરુણા ટ્રસ્ટ અને શંખેશ્વરતીર્થને રોટરી ઇન્ટરનેશનલ દ્વારા મોડર્ન એમ્બ્યુલન્સ પણ અર્પણ કરેલ છે, જે પ્રશંસાપાત્ર છે.
બિમાર જૈન સાધુ–સાધ્વીઓની વૈયાવચ્ચ ભાવથી અમદાવાદમાં વૈયાવચ્ચ ઉપાશ્રય કર્યો. આવાસ અને જ્યાં દવાની પણ વ્યવસ્થા થાય છે. આ છે માનવચેતનાની સાચી સુગંધ. હાલમાં ત્યાં પ. પૂ. સાધ્વીજી મહારાજ સાહેબો બિરાજમાન છે.
ઉત્તર ગુજરાતના વડાલીમાં પ.પૂ. શ્રી આનંદઘનજી મ.સા.ની પ્રેરણા અને સમાજની સહાયથી ૨૦૦૦ વર્ષમાં જૂની જૈન પ્રતિમાઓ જે સુંદર આરસમાં જમીનમાં દટાયેલી હતી તે બહાર કઢાવી મંદિરમાં પુનઃ સ્થાપન કરાવવાનું ભગીરથ આયોજન પણ હાથ ધર્યું અને આજે વટપલ્લી પાસે ખૂબ જ સુંદર દેરાસર બધી સગવડો સાથે ખૂબ જ જાણીતું બન્યું છે.
શ્રી ગૌતમભાઈ કાયદો અને ન્યાયના પણ ચુસ્ત હિમાયતી છે. આ હેતુ સાથે જરૂરિયાતમંદને ન્યાય અપાવવા હાઇકોર્ટની કાયદાકીય સેવા સમિતિના સભ્ય બન્યા અને ગુજરાત રાજ્ય લિગલ લિટરસી મિશનના પબ્લિક રિલેશન પાંખના કન્વીનર (સંગઠક) બન્યા. તેમણે અમદાવાદ, મુંબઈ અને સુરતમાં ડી.આર.ટી.ના ઘણા કેઇસીઝનું સફળ સંચાલન
For Private & Personal Use Only
www.jainelibrary.org