________________
૧૦૨૮
જિન શાસનનાં
નરેન્દ્રકુમાર ધારશીભાઈ મહેતા
મહેતા સાહેબથી અઢારે આલમ ઓળખે. માતાધીરજબેન, પિતા-ધારશીભાઈ, મૂળ વતન ખારચીયા (વાકુંના) જિ. જૂનાગઢ.
ત્રણ ભાઈઓ ત્રણ બહેનો. નરેન્દ્રકુમાર ત્રીજો નંબર. બચપણથી અનેક ક્ષેત્રોમાં આજીવન સેવા આપી રહ્યા છે. જીવદયાના પ્રેમી પશુ-પંખીની સેવાના ભેખધારી પરમાત્માની ભક્તિ, સંતોની અનન્ય સેવા કરનાર મહેતા નરેન્દ્રભાઈ (ઉર્ફે બટુકભાઈ) નામ નાનું કામ ઘણું જ મોટું.
જેતપુર (કાઠીનું) સંઘના સેવાભાવી ને જૂનાગઢ, ધોરાજી, ઉપલેટા, ચિત્તલ, અમરેલી, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, મોરબી, ભાવનગર, પાલિતાણા, અમદાવાદ નાની- મોટી પાંજરાપોળના સેવા સહયોગી નરેન્દ્રભાઈને આશીર્વાદ
આદર્શ શ્રાવિકા હરકુંવરબહેન જન્મભૂમિ : જેતપુર, જૂનાગઢ પાસે. કર્મભૂમિ : અમરેલી
સૌરાષ્ટ્ર દેશનું વાણિજ્ય–વેપારથી ધમધમતું અમરેલી શહેર. મહેતા હરગોવિંદદાસ શામજીભાઈ, હુલામણા નામે બાબુભાઈથી ઓળખાય. સાદા-ગંભીરઅનુભવી-પીઢ-જૈન-જૈનેતરના આદરપાત્ર. અમરેલીમાં પ્રતિષ્ઠિત જૈન વણિક કુટુંબમાં જન્મ થયો હતો અને સને ૧૯૭૬ની ૨૦મી નવેમ્બર-૬૮ વર્ષની વયે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં, શાંત સ્વસ્થ ચિત્તે, કુટુંબના સર્વ સભ્યોની હાજરીમાં વિદાય લઈ, અંતિમ શ્વાસ લીધા
ધર્મપત્ની શ્રીમતી હરકુંવરબહેનને ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં, તપશ્ચર્યા, જાપ વ. કરવામાં, તેઓની હંમેશાં સંમતિ રહેતી અને સહકાર આપતાં. ધાર્મિક પ્રવૃત્તિ, સમાજનાં જીવનમાં સાદાઈ તેમજ પોતાની જરૂરીયાત બહુજ ઓછી હતી. નાની ઉંમરે પિતાશ્રીના ધંધામાં જોડાયા હતા અને સતત ૫૦-૫૦ વર્ષ સુધી સફળતાપૂર્વક સંચાલન કરી–વેપારની લાંબી કારકિર્દીમાં તેઓશ્રી અમરેલીમાં જ નહીં-પરંતુ આજુબાજુનાં ગામોમાં પણ અગ્રેસર રહ્યા હતા. આજે પણ તેઓના પુત્રોએ પિતાશ્રીનો વ્યવસાય ચાલુ રાખીને–તેઓનું નામ જીવંત રાખેલ છે. નાનામોટા વેપારીઓ, ખેડૂતવર્ગને સદાય માર્ગદર્શક, નબળા અને ગરીબના બેલી, કુટુંબ અને સમાજના દરેક પ્રત્યે પ્રેમ અને આત્મીયતા સમજપૂર્વક અને દીર્ઘદૃષ્ટિપૂર્વક કાર્યો કરવાની પદ્ધતિ–વ. ગુણોને લીધે તેઓ પ્રથમ હરોળના વેપારી અને કુટુંબ સમાજના વડા તરીકે સફળ રહ્યા હતા. ગમે તેવી ખરાબવિષમ પરિસ્થિતિઓમાં અડગ અને નીડર રહી શકતા હતા અને પરિસ્થિતિ એવી સફળતાપૂર્વક પાર કરી દેતા.
ધર્મના રંગે રંગાયેલાં પત્ની હરકુંવરબહેન : જન્મથી માતાએ ગળથુથીમાં સંસ્કારનું સિંચન કરેલ. લગ્નગ્રંથિથી જોડાયાં-સંસાર રથ ચલાવતાં સાત પુત્રો અને એક પુત્રીને જન્મ આપેલ. એક શીલવતી નારી–આદર્શ શ્રાવિકા તરીકે જીવન જીવી રહ્યાં છે.
હરકુંવરબહેનના જીવનમાં શ્રાવકનાં બાર વ્રત, ઉપધાન તપ, શ્રી શત્રુંજય તીર્થમાં ચાતુર્માસ, પાંચસો આયંબિલ, દરેક પર્વતિથિ-અઠ્ઠાઈ તપ, વીસ સ્થાનક તપ, વરસી તપ, વર્ધમાન તપજપ તેમજ લાખોની સંખ્યામાં નવકારાદિ મંત્રનો જાપ કરેલ. તપજપ-ત્યાગ જીવનમાં અદ્વિતીય છે. સમ્યગદર્શનની પ્રાપ્તિ માટે કચ્છ, કાઠિયાવાડ, સોરઠ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મારવાડ, મેવાડ, મધ્યપ્રદેશ, બિહાર, સમેતશિખરાદિની પંચતીર્થની સ્પર્શના કરી જીવનને ધન્ય બનાવેલ છે. જૈફ ઉંમરે પણ આવશ્યક વિધિ-પરમાત્માની અષ્ટ દ્રવ્યથી પૂજા-ગુરુભક્તિ, વૈિયાવચ્ચે પણ અજોડ, સુપાત્રદાન ધર્મારાધના સુંદર કરે છે સાત પુત્રો પૈકી છ પુત્રો વિનયી, સંસ્કારી, કોઈપણ જાતનાં વ્યસન નહીં; જીવન સાદાં-સ્વભાવે સરલ-સાતેય ક્ષેત્રોમાં પોતાના દ્રવ્યનો સુંદર ઉપયોગ કરી રહ્યા છે. શ્રાવકને યોગ્ય અદકેરું જીવન જીવી રહ્યાં. માતા-પિતાની ભક્તિ અદ્દભુત કરે છે. કોઈપણ ક્ષેત્રે તન-મનધનનો ભોગ આપવા અડીખમ ઊભા રહે છે.
પુત્રી વિજયાબહેન પણ એવાં જ સુશીલ-ગુણિયલ છે. સમાજમાં, સંઘમાં આ કુટુંબનો માન-મરતબો સારો છે પરમાત્માની કૃપા ગુરુવર્યોના આશીર્વાદ વરસતા રહે! ધર્મારાધનાના પ્રભાવે કલ્યાણને પામે.
હતા.
શાંત, સરળ અને સૌમ્ય સ્વભાવનાં સ્વામી, અને વહીવટી સૂઝ ધરાવનાર એવા શ્રી મહેતા ત્યાગ અને મોક્ષની સાધના માટેમહામંત્ર નમસ્કારનું રટણ, જાપ અવારનવાર કરતા હતા. તેઓનાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org