________________
3
ઝળહળતાં નક્ષત્રો
કુવાનું પાણી ખારું હતું તે મીઠું બની ગયું. આમ સંયમ સ્વીકારની પ્રથમ ક્ષણથી જ કોઈ એમના વૈરાગ્યનો–સાધનાનો અજોડ પ્રભાવ ષટ્કાયના જીવોને આપેલ અભયદાનથી એ જીવો પણ હર્ષિત થઈ ગયા.
દીક્ષા બાદ હીરાબહેનનું નામ સા. હેમન્તશ્રીજી, મેનાબહેનનું નામ સા. મૃગાંકશ્રીજી અને ગુરુદેવ ઉત્તમશ્રીજી બન્યા. દીક્ષાના પ્રથમ દિવસથી જ ‘સમય’ગોયમ મા પમાયએ'....ભગવાનના આ સૂત્રને જીવનમાં વણી દીધું. કોઈપણ પ્રવૃત્તિ આત્મજાગૃતિ અને જયણાપૂર્વક જ કરે. અષ્ટપ્રવચનમાતા હૃદયમાં એવી તો આત્મસાત્ કરેલ કે મુહપતિનો ઉપયોગ પ્રાયઃ ચૂક્યા નથી. ખૂબ જ અલ્પભાષી
રાતના તો ઠીક દિવસે પણ અંધકારના સ્થાનમાં દંડાસન વગર જવાનું ક્યારેય બન્યું નથી. કોઈ પણ વસ્તુની લે–મૂકમાં જયણા અરે! રાત્રિના ઉંઘમાં પણ સંથારામાં પડખું ફેરવતી વખતે રજોહરણથી પ્રમાર્જન ચૂક્યા નથી અને આખા જીવનમાં પડેલા આ સંસ્કારોએ અંતિમ સમયની અસહ્ય વ્યાધિમાં પણ એ જ જાગૃતિ. અણગાર બની ગુરુના એવા અંતેવાસી બન્યા કે જેથી એમના આંખ અને અંતરમાં વસેલ. ગુરુ ભ.ના વચનોને તો મંત્રાક્ષર તુલ્ય જ માનતા. સ્વીકારતા જ્ઞાન-ધ્યાન-જાપ સાથે તપ, તેમ જ ૧૬ ઉપવાસ જેવો દીર્ઘ તપ પણ જીવનમાં અણહારી પદના આસ્વાદ માટે કરેલ. તેમજ મિષ્ટાન્નફરસાણ–તળેલું, મેવો—ફૂટ આ બધું દીક્ષા બાદ આજીવન ત્યાગ કરેલ. પગના બોલના ઓપ વખતે પૂજ્યશ્રીની અનુજ્ઞાથી પરાણે આગ્રહપૂર્વક એક જ વાર વપરાવતા. આંખમાંથી અશ્રુધારા અને અંતરવ્યથા જોતાં જ સામેથી આશ્રિતોને ના પાડવી પડી. દીક્ષા દેવી સરળ છે પણ દીક્ષા દીધા પછી પાછળની જવાબદારી જાગૃતપણે અદા કરી યોગક્ષેમપૂર્વક તેને કેમ સંયમમાં આગળ વધારવા તેની સતત ચિંતા જીવમાત્ર પ્રત્યે કરુણાભાવનિસ્પૃહતા, વડીલો પ્રત્યે પૂજ્યભાવ, નાનાઓ પ્રત્યે વાત્સલ્યભાવ આ ત્રિવેણીસંગમથી જીવન દીપતું હતું. પ્રતિકૂળતામાં પ્રસન્નતાની ઝલક તેમના જીવનમાંથી ક્યારેય ખસી નથી. સમતા, સરળતા, સ્થિરતા, ગંભીરતા, આશ્રિતોના ઢગલાબંધ અવગુણોને ભૂગર્ભમાં સમાવી દેવાની તેમની તાકાત હતી. તેમની એક આંખમાં પ્રીતિ અને એક આંખમાં ભીતિ હતી.
છેલ્લે કેન્સરની અસહ્ય બિમારીમાં પણ તેમની સ્વાધ્યાય-ત્યાગ–અપ્રમત્તતા અદ્ભુત. અસુઝતું ન લેવું પડે તેના ખૂબ જ આગ્રહી. તેમણે સમાધિમાં મસ્ત બની જીવનમાં ક્યારેય
Jain Education Intemational
કાયાની માયા-કીર્તિની કામના કરી નથી. જીવનના છેલ્લા શ્વાસ સુધી નવકારમંત્રની ધૂન. જીવનમાં રોજના માટે પાડેલા નવકારના સંસ્કાર રોજ ૫૦ માળા બાંધી તથા ૮ કરોડ અરિહંત પદનો જાપ. આના કારણે જીભે નવકાર અને અરિહંતનો જ ઉચ્ચાર રણકતો હતો.
અંતે સં. ૨૦૫૬ ફા.સુ.૧૧ના સવારના આઠ વાગ્યાથી પુદ્ગલનો સંગ જાણે તૂટતો હોય તેમ ધીમે ધીમે લગભગ ૧૦-૧૦ મિનિટે તેમનો આત્મારૂપી હંસ દેહરૂપી પિંજરને છોડીને સહુને રડતા મૂકીને પરલોકના પંથે પ્રયાણ કરી ગયો ત્યારે પણ લગભગ આખા સંઘની હાજરી. મોટેથી નવકારની ધુન. અત્યારે તેમના દર્શન દુર્લભ બની ગયા પણ તેમની ગુણગંગામાં અનેક ભવ્યાત્માઓ પાન કરી રહ્યા છે અને ભાવિમાં પણ કરશે.
આમ
બસ અમારા નિર્યામક–શિરછત્ર-તારણહાર એકાએક ચાલ્યા જતાં અમે નાથ વિહોણા બન્યા છીએ. પણ ગુરુદેવ! આપ જ્યાં હો ત્યાંથી અમને અંતરના એક જ આશિષ વરસાવજો કે આપના આદર્શો એ જ અમારા જીવનની મૂડી બની રહે. તેમનો સંયમભૂત....સાધનાભૂત આત્મા જ્યાં હોય ત્યાં પરમશાંતિને પામે એ જ.....પૂ.સા. હેમંતશ્રીજી મ.સા. ના રજરેણુ સા. હિમાંશુશ્રીજી મ. આદિ ઠાણા ૩૨ની કોટીશઃ વંદના.
સૌજન્ય : પૂ.સા.શ્રી હેમકલાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી કપાળીદાસની પોળની બહેનો તરફથી, શાહપુર-અમદાવાદ
પૂ.સા.શ્રી સુવર્ણપ્રભાશ્રીજી
(૫. બા મહારાજ)
જન્મ : વિ.સં. ૧૯૮૩ લોદી
(રાજસ્થાન)
૧૦૨૧
માતા : કેસરબહેન મિશ્રીમલજી વૈદ
પિતા : મિશ્રીમલજી વૈદ (પૂ. મુનિશ્રી કમલવિજયજી મ.)
સંસારી નામ : રતનબહેન
ભાઈ : નથમલજી વૈદ (પૂ.
મુનિશ્રી
કલહંસવિજયજી
મ.)
For Private & Personal Use Only
www.jainelibrary.org