________________
૧૦૨૨
પતિ : અક્ષયરાજજી લુક્કડ (પૂ.આ.શ્રી કલાપૂર્ણસૂરિજી મ.) પુત્ર : જ્ઞાનચંદજી (પૂ.આ.શ્રી કલાપ્રભસૂરિજી મ.)
આસકરણજી (પૂ.પં.શ્રી કલ્પતરુવિજયજી મ.) દીક્ષા : વિ.સં. ૨૦૧0 વૈશાખ સુદ-૧૦ ફલોદી (રાજસ્થાન) વડી દીક્ષા : વિ.સં. ૨૦૧૧ વૈશાખ સુદ-૭ રાધનપુર (ગુજરાત) ગુરુજી : પૂ.આ.શ્રી લાવણ્યશ્રીજીનાં શિષ્યા પૂ.સા.શ્રી
સુનંદાશ્રીજી મ. શિષ્યા : પાંચ મુખ્ય રસ : પ્રભુ ભક્તિ, જાપ, કાયોત્સર્ગ વગેરે. કાળધર્મ : વિ.સં. ૨૦૫૮, વૈશાખ સુદ-૧૩, ભરૂચ (ગુજરાત)
પોતાની સાધના અને પોતાનું કામ જાતે જ કરતા રહીને સ્વયં ગુપ્ત રહીને એમણે જે મહાન કાર્ય કર્યું છે તે અદ્ભુત છે. રાજસ્થાનના ફલોદીમાં લક્ષ્મીલાલજી વૈદ પરિવારમાં પુત્ર મિશ્રીમલજી તેમના લગ્ન કેસરબેન સાથે થયેલા તેમને ત્યાં વિ.સં. ૧૯૮૩માં જન્મેલા રતનબેન તે જ આ પૂ. બા મહારાજ. તે વખતના રિવાજ મુજબ ૧૪ વર્ષની વયે તેમના લગ્ન વિ.સં. ૧૯૯૬માં થઈ ગયેલા.
લગ્ન પછી ત્રણ ચાર વર્ષ બાદ રાજનાંદગાંવ (છત્તીસગઢ) આવવાનું થયું. પ્રથમ બે અઢી વર્ષ પિતાજીએ નોકરી કરી પછી સોના-ચાંદીના વેપારમાં ઝુકાવ્યું પણ ફાવટ ન આવી. સારું એવું દેવું થયું. ધંધામાં ચડતી-પડતી આવતી રહી પણ ધર્મનિષ્ઠ બા મહારાજની સરળતા, સાદગી અને સંતોષથી પરિવારમાં સૌને આનંદિત રાખતા. પિતાજીની માફક પૂ. બા પણ દરરોજ બે ટાઈમ પ્રતિક્રમણ, સામાયિક, જાપ, રાત્રિભોજન ત્યાગ, કંદમૂળ ત્યાગ વગેરે ધર્મના પ્રાથમિક નિયમોનું ચૂસ્તપણે અવશ્ય પાલન કરતા.
સમય જતાં પિતાજી અત્યંત વૈરાગ્યવાસિત બની એકલાજ દીક્ષા લેવા માટે તલપાપડ બની ગયેલા તે વખતે પૂ. બાએ મક્કમતાથી કહ્યું કે “તમે દીક્ષા લેશો પછી પાછળ અમારા સૌનું શું ? અમને પણ તૈયાર કરો હું તો તૈયાર છું જ....પણ બન્ને પુત્રોને પણ તૈયાર કરીએ....એમના ભાવી માટે એક જ શ્રેષ્ઠ માર્ગ છે. યોગાનુયોગ એ જ અરસામાં ફલોદીમાં પૂ. કનકસૂરિજી મહારાજનો પત્ર મળ્યો. પૂ.સા.શ્રી સુનંદાશ્રીજી મ.ને ગુરુણી બનાવવા વગેરે આ બધો ઘટનાક્રમ ઝડપથી બનતો રહ્યો. દીક્ષા પછી નામ સા.શ્રી સુવર્ણપ્રભાશ્રીજી અભ્યાસ સાથે ગુરુસેવામાં તત્પર રહ્યા, ગુરુને સંતોષ અને
જિન શાસનનાં પ્રસન્નતા રહે તેમ રહેવું એજ લક્ષ્ય સાથે આધ્યાત્મિક પ્રગતિ સાધતા રહ્યાં.
માતુશ્રીની દીક્ષા પુત્રોની દીક્ષા સાથે જ થઈ. (વિ.સં. ૨૦૧૦) ત્યારથી માંડીને ૨૦૫૮ સુધીના ૪૮ વર્ષના લાંબા પર્યાયમાં પિતા મહારાજ (કલાપૂર્ણસૂરિજી મ.) સાથે કેટલો સમય વાત થઈ હશે બધા સમયનો સરવાળો કરીએ તો પણ પૂરી ૪૮ મિનિટ પણ નહીં ! આખા સંયમજીવનનો અપ્રમત્તદશાનોકાળ અંતર્મુહૂર્તનો હોય તેમ આ પણ આટલો જ હતો.
પૂ. બા મહારાજનું તપોમય જીવન ખૂબ જ પ્રેરક હતું. તેમણે કરેલા તપઃ માસક્ષમણ, ૧૬ ઉપવાસ, અઠ્ઠાઈ, વર્ધમાન તપ, નવપદ તપ, ચત્તારિ અટ્ટદસ દોય તપ, સિદ્ધિ તપ આ બધા તપો કદાચિલ્ક તપ કહેવાય પણ એ સિવાય દીક્ષા પછી લગભગ ૨૫ વર્ષ સુધી નિત્ય એકાસણા કરેલા. છેલ્લા આઠદસ વર્ષોથી મીઠાઈ, ફરસાણ, સૂકોમેવો, ફુટ, રોટલી વગેરે બંધ હતું. શારીરિક સ્થિતિ પણ ભારે ખોરાક માટે પ્રતિકૂળ જ હતી. ખાવાપીવાની કોઈ લાલસા કે આતુરતા જોવા નથી મળી.
જીવનના દરેક પ્રસંગમાં ઇચ્છા નિરોધ વણાયેલો ખાસ જોવા મળતો, નામનાની કામના પણ ક્યારેય રાખી નહોતી. પોતે આવા મહાન આચાર્યના સ્વજન છે તેવું વિચારીને ક્યારેય તેઓ આડંબરપૂર્વક વર્યા નહોતા, સાદગીપૂર્વક જ રહેતા. પ્રભુભક્તિનો રસ પણ તેમણે સારો કેળવ્યો હતો. દેરાસરમાં દરરોજ દેવવંદન, ચૈત્યવંદન કર્યા પછી જ એકથી દોઢ કલાક જાપ કરવાનો તે પહેલા પચ્ચખાણ ક્યારેય નહિ જ પારવાના એવો તેમને દઢ નિયમ ગમે તે સંજોગોમાં પણ અખંડપણે જળવાઈ રહ્યો. સ્થિરતામાં તો આવો નિયમ સહેલાઈથી પાળી શકાય પણ ૨૦-૨૫ કિલોમીટરનો વિહાર હોય ત્યારે પણ આ ક્રમ ક્યારેય ચૂકતા નહોતા. તેમની આરાધનાનું સાતત્ય એ જ સફળતા આપનારું હતું. વડીલો પ્રત્યે શ્રદ્ધાપૂર્વક વ્યવહાર હતો. તેમ સહવર્તીઓ સાથે પણ પ્રેમપૂર્વકનો અને આશ્રિતો પ્રત્યે વાત્સલ્યપૂર્વકનો તેમનો વ્યવહાર સાચે જ નેત્રદીપક હતો.
અઢળક ગુણોના માલિક પૂ. બા મહારાજને પૂરી રીતે વર્ણવી શકાય તેમ નથી. પૂજ્યશ્રીને ભાવભીની વંદના.
સૌજન્ય : પૂ.આ.શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ.સા. આદિની નિશ્રામાં માતુશ્રી વિઝઈબેન મેઘજી ચરલા, શ્રીમતી ભાનુબેન ખેતશી મેઘજી ચરલા પરિવાર આયોજિત ચાતુમસ પ્રસંગે
પાલિતાણા. વિ.સં. ૨૦૬૭
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org