________________
૧૦૦૮
કચ્છ-વાગડ સમુદાયના (કનક-દેવેન્દ્ર કલાપૂર્ણસૂરિ સમુદાય) સ્વ. પૂ.સા. નીતિશ્રીજી
ભારતની પશ્ચિમ સરહદનું (પાકિસ્તાન સાથે) ગરવી ગુજરાતનું પાંચ હજારની વસ્તીવાળું એક શહેર. નામ એનું થરાદ. ઇતિહાસપ્રસિદ્ધ કુમારપાળ–સમકાલીન પરમશ્રાદ્ધવર્ય શ્રી આભુ સંઘવીની જન્મભૂમિ. ૧૫ જેટલા જિનાલયો અને ૭૦૦ જેટલા જૈન ઘરોથી શોભતું! વિ.સં. ૧૦૧માં ભિન્નમાલથી આવેલા થીરપાળ ધરૂના હાથે આ નગરની સ્થાપના થયેલી. તેના નામ પરથી જ આ નગરનું નામ થિરપુર, થરાપદ્ર પડેલું અને વર્તમાનમાં અપભ્રંશ થયેલું તે ‘થરાદ’ તરીકે ઓળખાય છે.
પાંચસો–વોરા ગોત્રીયનું કુટુંબ પણ નગર-સ્થાપનાની સાથે જ અહીં રહેવા આવેલું. એ ગોત્રમાં ૧૦૦ વર્ષ પહેલાં એક નગરશેઠ રહે. નામ : વજેચંદ કેવલચંદ દોશી, પત્ની : નાથીબાઈ. વિ.સં. ૧૯૫૧, પો.સુ. ૨, શનિવા૨ે એમને ત્યાં એક તેજસ્વી પુત્રીરત્નનો જન્મ થયો. નામ આપ્યું ઃ નરભીબાઈ. નરભીબહેનના બીજા પણ ત્રણ ભાઈઓ હતા : લલ્લુભાઈ, પરષોત્તમભાઈ અને મોહનભાઈ.
વિ.સં. ૧૯૬૭માં ૧૬ વર્ષના નરભીબહેનના થરાદમાં જ સરૂપચંદ દલીચંદ વોરા સાથે લગ્ન થયા. પણ બે વર્ષમાં તો પતિદેવનું અવસાન થતાં વૈધવ્ય આવી પડ્યું. સુખમય સંસાર એકાએક છીનવાઈ ગયો. પણ નરભીબહેન એમ હારી જાય તેવા ન્હોતાં. ‘જીવનમાં આવી પડતાં દરેક દુઃખ પાછળ કોઈને કોઈ સુખ છુપાયેલું હોય છે.' એ સૂત્રમાં માનતા નરભીબહેને શોક છોડી ધર્મારાધનામાં મન પરોવી દીધું. અક્ષરજ્ઞાન તો હતું નહીં. (એ વખતે મહિલાઓ લગભગ ભણતી નહીં.) છતાં મુખપાઠથી ધાર્મિક સૂત્રો કંઠસ્થ કરવા માંડ્યા.
એક વખત, કચ્છવાગડદેશોદ્ધારક નિઃસ્પૃહમૂર્તિ પૂજ્ય દાદાશ્રી જીતવિજયજી મ.સા.ના આજ્ઞાવર્તિની પૂ.સા. સુમતિશ્રીજી, પૂ.સા. જિનશ્રીજી આદિ વિહાર કરતા-કરતા થરાદ પધાર્યા. એ સમય હતો વિ.સં. ૧૯૭૫, ફા.સુ. ૯, સોમવાર તા. ૧૦-૩-૧૯૧૯.
વાગડ સમુદાયનાં આ સાધ્વીજીઓ અત્યંત આચારચુસ્ત હતાં. એમની વાણીનો ગામમાં જબરદસ્ત પ્રભાવ પડ્યો. લોકો ધર્મના રંગે રંગાવા માંડ્યા. નરભીબહેન પણ એ પ્રવાહમાં રંગાયા. એક વખત પ્રતિક્રમણ પછી નરભીબહેને સાધ્વીજીને મુખે નરકના ઢાળીયા સાંભળ્યા ને તેના અર્થ જાણ્યા. નરકના
Jain Education International
જિન શાસનનાં
દુ:ખો સાંભળી તેમનો આત્મા કંપી ઊઠ્યો. આખી રાત આ વિચારમાં ઊંઘ ન આવી. સવારે નરકથી બચવાનો ઉપાય પૂછતાં સાધ્વીજીશ્રીએ દીક્ષાનો માર્ગ બતાવ્યો. નરભીબહેને દીક્ષા માટે મનોમન નિર્ણય કરી લીધો. કુટુંબમાં ખળભળાટ મચી ગયો. નરભીબહેનને પિતાજીએ તેના ભાઈ જેટલો જ-ચોથો ભાગ આપવાનું જણાવ્યું, પણ તેમનો વિરક્ત આત્મા જરા પણ ચલાયમાન ના થયો. ઉત્કટ વૈરાગ્યના કારણે પિયર તથા શ્વસુર–બંને પક્ષ તરફથી રજા મળી ગઈ. દીક્ષાનું મુહૂર્ત પણ નીકળી ગયું. એ જ વર્ષે વૈ.સુ. ૧૦, શુક્રવાર, તા. ૯-૫૧૯૧૯ના એમની થરાદમાં જ દીક્ષા થઈ. ઘણા વર્ષો પછી થરાદમાં પહેલી જ દીક્ષા હોવાથી લોકોમાં અપૂર્વ આનંદ હતો. ભવ્ય અષ્ટાનિકા મહોત્સવ ઉજવાયો.
તે વખતે કોઈ મુનિ ભગવંતનો યોગ ન મળવાથી પૂ. દાદાશ્રી જિતવિજયજીની આજ્ઞાથી પૂ.સા. સુમતિશ્રીજીએ જ તેમને સાધ્વીનો વેષ પહેરાવ્યો. નરભીબહેનને નીતિશ્રીજી નામ આપી સા. જિનશ્રીજીના શિષ્યા બનાવ્યાં. ત્યાર પછી ક્રમશઃ દીક્ષા-વડીદીક્ષા થયા. તેમનું પ્રથમ ચાતુર્માસ જૂના ડીસામાં થયું.
૧૮ વર્ષના થયા ત્યાં સુધી નરભીબહેનને લખતાં– વાંચતાં પણ નહોતું આવડતું, પણ દીક્ષાના ભાવ જાગ્યા પછી ધગશપૂર્વક લખતાં-વાંચતાં શીખ્યાં. દીક્ષા લઈને પૂ. ગુરુણીશ્રીજીની સેવા-સુશ્રૂષામાં પોતાનું સંપૂર્ણ જીવન લગાવી દીધું. ગુરુ-કૃપાથી તેમણે નવસ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, સિંદૂરપ્રકર, દશવૈકાલિક આદિ અર્થ-સહિત કંઠસ્થ કર્યું. સંસ્કૃત બે બુક કરી. અનેક સ્તવનો-સજ્ઝાયો વગેરે પણ કંઠસ્થ કરી લીધા. જીવનભર નવું-નવું ભણવાનો ઉદ્યમ ચાલુ રાખ્યો. નવકાર મંત્ર તરફ તેમની રુચિ વિશેષ હતી. તપના પણ ખૂબ જ પ્રેમી હતા. બે અટ્ટાઈ, ૧૦, ૪, ૬, ઉપવાસ, નવપદની ૧૦૮ ઓળી વગેરે તપ કરેલાં. ૭૨ વર્ષની મોટી વયે વર્ધમાન તપનો પાયો નાખી ૯ ઓળી પૂર્ણ કરી. કચ્છ-કાઠિયાવાડ, મારવાડ, ગુજરાત વગેરે અનેક ક્ષેત્રોમાં અનેક તીર્થોની યાત્રા કરી પોતાના સમ્યગ્દર્શનને નિર્મળ બનાવ્યું. શત્રુંજયની બે વખત વિધિપૂર્વક ૯૯ યાત્રા કરી. ૮૪ વર્ષની વયે પણ પર્વના દિવસોએ દૂરના જિનાલયના દર્શનાર્થે જતાં.
એમની મધુર વાણી, મિલનસાર સ્વભાવ, સરળતા, વાત્સલ્ય વગેરે સૌમ્ય ગુણોના કારણે સૌના પ્રીતિપાત્ર બન્યાં. ૭૦ વર્ષના દીર્ઘકાળમાં એમણે નીચેના સ્થળોએ ચાતુર્માસ કર્યા :
For Private & Personal Use Only
www.jainelibrary.org