________________
૧૦૦૦
યુવાનીના આંગણમાં પ્રવેશ પામતાં જ રાગની રાત ત્યાગીને વિરાગના પ્રભાત ભણી ડગ માંડ્યાં. સંયમ સ્વીકારવાનાં સોનેરી સોણલાં સેવવાં માંડ્યા. સૌમ્યમૂર્તિ પ.પૂ. રત્નશ્રીજી મહારાજના સમાગમે પોતાનાં માતુશ્રી સાથે સં. ૧૯૬૭આ મહા સુદ ૧૦ના શુભ દિને પરમ ઉપકારી પૂજ્યવર શ્રી જીતવિજયજીદાદાના વરદ્ હસ્તે દીક્ષા અંગીકાર કરી શ્રી ચતુરશ્રીજી બન્યાં. દીક્ષાદીનથી કર્મો સામે જંગ માંડીને સાધનાનો યજ્ઞ આરંભ્યો. પરિણામે પૂજ્યશ્રીના પાવન જીવનમાં અગણિત ગુણોની ગંગા વહી રહી. સંયમના સારભૂત શ્રદ્ધા-સમર્પણ અને આજ્ઞા પાલનના ગુણોને આત્મસાત્ બનાવ્યાં. આ ગુણોને લીધે જ ૨૫૦ ઠાણાનું સફળ સંચાલન કરતાં રહ્યું. સમતા, સરલતા, સંયમ, નિઃસ્પૃહતા, નિઃસંગતા, તપ, ત્યાગ, તિતિક્ષાને ત્રિભેટે શોભાતું પૂજ્યશ્રીનું જીવન અનેક જીવો માટે અનુકરણીય, અભિનંદનીય એને અભિવંદનીય હતું.
પૂજ્યશ્રીમાં વાત્સલ્યભાવ ગજબનો હતો. સ્વ-સમુદાયના હોય કે પર સમુદાયના, નાના હોય કે મોટા, સૌ કોઈ પૂજ્યશ્રીની પ્રીતિના સમાનભાવે ભાજક બનતા અને તેઓશ્રીના દર્શન માત્રથી હિમગિરિના દર્શન સમી શીતળતાનો અનુભવ
કરતા.
ગુરુકૃપા એ જીવનની સંજીવની છે; ગુરુકૃપા વિના સાધનામાં સફળતા ન મળે; ગુરુકૃપા વિના તારક યોગો મારક બની જાય; એવા વિચારો અને આચારોથી પૂજ્યશ્રીએ સાધના અને પ્રભાવનામાં અદ્ભુત પ્રગતિ કરી હતી. સંયમજીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં સાવધાન રહ્યાં હતા. જયણાને જીવનમંત્ર બનાવ્યો હતો. સ્વાધ્યાયને શ્વાસોચ્છવાસ બનાવ્યો હતો. ફળસ્વરૂપ વિનય, વિવેક અને વૈયાવચ્ચ ગૌરવપૂર્ણ બન્યા હતાં. વૈયાવચ્ચ તેઓશ્રીની અમૂલ્ય મૂડી હતી. વ્યાપારી જેમ લાભને ઝડપી લે, તેમ સેવાની કોઈ પણ તક જતી કરતાં નહીં. ‘જો ગિલાણં પડિસેવઈ, સો મામ્ ડિસેવઈ’—એવાં વચનો હૃદયમાં કોતરી રાખ્યાં હતાં.
જેમણે જિંદગીભર જાતને જાગૃત રાખવા સાથે જગતને ‘જાગતા રહેજો'ની આહલેક જગાવી, પૂ. આણંદશ્રીજી મહારાજના સહાયક બની વર્ષો સુધી સંયમની સંપૂર્ણ સુવાસ ફેલાવી હતી; જેમનામાં આશ્રિતોને તૈયાર કરવાની ધગશ અને સંયમની સ્થિર કરવાની કળા અપૂર્વ હતી.—
૪૯ વર્ષ સંયમજીવનનું સુંદર પાલન કરીને,
Jain Education International
જિન શાસનનાં
મુનિજીવનના દિવ્ય વારસાને દીપાવીને ચારિત્રની ચાંદની વરસાવીને ચતુર્વિધ સંઘને શીતળતા બક્ષીને, વિરતિની વાટ બતાવીને એ શાસનનો સિતારો અસ્ત થયો ત્યારે અસંખ્ય ભાવિકોનાં અંતમાં ઘેરો શૂન્યાવકાશ સર્જાયો હતો. એ દેદીપ્યમાન જ્ઞાનપુંજની આભા અહોરાત અનેકોનાં અંતઃકરણને અજવાળતી રહી છે. પૂજ્યશ્રીની આજ્ઞારૂપી અમીરસની પ્રાપ્તિ સંસારની સમાપ્તિ સુધી થાય અને સૌની આત્મસંપત્તિ અને પરમ તૃપ્તિ વિકાસ પામતી રહો એ જ અભિલાષા. જ્ઞાનાદિ આરાધના દ્વારા અપૂર્ણ આત્મતેજને પામવાનું સામર્થ્ય આપણામાં પ્રગટે, રાગાદિભાવોનાં અંધકાર સદાયને માટે ચિત્તરૂપી આકાશમાંથી પલાયન થઈ જાય તો જ તેની સાચી સફળતા માણી શકાય પૂજ્યશ્રીના ચરણોમાં શતસહસ્ર વંદના!
સૌજન્ય : પૂ. સા.શ્રી યશોભદ્રાશ્રીજી મ.ની પ્રેરણાથી સંસારી માતુશ્રી હીરાબેન બાલાભાઈ પુંજાભાઈ શાહ (અમદાવાદ-શાહપુર) તપ-ત્યાગ અને તિતિક્ષાથી તેજસ્વી અને ઓજસ્વી શ્રમણીરત્ન શ્રી ચરણશ્રીજી મહારાજ
જૈનશાસનના નભોગણમાં બહુસંખ્ય સૂરિપુંગવો અને મુનિપુંગવો થઈ ગયા છે કે જેઓની પ્રતિભાના પ્રભાવે, આરાધનાની અહાલેકે અને સાધનાના સહારે જૈનશાસનની જયપતાકા આજે પણ જગતમાં લહેરાઈ રહી છે, એ જ રીતે જૈનશાસનને જાજ્વલ્યમાન બનાવવામાં અપૂર્વ યોગદાન કરનારાં આ ચંદના, આર્યા મૃગાવતીથી માંડીને એવાં એવાં શ્રમણીરત્નોની ભેટ આ શાસનને મળી છે કે જેની તેજસ્વીતા આજે પણ ઇતિહાસ બતાવી રહ્યો છે. સંયમ-જીવનની સોનલવરણી સાધના દ્વારા વિશ્વને વિરતિની વસંતનો આહ્લાદક અનુભવ કરાવનાર શ્રમણીરત્નોમાંનું એક રત્ન એટલે વાગડ સમુદાયનાં વિદૂષી સ્વ. ૫.પૂ. સાધ્વીજી શ્રી ચરણશ્રીજી મ.સા.
જન્મ સં. ૧૯૬૨, ફાગણ સુદ ૧૩, રાજનગર. પ્રેમાળ પિતા પ્રેમચંદભાઈ અને મમતાળું માતા મોતીબહેન. પૂજ્યશ્રીજીનું સંસારી નામ લલિતાબહેન. દીક્ષા ૧૯૮૫, કારતક વદ ૧૦, રાજનગર, સ્વર્ગવાસ ૨૦૩૫, વૈશાખ સુદ ૧૪, શુક્રવાર, સુરેન્દ્રનગર.
આર્ય સંસ્કૃતિની ઓજસ્વી છાયામાં અને પરમ માંગલ્યનાં પયપાન કરાવનાર પ્રકૃતિના પડછાયામાં, રાજનગરની રમ્ય ધરા પર, ગર્ભશ્રીમંત કુળમાં આ આત્માનું આગમન થયું.
For Private & Personal Use Only
www.jainelibrary.org