________________
૯૮૮
પણ મહિનામાં અમુક દિવસ તો આયંબિલ કરવાં જ છે અનેક વસ્તુઓનો ત્યાગ સંયમજીવનનું ઉમદા લક્ષ્ય આદિ દ્વારા સ્વયં અને તેમના પરિવારમાં વિદુષી સા. શ્રી ઇન્દુરેખાશ્રીજી મ. આદિ ૧૩ ઠાણા સુંદર આરાધના-સાધના કરી રહ્યાં છે.
તેમના મોટા સુપુત્ર પૂ. આ. શ્રી વિજયગુણશીલસૂરિ તરીકે પ્રસિદ્ધ બની સૂરિમંત્રની ૮૪-૮૪ દિવસની સળંગ આરાધના કરી અનેક શાસનપ્રભાવક કાર્યો કરી રહ્યા છે.
તેમના બીજા સુપુત્ર મધુરકંઠી પૂ. પંન્યાસપ્રવર શ્રી કુલશીલ વિજયજી ગણિવર પણ અનેક પુસ્તકોના સંપાદન આદિ દ્વારા જ્ઞાનોપાસના અને મધુર કંઠના માધ્યમ દ્વારા અનેક ભાવિકોને જિનભક્તિમાં જોડી રહ્યા છે.
પૂ. સા. મ. શ્રી નિર્મમાશ્રીજી મ. શતાયુ બની અનેક આત્માઓનાં પથદર્શક બની રહે એ જ શુભેચ્છા. પ્રશાંતમૂર્તિ, અપૂર્વ વાત્સલ્યદાત્રી, વિશાલ શ્રમણીવૃંદશિરોમણિ, પ્રવર્તિની
:
પૂ. સાધ્વીજી શ્રી પુણ્યરેખાશ્રીજી મહારાજ જન્મ વિ. સં. ૨૦૧૩, જેઠ વદ ૭, પાદરલી (રાજસ્થાન), સંસારી નામ રતનકુમારી, માતાનું નામ લક્ષ્મીબહેન. પિતાનું નામ : તિકમચંદજી. દીક્ષા : વિ. સં. ૨૦૩૨, જેઠ વદ ૭, પાદરલી. પ્રવર્તિની પદપ્રદાન દિન: ૨૦૫૩, માગસર સુદ-૩-અમદાવાદ. આશાપ્રદાતા : પૂ. મેવાડદેશોદ્ધારક આ. શ્રી જિતેન્દ્ર સૂ. મ. ગુરુ નામ : તપસ્વિની સા. શ્રી પુષ્પલતાશ્રીજી.
લઘુવય અને લઘુદીક્ષાપર્યાયમાં વિશાલ સાધ્વીવૃંદનું સંચાલન કરતાં પૂ. સાધ્વીજી શ્રી પુષ્પલતાશ્રીજીનાં શિષ્યા પૂ. સા. શ્રી પુણ્યરેખાશ્રીજીનાં ચરણોમાં મસ્તક ઝૂક્યા વગર રહેતાં નથી. અહો ગુરુદેવ! આપશ્રીની અજબ-ગજબ કોટિની ક્ષમતા, વાત્સલ્યતા ને વૈરાગ્યપરાર્થતા ઇત્યાદિ વિશિષ્ટ ગુણોનું પ્રત્યક્ષ અવલોકન કરતાં અમે ધન્યતાનો અનુભવ કરીએ છીએ. મારવાડ, મેવાડ, ગુજરાત, કચ્છ, કર્ણાટક—દૂર–દૂરના પ્રદેશોમાં રહેલા મુમુક્ષુઓએ પૂજ્યશ્રીની જીવનસુવાસથી આકર્ષાઈને પોતાનું સર્વસ્વ સમર્પણ કરી પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં જિનાજ્ઞાનુસાર સાધનાની ધૂમ મચાવી છે. અરે! એટલું જ નહીં, ભૌતિકવાદમાં રંગાયેલી આધુનિક શિક્ષા બી.કોમ., બી.એ. સુધી પ્રાપ્ત કરેલી શિક્ષિત યુવતીઓ પણ પૂજ્યશ્રીનું શુદ્ધાચારમય જીવન જોઈ સમર્પિત બની છે.
Jain Education International
જિન શાસનનાં
તેઓશ્રીની જ્ઞાનપિપાસા પણ અપૂર્વ કોટિની છે. આટલી બધી સમુદાયની જવાબદારી હોવા છતાં ‘ન્યાય’ જેવા ક્લિષ્ટ ગ્રંથોનો પણ તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. પૂજ્યશ્રીએ છ કર્મગ્રંથ સાર્થ, ત્રણ બુક, પ્રાકૃત બુક, વ્યાકરણ, તર્કસંગ્રહ, મુક્તાવલી, વ્યાપ્તિપંચક, સ્યાદ્વાદ મંજરી, રત્નાકરાવતારિકા; ૩ વિશેષાવશ્યક, કમ્મપયડી, પાંચ મહાકાવ્યાદિ, આચારાંગ, ઉત્તરાધ્યયન ટીકા સહિત પંચવસ્તુક, લલિતવિસ્તરા, ગુરુતત્ત્વ વિનિશ્ચય–૧, ૨ યોગના ગ્રંથો, ઉપશમનાકરણ સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ, ગચ્છાચાર પયન્ના, પ્રવચનસારોદ્વાર ઇત્યાદિ અનેક ગ્રંથોનું જ્ઞાન પ્રાપ્ત કરી સ્વ-પર સાધના કરાવી રહ્યાં છે. પૂજ્યશ્રીના વિશિષ્ટ જ્ઞાનનું આલંબન લઈ શ્રમણીવૃંદમાંથી કેટલાંક સાધ્વીઓએ ન્યાય, કમ્મપયડી, ખવસગેઢી, કાવ્ય, વ્યાકરણ ઇત્યાદિ ગ્રંથોનો અભ્યાસ કર્યો છે.
પૂજ્યશ્રીએ અઠ્ઠાઈ, અટ્ટમ, વીશસ્થાનક આદિ તપધર્મની સુંદર આરાધના સાથે-સાથે વિશેષ પ્રકારે સ્વજીવનમાં ત્યાગ અપનાવ્યો છે. યાવજ્જીવન ફરસાણ, મેવા અને ફૂટના ત્યાગ સાથે ૩ વર્ષથી ચાતુર્માસમાં મિષ્ટાન્ન, કડક વસ્તુ, કડાવિગઈ આદિના ત્યાગપૂર્વક માત્ર ૩ દ્રવ્ય જ વાપરે છે. તબિયતના કારણે સાંજે વાપરવું પડે તો પણ સાંજે ઉષ્ણ ગોચરીનો ત્યાગ, વૃત્તિસંક્ષેપ, રસત્યાગાદિ તપથી જીવન–બાગ મઘમઘાયમાન બનાવ્યો છે. પૂજ્યશ્રીનો નિર્દોષ ગોચરીનો અનુરાગ પણ અદ્વિતીય છે. છ' રીપાલિત સંઘમાં જેસલમેર તીર્થની યાત્રા કરી પાછાં ફરતાં, સંધવી તરફથી બધી વ્યવસ્થા હોવા છતાં પણ, રસ્તામાં જૈન-જૈનેતર વસ્તીના અભાવે નિર્દોષ ગોચરીની અશક્યતા હોવાથી પંદર-પંદર દિવસ સુધી ‘ચણાદિ’ સૂકી વસ્તુથી જીવનનિર્વાહ કર્યો છે. પૂજ્યશ્રીનો મૌન-આચાર જોઈ સ્વશિષ્યાઓએ પણ પૂજ્યશ્રીના જીવનનું અનુકરણ કર્યું છે.
પૂજ્યશ્રીના સાંનિધ્યમાં અનેક પ્રકારે વિશાળ સંખ્યામાં ઓળી, ઉપધાન, શિબિર, ઉદ્યાપન, છ'રીપાલિત સંધ, અઠ્ઠાઈ મહોત્સવ વગેરે થવા દ્વારા બહેનોમાં નવીન ક્રાંતિ પ્રાપ્ત થઈ છે. પૂજ્યશ્રીના સાંનિધ્યમાં તેઓશ્રીની વૈરાગ્યભરી પ્રેરણાથી આજના વિષમ યુગમાં આશ્ચર્ય પમાડે એવી કાપની પ્રવૃત્તિ ચાલી રહી છે, એટલે કે કેટલાંક સાધ્વીજી મહારાજો બાર મહિનામાં એક જ વાર સાબુથી વસ્ત્રપ્રક્ષાલન રૂપ કાપ કાઢે છે. કેટલાંક સાધ્વીજી મહારાજને યાવજ્જીવન મીઠાઈફરસાણ-ફૂટ આદિનો ત્યાગ છે. આવા ત્યાગી સાધ્વી
For Private & Personal Use Only
www.jainelibrary.org