________________
ઝળહળતાં નક્ષત્રો
પૂ. ગુરુદેવની પ્રેરક નિશ્રામાં જિનાલયો, ઉપાશ્રયો અને પ્રતિમાપ્રતિષ્ઠાઓના પાવન પ્રસંગો ઉપર ગુરુદેવની સાથે જોડાઈને અનેકોના સંપર્ક-સંસર્ગથી શ્રી નીતિસાગરજી મ.ની જીવરક્ષા, શાસનરક્ષા અને વિશ્વમૈત્રીની ભાવનાને બળ મળ્યું.
શ્રી શંખેશ્વર તીર્થમાં કરેલી અટ્ટમતપ સાથેની જાપની આરાધનાને પ્રતાપે અને પૂ. ગુરુદેવની નિર્મળભાવે કરેલી સેવાવૈયાવચ્ચના ગુણ પ્રભાવે સંયમજીવનમાં ખૂબ જ પ્રગતિ સાધી. પૂજ્યશ્રીની નિશ્રામાં પણ શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો થયાં. જૈન-જૈનેતરોમાં અનેક જીવોને ધર્મમાર્ગમાં જોડ્યા, સ્વતંત્ર ચાતુર્માસ કરીને અનેકવિધ ધર્મકાર્યો પ્રવર્તાવી રહ્યા છે. અમદાવાદ, પાટણ, વડોદરા, શિવગંજ આદિ સ્થળોએ યશસ્વી ચાતુર્માસ કર્યાં. સં. ૨૦૫૯નું ચોમાસું જન્મભૂમિ લાયજા (કચ્છ)માં આનંદ ઉલ્લાસપૂર્વક સંપન્ન થયું. સં. ૨૦૬૦નું ચોમાસું ભાવેણાના શાસ્ત્રીનગર વિભાગમાં સંપન્ન થયું. મહામંત્ર નવકારના જાપ સાથે આરાધનાના ઘોડાપૂર વહાવ્યાં. ૬૮ ઉપવાસની આરાધના અત્રેના શ્રી સંઘમાં શાતાપૂર્વક થઈ. પૂજ્યશ્રીની પ્રેરણાથી શાસનપ્રભાવના સાથે સાતેયક્ષેત્રોમાં પુણ્યશાળીઓ તરફથી સારો લાભ લેવાયો.
ગુરુકૃપાના બળે પૂજ્યશ્રીના જીવનમાં અનેક જ્ઞાનીઓ સાથે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. શ્રમણસંઘમાં વૃદ્ધઅવસ્થામાં રહેલાઓની વૈયાવચ્ચ માટે તથા તેના યોગક્ષેમની જવાબદારી માટે યુવાન મુનિઓમાં યોગ્ય સંસ્કાર સિંચન માટેના અથાક પ્રયત્નો ચાલુ છે. હમણાં જ ‘શ્રી ચોવીસ જિન જુહારીએ' નામનું પૂજ્યશ્રી પ્રેરિત પ્રગટ થયેલું એક પુસ્તક અમારા હાથમાં આવ્યું અને પછી મળતી માહિતી મુજબ શ્રી ગિરિરાજની શીતળ છાયામાં વિ.સં. ૨૦૬૪ પોષ સુદી-૧૫ના રોજ અનેકોની ઉપસ્થિતિમાં પૂજ્યશ્રી આચાર્યપદ પર આરૂઢ થયાં. પૂજ્યશ્રીના લાખ લાખ વંદનાઓ. ૨૦૬૭નું ચાતુર્માસ ખંભાત નગરે માણેકચોક ઓસવાલ જૈનસંઘના ભાવપૂર્વક નક્કી થયેલ છે.
પૂજ્યશ્રી ઘણા જ શાંત, સૌમ્ય અને જગતને ઉચ્ચ આદર્શો મળે તેવું જીવન જીવવાની તીવ્ર ભાવના દર્શાવે છે. પૂજ્યશ્રીની આ ઉચ્ચત્તમ ભાવનાઓ ચરિતાર્થ થાઓ તેવી શાસનદેવને પ્રાર્થના સાથે પૂજ્યશ્રીને ભાવપૂર્વક વંદના!
સૌજન્ય : કસ્તુરબેન પ્રેમજીભાઈ, મુલુન્ડ-મુંબઈ લક્ષ્મીચંદ ખેતશીભાઈ પરિવાર, મુંબઈ
Jain Education International
૯૩૧
મરૂધરની મહિમાવંતી ભોમકા માલવાડા નગરનાં કોહિનૂર આચાર્યદેવ શ્રી રત્નાકરસૂરિજી મ.સા. લેખક : મુનિરત્નજ્યોતવિજયજી મ.સા.
જન્મ બધાને મળે છે, પણ એની ચમક અને ચમત્કાર જીવન દ્વારા પ્રાપ્ત થાય છે.
જબ હમ આયે જગ મેં, જગ હસે તુમ રોય, કરણી ઐસી કર ચલો, તુમ હસો જગ રોય. ૧.
આવું જ કાંઈ પૂજ્યશ્રીનાં જીવનમાં બન્યું. વિ.સં. ૨૦૧૫માં
માલવાડા ગામમાં શ્રાવણ સુદ પૂર્ણિમા (રક્ષાબંધન)નાં દિવસે થતા ગજાણી પરિવારમાં આનંદની ઉર્મિઓ ઉછળી. પિતા ઉત્તમચંદ, માતા રંગુદેવીના લાડીલા ખુશાલચંદ આગળ વધવા લાગ્યા. મેટ્રીકની પરીક્ષા આપી ફરવાની ઇચ્છાથી માઉન્ટ આબુ ગયા. ત્યાં આગળ આચાર્યશ્રી ગુણરત્નસૂરિજીની નિશ્રામાં શિબિર ચાલતી હતી. તેમાં બંને મિત્રોએ પ્રવેશ કર્યો. પ્રથમ શિબીરમાં વૈરાગ્યમયવાણી સાંભળી ત્રણ વર્ષમાં દીક્ષા ન લઉં ત્યાં સુધી મિઠાઈ અને ઘીનો ત્યાગ કર્યો. જો અભિગ્રહ અટલ હોય તો સફળતા નિશ્ચિત પ્રાપ્ત થાય. માતાની છત્રછાયા ખોયા પછી પરિવારજને મહારાષ્ટ્રમાં ઘડતર માટે આ. રત્નશેખરસૂરીશ્વરજી પાસે મોકલ્યા. આચાર્ય ભગવંતની તબીયત નાતંદુરત્ત હોવા છતાં કાકાશ્રી રાજમલજીનાં આગ્રહ કારણે માલવાડા દીક્ષા આપવા પધાર્યા. સુંદર રીતે દીક્ષા મહોત્સવ ઉજવાયો. ગુરુદેવની ઇચ્છા હતી કે કોહિનૂર રત્નનું નામ નવું જ આપવું એમ વિચારી મુનિ રત્નેન્દુવિજય નામ રાખ્યું. ગુરુદેવ સાથે રહી રાધનપુરમાં પંડિત બાંધી અભ્યાસ કરાવ્યો. પરંતુ ધાર્યું કાંઈ થતું નથી. માત્ર પાંચ વર્ષના સંયમ પર્યાયમાં ગુરુદેવની છત્રછાયા ખોઈ નાંખી. પુણ્ય સંયોગે કલિકુંડ તીર્થોદ્વારક આ. રાજેન્દ્રસૂરિજીનું મિલન થયું.એમને સાથે રાખી જ્ઞાનાભ્યાસ આદિમાં આગળ વધારી યોગ્યતા જામી કલિકુંડ તીર્થમાં વિ.સં. ૨૦૪૯માં ફા.સુ. પનાં દિવસે પંન્યાસપદવી અને વિ.સં. ૨૦૫૨માં મહાસુદ ૧૩નાં દિવસે આચાર્યપદવી અર્પણ કરી. આચાર્ય શ્રી રત્નાકરસૂરિ નામથી અલંકૃત કરયા. પૂજ્યશ્રીની જીભમાં એવી મીઠાશ છે કે આવનાર અરિ પણ નરમ થઈ જાય. અનેક સંઘોમાં વર્ષો સુધી
For Private & Personal Use Only
www.jainelibrary.org