________________
૯૫૫
ઝળહળતાં નક્ષત્રો જિનશાસનરાગી પરમ પૂજ્ય મુનિરાજ
શ્રી સંવેગચંદ્રવિજયજી મ.સા.
સુરતના સંઘવી પરિવારની ધર્મનિષ્ઠા જૈન સમાજમાં પ્રખ્યાત છે. સં. ૨૦૧૩માં આ પરિવારમાં અતિ આદરણીય પ્રસંગ થયો, કહો કે અનુષ્ઠાન જ થયું.
શ્રી ચીમનલાલ ખીમચંદ સંઘવીનાં જયેષ્ઠ પુત્ર શ્રી શાંતિલાલભાઈએ ૮૪ વર્ષની ઉંમરે ધર્મપત્ની શ્રી વીરમતીબહેન (૬૭) તથા લઘુબંધુ શ્રી જયંતિભાઈ (૬૭)ની સંગાથે દીક્ષા ગ્રહણ કરી. ૮૪ વર્ષની વૃદ્ધ ઉંમરે જીવનની પૂર્ણાહૂતિને બદલે નવી શરૂઆત કરી અને પ.પૂ.આ. ભગવંત શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.ના શિષ્ય તરીકે પ.પૂ. મુનિરાજ શ્રી સંવેગચંદ્રવિજયજી બન્યા.
તેઓશ્રી ભૂતકાળમાં પણ તેજસ્વી રહ્યા હતા. ઈ.સ. ૧૯૩૪માં એકચ્યુંરીયલ સાયન્સના વિષય સાથે તેઓ વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિનાં પ્રથમ ગ્રેજ્યુએટ થયેલા.
ધર્મપરિણતિ પણ વેગવંતી હતી. પોતાના પિતાશ્રી ચીમનભાઈ (પ.પૂ. મુનિરાજશ્રી પ્રસન્નચંદ્રવિજયજી મ.સા.)ને દીક્ષા અપાવવાની પૂરી જવાબદારી પોતે લીધેલી. વળી, પુત્ર હેમંત તથા પુત્રી નયનાને પણ નાની વયે સહર્ષ દીક્ષા આપી. જે આજે પૂ. આ. શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા સા. શ્રી યશસ્વિનીશ્રીજી મ.ના નામે જિનશાસનની પ્રભાવના કરી
શરીરબળ છેલ્લી વૃદ્ધાવસ્થામાં પણ એકંદર સારુ રહ્યું. વિ.સં. ૨૦૬૨માં મુંબઈ-પ્રાર્થના સમાજ ખાતે ૯૩ વર્ષની વયે બરોબર નવવર્ષનું સંયમજીવનનું પાલન કરી પૂર્ણ જાગરૂકપણે નવકાર સ્મરણ કરતાં પોતાની દીક્ષાતિથિ વૈશાખ સુદ-૬ની મધ્યરાત્રિએ કાળધર્મ પામ્યા.
મુનિઓ જિનશાસનનું મૂળ છે. તેઓનાં જવાથી આપણે થોડા હચમચી જતા હોઈએ છીએ. આ અનુભવ થવો એ ધર્મપ્રેમી જીવ માટે સ્વાભાવિક છે. તેઓશ્રીનો આત્મા પરમાત્માનાં શાસનનો અખિલ લોકમાં વિસ્તાર કરે એવી અંતરકામના સેવીએ. સૌજન્ય : શ્રી ૧૦૮ સમવસરણ જૈન તીર્થદર્શન ટ્રસ્ટ,
પાલિતાણા
જૈનસાહિત્યના મર્મજ્ઞ : પ્રખર વ્યાખ્યાતા પૂ. મુનિરાજ શ્રી દેવરત્નસાગરજી મ.
વિરાટ પ્રતિમા, યુવાનોના સફળ શિલ્પી અને પ્રભુભક્તિના અઠંગ પ્રેમી એટલે મુનિરાજશ્રી દેવરત્ન-સાગરજી મહારાજ. કચ્છનું કાશી” ગણાતા કોડાય ગામનાં માતા ઝવેરબહેન અને પિતા કલ્યાણજીભાઈના ઘરે જન્મ લઈ દાદીમા પાનબાઈના સંસ્કારે ધર્મસિંચન પામ્યા. સી. એ. સેમિસ્ટર સુધી વ્યાવહારિક અભ્યાસ સાથે સંગીત, કયૂટર, પત્રકારિત્વ, ટેલિફોન ઓપરેટિંગ આદિના કોર્સ કર્યા. જયપ્રકાશજી અને વિનોબાજીના પ્રત્યક્ષ પરિચયે અનુભવ મેળવ્યો. કચ્છી સમાજના યુગદેષ્ટા, અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજા અને તેઓશ્રીના આગમાભ્યાસી પૂ. ગણિવર્યશ્રી મહોદયસાગરજી મહારાજના હાથમાં જીવનનું સુકાન સોંપી સંસારી મટી અણગાર બન્યા. માત્ર દોઢ વર્ષની ઉંમરે આંખની રોશની ગુમાવનાર અને માતાના પ્રબળ પુરુષાર્થે જીવનના આઠમા વર્ષે આંખોની રોશની પાછી મેળવનાર કુળદીપક દીપકમાંથી શાસનરત્ન સમા દેવરત્ન બન્યા.
રહ્યા છે.
- તેમનામાં જિનશાસનનિષ્ઠા સજ્જડ હતી. શાસનવિરુદ્ધનું કંઈ વાંચે–સાંભળે તો તરત જ આક્રોશ ઠાલવતા. નાનામાં નાનું કામ કરતાં પણ શરમ અનુભવતા નહીં. સુરતનાં શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ જ્ઞાનમંદિરને સુવ્યવસ્થિત કરવામાં તેઓએ ઘણી જહેમત લીધી હતી. દીક્ષા પછી પણ જૈનધર્મનો પ્રચાર-પ્રસાર કરવો તેમને ખૂબ ગમતો.કોઈને ભણતાં જોઈ ખૂબ રાજી થતા. કંઈ સારું દેખાય તો તેની અનેક નકલો લોકોમાં વહેંચતા. ગુજરાતી ભાષા તથા સંસ્કૃત સહુ જાણે-સહુ ભણે તેવા પ્રયત્નો તેમના રહેતા. તે જ અન્વયે સરળ ગુજરાતી વ્યાકરણની નૂતન આવૃત્તિ તેઓશ્રીએ પ્રકટ કરાવેલી.
પૂ. ગુરુવર્યોના સાનિધ્યે વિહારયાત્રા, જ્ઞાનયાત્રા અને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org