________________
ઝળહળતાં નક્ષત્રો
વિસામણમાં પડતા તેમની નજર મુંબઈમાં રાજકીય ક્ષેત્રે જે ધારે તે કરી-કરાવી શકે તેવા પ્રાણલાલભાઈ પર પડી. માતુશ્રી કંકુબાના માધ્યમે પ્રાણલાલભાઈનો સંપૂર્ણ સહયોગ હોવાથી એમણે જાત દેખરેખપૂર્વક બધી તૈયારીઓ કરાવતા ભવ્ય પ્રવેશ થવા પામ્યો.
આ પરિવર્તનની ફળશ્રુતિરૂપે એમણે ૨૦૨૨માં પોતાના બે મહિનાના એકના એક નાનકડા સુપુત્ર જંબુકુમારને ગુરુચરણે સમર્પિત કરી દીધો. આ પછી ધર્મપત્ની શ્રી હેમલતાબેન સ્વર્ગવાસી બનતા એમણે ચતુર્થવ્રતનો સ્વીકાર કર્યો. આ બધા પરિવર્તનના મૂળમાં માતુશ્રી કંકુબેનની ધર્મનિષ્ઠતા જ કારણભૂત હતી. પ્રાણલાલભાઈ માતૃભક્ત હોવાથી એમનું મન રાજી રાખવા પણ તેઓ ગુરુદેવ પાસે જતા-આવતા થયા અને પરિણામે એમનું હૈયું પરિવર્તન પામ્યું. આ પછી તો પિરવારમાં ધર્મની અભિવૃદ્ધિ થવા લાગી. પ્રાણલાલભાઈએ ચંદનબાળામાં ઉપધાન તપ કર્યા બાદ પૂ.આ.ભ.શ્રીમદ્વિજય જિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાના પ્રભાવે પોતાની અને બહેનોની દીક્ષા વહેલી તકે થાય એ માટે છ વિગઈના ત્યાગનો
અભિગ્રહ કર્યો. આઠ વર્ષ સુધી કરેલ વિગઈ ત્યાગના પ્રતાપે વિ.સં. ૨૦૩૫માં પોતાના એકના એક પુત્ર અને નાની બહેનની દીક્ષા થવા પામી. જેઓ આજે પંન્યાસપ્રવર શ્રી જિનદર્શનવિજયજી ગણિવર(હાલ આચાર્ય) તેમજ પૂ.સા.શ્રી જિતમોહાશ્રીજી ના નામે સુંદર સંયમ જીવન જીવી રહ્યા છે અને પુત્ર-મુનિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યત્વને પ્રાપ્ત કરી તેઓ શ્રીમા યોગ-ક્ષેમકારક ઘડતરના પ્રતાપે શાસનની આરાધનારક્ષા-પ્રભાવના કરવા દ્વારા ચારિત્રનાયક તપોનિધિ મહાત્માના કુળને દીપાવી રહ્યા છે.
પરિવારમાં આ રીતે દીક્ષા થયા બાદ પ્રાણલાલભાઈ લગભગ ધંધામાંથી નિવૃત્ત બનીને ધર્મને ચરણે સમર્પિત બની જતાં સુકૃતોનો સરવાળો મંડાતો ગયો. શ્રી સીમંધરસ્વામી આદિ ૯ જિનબિંબોનું નિર્માણ અને ગંધાર તીર્થ, આબુજી તીર્થ, હસ્તગિરિ તીર્થ, અમદાવાદ રંગસાગર, ચંદનબાળા મુંબઈ,
મહારાજાના
અમલનેર આદિ સ્થાને પ્રભુ પ્રતિષ્ઠા લાભ, ખંભાત સમાધિ સ્થળે પૂ.આ.ભ.શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી ચરણપાદુકાની પ્રતિષ્ઠા, વિ.સં. ૨૦૪૭માં પોતાની અને ભાઈની દીક્ષાની ભાવના અધુરી રહેવા છતાં બહેનની દીક્ષા થઈ. આજે જેઓ પૂ.સા.શ્રી હિતપ્રિયાશ્રીજીના નામે સંયમ સાધના કરી રહ્યા
Jain Education International
૯૬૩
છે. આવા અનેક સુકૃતોના પ્રભાવે પ્રાણલાલાભાઈ ૭૬ વર્ષની વયે વિ.સં. ૨૦૫૦ અષાઢ સુદ બીજના દિવસે પૂ. તપસ્વી સમ્રાટ આ.ભ. શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજા, પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના વરદ્ હસ્તે દીક્ષિત બનતા મુનિરાજ શ્રી પુણ્યરતિવિજયજી મ.સા. બન્યા. સમતાસાગર પૂ.આચાર્યદદેવ શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરીશ્વરજી મ.સા. આદિની નિશ્રામાં રહીને મુનિશ્રી પુણ્યરતિવિજયજી મહારાજે તપ-જપની એવી ધુણી ધખાવી કે ૧૬ વર્ષના સંયમ પર્યાયમાં અનેક છઠ્ઠ, અષ્ટમ-અટ્ટઈ, વર્ષીતપ, ૯૬ જિનતપ, નવકાર તપ, ૩।। વર્ષના ટુંકાગાળામાં પહેલીવારનો શ્રી વીશસ્થાનક તપ પૂર્ણ કર્યો, બીજીવાર પણ શ્રી વીશસ્થાનક તપ ૩ વર્ષને ૩ માસમાં પૂર્ણ કર્યો.
૧ કરોડ ૧ લાખ નવકાર મંત્રના જાપ ઉપરાંત જીવન દરમ્યાન ૧૭૦૦ જેટલા ઉપવાસના આરાધક તેઓશ્રી શારીરિક અનેક તકલીફો હોવા છતાં શંખેશ્વર, શત્રુંજયની યાત્રા માટે ભાવનાશીલ હતા. એથી વિ.સં. ૨૦૬૫ના ફાગણમાસમાં અટ્ટમ
તપપૂર્વક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની યાત્રા કરી, ચાતુર્માસ સાબરમતી-અમદાવાદ સંપન્ન કરી. નાદુરસ્ત તબિયતે પણ ક્રમશઃ વિહાર કરતા શ્રી શત્રુંજય મહાતીર્થ પાલિતાણા પધાર્યા. વિ.સં. ૨૦૬૬ના પોષ મહિને તથા ચૈત્ર મહિને દાદાશ્રી યુગાદિદેવની યાત્રા કરી–દર્શન કરી કૃતાર્થતાને અનુભવતા ચૈત્ર વદ પએ દાદાના દરબારમાં ત્રીજી વખતના વીશસ્થાનક તપની ૧૪મી ઓળીનો શુભારંભ કર્યો. પરંતુ અનેક રોગોથી ઘેરાયેલા શરીરે સાથ ન આપ્યો. જેઠ સુદ ૧૦થી તબિયત ધીરે ધીરે લથડતી ગઈ. ખાંસી-કફ-શ્વાસ-હાર્ટ તથા કીડની આદિની તકલીફ વધતા જેઠ વદ ૮ની રાતે તબિયત વધુ અસ્વસ્થ બની. પરંતુ પોતે સાવધ બની ગયા. જાણે પરલોક ભણી પ્રયાણ કરવાની તૈયારી કરતા હોય તેમ આખી રાત સ્વયં “અરિહંતઅરિહંત” “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ” “શ્રી આદિનાથ” “શ્રી સીમંધર દાદા”ના ઉચ્ચારપૂર્વક સમતા સમાધિભાવમાં
વીતાવી. સવારે ૫-૦૦ કલાકે પરિસ્થિતિ એકદમ ગંભીર જણાતા પૂ.આ.દેવશ્રી વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજા, પૂ. પં. શ્રી ભવ્યભૂષણ વિ. ગણિવર, પુત્ર મુનિ (પૂ.પં. શ્રીજિનદર્શન વિ. ગણી) ભાઈ મ. (પૂ. મુનિશ્રી ચારિત્રદર્શનવિ.મ.) બન્ને બેન મ. આદિ ચતુર્વિધ શ્રી સંઘની ઉપસ્થિતિમાં શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતા કરતા, ખૂબ જ જાગૃતિમાં વિ.સં.
For Private & Personal Use Only
www.jainelibrary.org