________________
ઝળહળતાં નક્ષત્રો,
૯૭૫
જૈન શાસનમાં ઉપકારક એવા
વંદનીય શ્રમણીઓ
પૂ. પ્રવર્તક મુનિરાજશ્રી હરીશભદ્રવિજયજી મ.સા.
જૈન શાસનમાં વ્યાપક જ્ઞાનોપાસના દ્વારા સેંકડો શ્રમણીરત્નો કે જેમના વિનય, વિવેક અને વાત્સલ્યભાવથી યુગો સુધીના ધર્મસાધકોની સંયમ, નિયમ પરિપાલન અને પ્રેરણા પ્રાપ્ત થયા છે.
સ્વભાવથી જ સહનશીલતા, ધૈર્ય, દયા, કરુણા, વૈરાગ્ય અને તપસ્યાનો કઠિન માર્ગ પસંદ કરી લેતા હોય છે ત્યારે તેમની ઋજુતા અને નમ્રતા, એમના સંયમ અને નિયમ ખરેખર વંદનીય બની રહેતા હોય છે.
એમાંયે જૈન દર્શનમાં તો જપ તપ અને સંયમસાધનાના નિયમો ઘણા જ EP કપરા છે, વ્રતો આકરા છે, સંયમી જીવન ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું.અતિ દોહીલું છે. વળી ઉગ્ર તપ, ઉગ્ર વિહાર, ઉગ્ર ઉપસર્ગો સમતાભાવે સહન કરવા એ જેવી તેવી વાત નથી. જૈન સાહિત્યમાં પ્રભાવક શ્રમણીઓના તપસ્વી ચરિત્રો આપણા મનને ઉલ્લાસિત કરનારા બની રહે છે. પ્રાચીન ગ્રંથોમાં તીર્થકરોની ઉપાસિકાઓના ઠીક ઠીક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. - પૂજ્યશ્રીની જન્મભૂમિ મુરબાડ, પિતા શ્રી અમૃતલાલભાઈ, માતા રૂક્ષ્મણીબહેન, અગ્યાર વર્ષની કુમળી વયે સં. ૨૦૦૫માં મહા વદ-૫-મુરબાડ મુકામે સંયમનો સ્વીકાર કર્યો. તેમના સાહિત્યરસથાળમાં ઘણાં જ સચિત્ર પ્રકાશનો તેમજ તત્ત્વબોધ પરીક્ષાનાં પુસ્તકો જગપ્રસિદ્ધ બન્યાં છે. પોતાના સંસારી પરિવારમાં ધર્મભાવના વધે તે માટે પાલિતાણા તીર્થમાં ત્રણ ચાતુર્માસ અને કુંભોજગિરિમાં ૯૯ યાત્રા પણ કરાવી હતી.
ઉદાત્ત ધ્યેયથી ઘણા જ્ઞાનની સાધના કરે છે. તેઓમાં એક આ લેખમાળાના લેખક પ્રવર્તક સાહિત્યોપાસક પૂ. મુનિરાજ શ્રી હરીશભદ્રવિજયજી મહારાજ, તેઓશ્રીના ગુરુ સાહિત્યભૂષણ પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજશ્રીએ બાળસાહિત્યની ધૂમ મચાવી હતી. શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ-પૂના નામની સંસ્થા ૧૪-૫૧૯૪૮માં સ્થાપી તેના દ્વારા પાઠશાળાઓમાં અર્થજ્ઞાનનો પ્રચાર કર્યો હતો.
પૂ. મુનિશ્રીએ ગુરુની સાથે રહી બાળસાહિત્ય-પ્રકાશન પ્રચારનો યજ્ઞ માંડ્યો. ૬૨ વર્ષના સંયમી જીવનમાં અર્થનાં સચિત્ર, સુંદર, બાળબોધ પ્રકાશનો ૭૫ પ્રગટ કર્યા, તેમાં કરોળિયાની જાળ', “મારો સોહામણો ધર્મ', શ્રુતસાગરનાં રહસ્યો ભા. ૧-૨’ વગેરે પુસ્તકો સમાજમાં સારી જાગૃતિ લાવ્યાં છે. પુસ્તકોને સચિત્ર બનાવી તેઓએ સારી જ્ઞાનચાહના મેળવી છે. પૂ. મુનિશ્રી પોતાનાં માતુશ્રી (સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજી) સાથે સં. ૨૦૦પમાં સંયમી થયા છે. તેઓશ્રીના નજીક-દૂરના સંસારી ૫-૬ સંબંધી પણ સંયમધર્મની ઉત્તમ આરાધના કરી ધન્ય બન્યા છે. પૂજય મુનિશ્રી હરીશભદ્રવિજયજી મ.ની સંયમયાત્રામાં સાત્ત્વિકતા જ રેલાય. સાવ નિર્મળ, નર્યું પારદર્શક જીવન જીવી બતાવ્યું છે અને જીવતર જીવવાની જડીબુટ્ટી પણ આપણને બતાવી છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org