________________
૯૬૮
૨૦૬૬ના જેઠ વદ ૯ની સવારે ૫-૩૦ કલાકે પાલિતાણામહારાષ્ટ્રભુવન ધર્મશાળા મુકામે સમાધિપૂર્વક સ્વર્ગવાસી બન્યા. સંયમી-તપસ્વી મુનિભગવંતને નતમસ્તકે
આવા વંદના....વંદના....વંદના.
સૌજન્ય : પ.પૂ.શ્રી જિનદર્શનવિજયજી મહારાજ (હાલ આચાર્ય)ની પ્રેરણાથી પુણ્યરાશિ ગિરિરાજ ભક્િત પરિવાર તરફથી
એક વિરલ વિભૂતિ
પૂ. મુનિરાજશ્રી જિનચંદ્રવિજયજી મ.સા.
એક તો વ્યક્તિ પોતે જ પરમ સાત્ત્વિક હોય અને વળી એને પરિવારની કૌટુંબિક અને મોસાળપક્ષીય
અસાધારણ પૃષ્ઠભૂ મળી હોય ત્યારે એક વ્યક્તિ અતિ
મહાન બને, અનેક ગુણોથી અલંકૃત બને સહુથી નોખી સાવ અનોખી બને. આવી એક વિરલ વિભૂતિ એટલે
પૂજ્ય મુનિરાજશ્રી જિનચંદ્રવિજયજી મ.સા.
જન્મભૂમિ શંખેશ્વરથી પશ્ચિમે આવેલું ઝીંઝુવાડા ગામ. વર્તમાનમાં સુરેન્દ્રનગર જિલ્લા અને પાટડી તાલુકામાં આવેલું કચ્છના રણને અડીને રહેલું આ ગામ દીક્ષાની ખાણ સમું છે.
Jain Education International
ઝીંઝુવાડાના શાહ ઈશ્વરલાલ પોપટલાલભાઈના ઘરે સુશ્રાવિકા કંકુબેનની કુક્ષીથી ચોથા પુત્રનો જન્મ થયો. વિ.સ. ૧૯૭૨ના જેઠ મહિનાના વદ પક્ષની ચોથનો દિવસ હતો. નામકરણ થયું. જયંતીલાલ. અભ્યાસમાં તેજસ્વી જયંતીલાલે નાની વયે શિવપુરી જેવા દૂરના ક્ષેત્રમાં અભ્યાસ માટે જઈ સંસ્કૃત, અંગ્રેજી વગેરે અભ્યાસ કર્યો.
ઝીંઝુવાડાની ધરતી એટલે રત્નની ખાણ. જયંતીભાઈની પારિવારિક પૃષ્ઠભૂ પણ ધર્મના રંગે રંગાયેલી. મોસાળનું વાતાવરણ પણ ધર્મના અને સંયમના રંગે રંગાયેલું. જયંતીભાઈના મામાએ દીક્ષા પૂ.આ.ભ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા. પાસે લીધી. મુનિ સંજમવિજય બન્યા. મોટી ઉંમરે એમના પિતાજી જયંતીભાઈના નાના) લલ્લુભાઈએ દીક્ષા લીધી. મુનિ લાભવિજયજી બન્યા.
જિન શાસનનાં
ઝીંઝુવાડા નગરીએ તો પૂ.આ.ભ.શ્રી દાનસૂરીશ્વરજી મ.સા. આદિ છ છ મહાન આચાર્યોની જિનશાસનને ભેટ ધરવા ઉપરાંત સંયમમાર્ગે જનારા ૬૫થી વધુ પુણ્યાત્માઓની જન્મભૂમિ બનીને દીક્ષાની ખાણનું બિરુદ ધારણ કર્યું. એમાં પણ ઈશ્વરભાઈનો પરિવાર કારસૂરિ મ., આ. યશોવિજયસૂરિજી, આ. મુનિચંદ્રસૂરિજી, આ. રાજપુણ્યસૂરિજી મ. અને એ ઉપરાંત અનેક આત્માઓને પ્રભુના માર્ગે મોકલીને અગ્રેસર બની રહ્યો.
જયંતીભાઈએ પોતાના ૧૦ વર્ષના પુત્ર જસવંતને વિ.સં. ૨૦૧૩માં દીક્ષા અપાવી ત્યારે જ એમની પણ દીક્ષા લેવાની પ્રબળ ભાવના હતી પરંતુ નાનો પુત્ર મહેન્દ્ર ત્યારે પાંચ વર્ષનો હોવાથી એમને સંસારમાં રોકાવું પડ્યું.
જયંતીભાઈ પોતે ધર્મનિષ્ઠ. સંઘના કાર્યો કરવામાં અગ્રેસર. ચોમાસાની વિનંતી કરવા પણ મોટે ભાગે તેઓ જતા. એકવાર પૂ.આ.ભ.શ્રી પ્રેમસૂરિ મ.સા. પાસે ચોમાસાની વિનંતી માટે ઝીંઝુવાડા સંઘના ભાઈઓ ગયેલા. આ. પ્રેમસૂરિ મ. હસતાં હસતાં કહે કે ‘તમે ચોમાસાની વિનંતી કરવા આવો છો પણ અમને શિષ્ય તો આપતા નથી,' ત્યારે જયંતીભાઈ કહે : સાહેબ શિષ્યો તો આપને ઘણાએ આપ્યા હશે પણ અમે
ઝીંઝુવાડાની ધરતીએ તો આપને ગુરુ આપ્યા છે. આ સાંભળી પૂ. પ્રેમસૂરિ મ. હસી પડ્યાં.
આયંબિલશાળાના ટ્રસ્ટી તરીકે એમની સેવા અનોખી હતી. રસોઈ કરનાર બહેનને કહી દીધેલું ‘કોઈ દિવસ આયંબિલ કરનાર કોઈ ન હોય તો મને જણાવી દેવું. હું કરી લઈશ' અને આમ અનેકવાર એમને આયંબિલ કરવાનું થતું.
ધંધામાં કોઈ હિંસાને પ્રોત્સાહન ન મળી જાય એની કાળજી લેતા. બૂટ, ચંપલ અને લોખંડની ખીલી વગેરે ચીજોનો વેપાર એ કારણે ક્યારેય કરતા નહીં. દીક્ષા પછી વડીદીક્ષા પણ ઝીંઝુવાડામાં ફા.સુ. ૩(સં. ૨૦૨૩)માં થઈ. મુનિશ્રી જિનચંદ્રવિજયજી મ.એ ગૃહસ્થપણામાં જ માસક્ષમણ વગેરે તપસ્યા કરેલી. સંયમ જીવનમાં નિત્ય એકાસણા એમણે શરૂથી જ ચાલુ રાખ્યા.
જ્ઞાનસાધના : મોટી વયે દીક્ષા લેવા છતાં મુનિશ્રી જિનચંદ્રવિજયજી મ. ની જ્ઞાન ભણવાની તલપ મંદ નહોતી પડી.
પ્રભુભક્તિ : પૂ. જિનચન્દ્રવિજય મ. પરમાત્માના પાકા ભક્ત હતા. ચૈત્યવંદન, દેવવંદન ઉપરાંત પ્રભુ સાથે વાર્તાલાપ
For Private & Personal Use Only
www.jainelibrary.org