________________
૯૬૨
વૈરાગ્યભાવ વિકસિત કરી બાર મહિના સાથે રહી સંયમની ટ્રેનિંગ લઈ વિ.સં. ૨૦૩૭માં સંયમગ્રહણ કરી તપ, ત્યાગ અને સાધનાની તીવ્ર રુચિ જાગી અને દિવસ-રાત જોયા વગર એમાં જ મગ્ન બની ગયાં. સાધનામાં જેવા આકરા રહ્યાં તેવી જ દીનદુખીયાઓ માટે પુષ્પ જેવા મૃદુ રહ્યા.
સંયમની સાધના સાથે ગુરુભક્તિ રત્નાદિક વડીલ સાધુભગવંતો ને વૃદ્ધ સંયમીની સેવા સાથે સ્વાધ્યાય દ્વારા આગળ વધતા વિડલોની ઉદારતાને આશીર્વાદથી ગણિ, પંન્યાસપદવીથી અલંકૃત થયાં. સંસારી નાનાભાઈને પણ સંયમી બનાવ્યા. હાલ મુનિશ્રી ધર્મેશ્વરવિજયજી તેમજ બીજા શિષ્ય મુનિશ્રી વિશ્વેશ્વરવિજયજી મ. હતા. તેઓ કેન્સરના કારણે કાળધર્મ પામ્યા. તેમજ તેમના ભાઈ મુનિશ્રી કીર્તિશ્વરવિજયજી મ. અને મુનિશ્રી યોગીશ્વરવિજયજી મ. શિષ્ય થયા. નાનપણથી સ્વભાવ શાંત, પગરજુ, સરળ ને પ્રાજ્ઞ તેથી પ્રવચનાદિ કુશળ, ગુરુ આજ્ઞા મુજબ જીવનમાં આચાર, વિચાર શાસનપ્રભાવનાદિ અનેક કાર્યો, અનેક ગ્લાન મહાત્માઓની સેવા તેમને સમાધિ આપવા દ્વારા અંતિમ નિર્યામણા કરાવી સદ્ગતિ ગામી બનાવ્યા.બાલ-વૃદ્ધને સાચવી પોતાના સંયમજીવનમાં આગળ વધી સંયમની સાધનામાં અપ્રમત્ત બની તપ-જપ નેં સ્વાધ્યાયમાં રત બની અનેક સ્થળે વિચરણા, મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર, કર્નાટક આદિ ક્ષેત્રોમાં વિચરી ધર્મભાવના દ્વારા સકળ સંઘમાં શાસન પ્રભાવનાદિના અનેક કાર્યો કરી રહ્યા છે.
તેઓશ્રીએ સચોટ ઉપદેશ આપી શ્રમણ સંઘ ભિક્ત, સાધર્મિક ભક્તિ, જીવદયા અને અનુકંપાદાનના અનેક મહાન કાર્યોમાં પ્રેરણા આપતા રહ્યાં. વિવિધ પ્રદેશોમાં સ્વતંત્ર ચોમાસા કરી વિવિધ ધર્મારાધના અને શાસનપ્રભાવનાના અનેક કાર્યો પ્રવર્તાવી આપણા ઉપર મહાન ઉપકાર કર્યા છે. પૂજ્યશ્રીની નિશ્રામાં વિવિધ તપાદિ, યાત્રાઓ જેવા અનેક ધર્મકાર્યો વિશિષ્ટ રીતે થતાં રહ્યાં છે. પ્રભુભક્તિ અને તપસ્યાદિમાં ગજબની રુચિ ધરાવે છે. પૂજ્યશ્રીના ચરણોમાં કોટિ કોટિ વંદનાઓ.
પોતાના ગુરુ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ધનેશ્વરસૂરીશ્વરજી મ.સા.ની અખંડસેવા-ગુરુકુળવાસમાં રહી તેમને સમાધિ આપી. દીક્ષાદાતા પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ત્રિલોચનસૂરીશ્વરજી મ.સા. પાસેથી વાંચના દ્વારા જીવનમાં સારા સંસ્કાર મેળવી જીવનપંથને ઉજમાળ કરતા રહ્યા છે.
Jain Education International
જિન શાસનનાં
સાહિત્યરસિક પૂ. પંન્યાસથી પુંડરીવિજ્યજી મ.સા.
જગતમાં જન્મ
સહુ ધારણ કરે છે પણ સફળ બનાવે છે વીરલા કોઈક. પૂ.પંન્યાસ પુંડરીક વિજયજી મ.સા.નો જન્મ ૨૫-૧૧-૧૯૪૦માં સિહોર તાલુકાનું ગામ (ગજાભાઈ)માં ધર્મસંસ્કાર
વાવડી
થયો.
ગળથુથીમાં
માતા
ચંદનબેન, પિતા નેમચંદભાઈએ આપ્યા.
જેથી ગામના કોઈ પણ ધર્મના પ્રસંગમાં અગ્રેસર રહેતા. સિહોર સં.૨૦૧૮માં આવ્યા અહીં ધર્મસંસ્કારો દઢ થયા. સં. ૨૦૨૩માં દીક્ષા થઈ.
વૈયાવચ્ચગુણમાં અગ્રેસર. સં. ૨૦૪૫માં જામલીગલીમુંબઈ ચાતુર્માસ થયું. નવકારમંત્રની આરાધના કરાવી તેનું મહત્ત્વ સમજાવ્યું. મેં તેમની પાસેથી વિધિપૂર્વક નવકાર ગ્રહણ કર્યો. મન નવકારમાં લાગી ગયું ત્યારથી તેઓશ્રીનો ગુણ પરિચય થયો. સતત પરિચય વધતો ગયો. મારા ઉપર–અમારા કુટુંબ પર ખૂબ જ ઉપકાર છે.
શ્રેષ્ઠ ગુણ : ચાતુર્માસમાં કોઈ અપેક્ષા નહીં, કોઈ આગ્રહ નહીં, ધર્મઆરાધના કરો એક એમનો પ્રોજેક્ટ. સહનશીલતા, સમતા અને શાંતિ આ ત્રિપદી તેમની રગરગમાં જોવા મળે છે. સહુ જીવો પર પ્રેરણાપત્ર દ્વારા મહા ઉપકાર કરી રહ્યા છે. મહિને ૧૦૦૦ પત્રો લખી રહ્યા છે. જે કોઈ વાંચે તેમને અનુભવ થાય છે કે પૂજ્યશ્રીએ મારા મનનાં ભાવ જાણી મારા પર જ પત્ર લખેલ છે.
ખૂબ જ પ્રેરણાદાયી, નાના મોટા સહુ સમજી શકે તેવા ૧૯ પુસ્તકો બહાર પાડેલ છે. પુસ્તકની કોઈ કિંમત નહીં, દાન મળે પુસ્તક છપાઈ જાય અને લોકો—જિજ્ઞાસુઓને ભેટ મોકલી આપે. કોઈ સંસ્થા નહીં, કોઈ ટ્રસ્ટ નહીં. તેથી સદાય ફ્રીના ફ્રી. પ્રસન્નતાપૂર્વક રહે છે. માથે બોજ હોય તો અપ્રસન્નતા રહેને? એમના પુસ્તકોના પ્રકાશન કરવાની મને તક સૌભાગ્ય પ્રાપ્ત થયું.
વ્યાખ્યાનમાં સદા પાયાની જ વાત હોય છે. કુટુંબભાવ પર વધારે ધ્યાન આપે છે. ઘરમાં શાંતિ તો સર્વત્ર શાંતિ તેયી ઘરથી જ ધર્મની શરૂઆત કરવાનો પૂજ્યશ્રી ખાસ આગ્રહ રાખે
For Private & Personal Use Only
www.jainelibrary.org