________________
9
ઝળહળતાં નક્ષત્રો
સાહિત્ય સર્જન વિગેરે ક્ષેત્રમાં તથા તપ, ત્યાગ અને વિવિધ અનુષ્ઠાનોમાં આગળ વધતા રહ્યાં.
વિહારયાત્રાઓ પણ કચ્છ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તામીલનાડુ, કર્ણાટક વગેરે પ્રદેશોમાં વિચરણ કરીને વિવિધ ચાતુર્માસો કરીને વ્યાખ્યાનમાળા તથા શાસનપ્રભાવનાના કાર્યોમાં
આગળ વધતા રહ્યા.
પ્રસન્ન અને મધુર વ્યક્તિત્વને કારણે સૌના પ્રીતિપાત્ર બન્યા. ૩૫ હજાર શ્લોક ગાથા કંઠસ્થ કરી સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી આદિ ભાષાઓ ઉપર તેમનો અદ્ભુત કાબુ જોવા મળ્યો. વ્યાકરણ, કાવ્ય, કોશ, ન્યાય તથા આમિક ગ્રંથોનો અભ્યાસ, વિશાળ વાંચન તથા અનેક પુસ્તકોનું લેખન સંપાદન કર્યું. વિશેષ પ્રભુ ભક્તિ અને પરોપકારી કાર્યોની રુચિને કારણે ગુરુ ભગવંતોની સાથે રહીને સાતેક્ષેત્રોમાં સતત પ્રેરણા આપતા રહ્યા છે. અનેક પ્રતિષ્ઠા મહોત્સવો, છછર પાલિત સંઘો અને ધર્મ પ્રભાવક કાર્યોમાં સતત નિમિત્ત બનતા રહ્યા.
૯૪૯
અદ્ભુત શ્રુતભક્તિ અને પ્રભાવશાળી ચિંતનપૂર્ણ લેખનકળાથી અનેકોના મનમાં સારું એવું સ્થાન ઊભું કરી શક્યા છે. અનેકોને ધર્મમાર્ગે પણ વાળ્યા છે. પૂજ્યશ્રીમાં ગુણાનુરાગીનો વિશિષ્ટ ગુણ પણ જોવા મળ્યો. ઘણા જ નમ્ર, ઉદાર અને સુપ્રસન્ન વ્યક્તિત્વ, શાંત સ્વભાવશીલતા આદિ સદ્ગુણોથી વિભૂષિત પૂજ્ય પંન્યાસ પૂર્ણચંદ્રવિજયજી મ. પરોપકાર શ્રેણીમાં પણ હમેશા આગળ રહ્યાં છે.
પૂજ્યશ્રીએ પંદરેક ચાતુર્માસ પૂ. ગુરુદેવ આ.ભ.શ્રી કલાપૂર્ણસૂરિજી મ. સાથે કર્યા. પંદરેક ચોમાસા સ્વતંત્રપણે કર્યા. પ્રતિષ્ઠાઓ, ઉપધાન પ્રસંગો, છ'રીપાલિત યાત્રાસંઘોમાં પૂજ્યશ્રીની નિશ્રાએ શાસનપ્રભાવાનું ગજબનું કામ થયું, ચાતુર્માસના આયોજન અને વિવિધ શાસનપ્રભાવનાના સંદર્ભે પૂજ્યશ્રીનું માર્ગદર્શન સૌને સતત મળતું રહ્યું છે.
પૂજ્યશ્રીનાં પાંચ શિષ્યરત્નોની યાદી નીચે મુજબ છે. પૂ. મુનિશ્રી પૂર્ણરક્ષિતવિજયજી મ.સા., પૂ. મુનિશ્રી પ્રશમલબ્ધિવિજયજી મ.સા., પૂ. મુનિશ્રી પ્રિયદર્શનવિજયજી મ.સા., પૂ. મુનિશ્રી પાવનમન્ત્રવિજયજી મ.સા., પૂ. મુનિશ્રી પુનિતચંદ્રવિજયજી મ.સા.
પૂજ્યશ્રીને પુસ્તક પ્રકાશનમાં પણ ગજબની ધૂન હોવાને કારણે પચીસ જેટલા તેઓશ્રી દ્વારા લિખિતસંપાદિત પ્રેરણાદાયી પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. ચાલીશ વર્ષ ઉપરનો પૂજ્યશ્રીનો દીક્ષાપર્યાય છે. વિશેષમાં ચતુર્વિધ સંઘમાં પૂજ્યશ્રીની ખાસ સલાહ-પ્રેરણા-માર્ગદર્શન લેવામાં આવે છે.
અનેક ગુણગણથી અલંકૃત શોભાયમાન પૂજ્યશ્રીના ચરણે ભાવસભર વંદન હો!
સૌજન્ય : શ્રી આરાધના ભવન જૈન સંઘ, ભૂજ (કચ્છ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org