________________
ઝળહળતાં નક્ષત્રો
સાથે રહી પૂજ્યશ્રીને છેવટે છટ્ટનું પચ્ચક્ખાણ કરાવી તેઓશ્રીને સમાધિમરણની સાધનામાં સક્રિય નિમિત્તરૂપ બન્યા.
(આ ત્રણ પૂજ્ય ગચ્છાધિપતિશ્રી ઉપરાંત વર્તમાન ગચ્છાધિપતિશ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી સાથે પણ પૂજ્ય પુન્યોદયસાગર સૂરીશ્વરે વર્ષાવાસ વ્યતીત કરેલ અને તેઓશ્રીની ‘બાયપાસ સર્જરી’ વખતે પણ સતત સાથે રહી તેમની સેવા કરેલી)
ઉક્ત ચાર ગચ્છાધિપતિશ્રી સાથે વ્યતીત થયેલ સમયગાળામાં તો પ્રસ્તુત આચાર્યશ્રીના વૈયાવચ્ચ ગુણનું અદ્ભુત દર્શન થાય જ છે પણ વૈયાવચ્ચની અપૂર્વ મિસાલ તો ત્યારે જોવા મળી જ્યારે પૂજ્ય પુન્યોદયસાગરજીનું જીવનદર્શન કરતા કરતા અમે તેઓની સાથે શશીપ્રભસાગરજી, સૌભાગ્યસાગરજી, દીપસાગરજી, લલિતાંગ-સાગરજી આદિ આરાધક મુનિવરોને અંતિમ આરાધના અને સમાધિમરણની સાધનામાં રત જોયા. એક સાથે બે અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયેલ બે અલગ અલગ મુનિને ગૌચરી પૂરી પાડવાની, બંનેની પ્રતિક્રમણપડિલેહણાદિ ક્રિયા પાર પાડવાની અને એ સાથે સ્થાનિક સંઘમાં પણ જવાબદારીનું વહન કરવાનું કાર્ય સરળ તો ન જ હતું, છતાં પૂજ્ય પુન્યોદયસાગરજી આ ત્રણે જવાબદારીને સફળતાપૂર્વક વહન કરતા હતા. વારંવાર વૃદ્ધ સાધુ માટે હોસ્પિટલોની આવ– જા તે કાર્યાર્થે ગમે તેટલો લાંબો કે કઠિન વિહાર કરવો કે ઉષ્ણ અથવા શીત પરિષહને સહન કરવો એ જાણે આ આચાર્યશ્રી માટે એક સહજ ક્રિયા બની ગયેલ. આ સર્વે મુનિવરોના શરીરને-સ્વભાવને સંયમ સાધનાને સાચવવાપૂર્વક તેઓના જીવનના અંત પર્યન્ત સાથ નિભાવવો, એટલું જ નહી પણ સમુદાયમાં અન્ય કોઈપણ વયસ્થવીરને પોતાને ત્યાં પધારવાનું ખુલ્લું આહ્વાન આપનાર એક માત્ર આચાર્ય એટલે આ પુન્યોદયસાગર સૂરીશ્વરજી મહારાજશ્રી.
પૂજ્ય આચાર્યદેવશ્રી પુન્યોદયસાગર સૂરીશ્વરજી હોય પછી કોઈ શિલ્પી માટે કે સોમપુરા માટે નજર દોડાવવાની જરૂર ન રહે. આ વાતની સાક્ષી માટે પૂછો સૌરાષ્ટ્રમાં ગોંડલ જઈને કે વાંકાનેર જઈને. નજરે જોઈ ખાત્રી કરવા માટે જઈ આવો એક વખત ‘મહાવીર પુરમતીર્થ' ચોટીલા પાસે. ગોંડલ દેરાસર, ઉપાશ્રયનો કરાયેલ કાયાકલ્પ હોય કે ત્રણ-ત્રણ વર્ષ સુધી ખડે પગે સાથે રહીને વાંકાનેરના જિનાલયનું નવનિર્માણ કાર્ય હોય, પાયા નાખવાને બદલે સીધા જ લાંબા-લાંબા પથ્થરો પર ગોઠવાયેલ ‘મહાવીર પરમતીર્થ'ને જુઓ કે પિરામિડ પદ્ધતિએ તૈયાર થયેલા ઉપાશ્રયને જુઓ, તેમને ઠેર-ઠેર આ આચાર્યશ્રીની શિલ્પકલા અને અંતરસૂઝનું દર્શન થશે.
Jain Education International
GOE
પૂજ્યશ્રી કોઈપણ હોય, પરંતુ જ્યારે હાઈ વે ટચ જિનાલય નિર્માણ કરાવવા પ્રેરક બને ત્યારે મુખ્ય ધ્યેય જિનાલયનિર્માણનું જ રહે છે. જ્યારે પૂજ્ય પુન્યોદયસાગરસૂરીશ્વરજીએ ‘મહાવીર પુરમતીર્થ’ માં સ્થાવર તીર્થ કરતાં જંગમતીર્થને મહત્તા આપી. પહેલું કાર્ય કર્યું ‘ગૌચરી વ્યવસ્થા' ચોટીલા, વાંકાનેર, સાયલા, રાજકોટ આદિ સ્થાનો તરફથી આવાગમન કરી રહેલા પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને ઊતરવા માટે સ્થાનની વ્યવસ્થા અને તેમને માટે ‘ગોચરી’ આહારદાન માટેનો પ્રબંધ પહેલાં કર્યો. તેનું સાતત્ય જાળવ્યું, પછી જે કંઈ પ્રાપ્ત થાય તેને જિનાલય નિર્માણકાર્ય માટે કામે લગાડ્યું. સાધુ-સાધ્વીજીને ભગવદ્ સ્વરૂપ સમજી તેમની સંયમયાત્રામાં બાધા ન પહોંચે તે પહેલું લક્ષ્ય રાખી નામ–ઠામની ખેવના કર્યા વિના જિનાલયનિર્માણને દ્વિતીય મહત્ત્વ આપ્યું. વળી પોતાની પ્રેરણાથી થતા તીર્થ કરતાંયે આસપાસના સંઘોના જિનાલયની સમસ્યા, નવનિર્માણકાર્ય અવસરે તે સંઘોને પ્રાથમિકતા આપી, પોતાની પ્રેરણાથી થતા કાર્યને ગૌણ કર્યું અને આ કાર્યો મધ્યે પણ કોઈ શ્રમણની વૈયાવચ્ચનો પ્રસંગ આવે તો સ્વકાર્ય, સ્વ-પ્રતિષ્ઠા અને સ્વ શરીરને ગૌણ કરીને પણ પહેલા પરના હિતાર્થે જીવન વિતાવ્યું છે. તેમની આ નિસ્પૃહતાને લાખ-લાખ વંદન.
‘મહાવી૨-પુરમતીર્થ’ મધ્યે બિરાજતા અર્થાત્ જંગલ કે અટવીમાં રહેતા હોય ત્યારે ગોંડલ-જેતપુર-વાંકાનેર જેવા નાનાં-નાનાં શહેરો જેવાં ગામોમાં રહેતા હોય ત્યાં તેમની પાસે કેવળ તત્ત્વદર્શનાર્થે આવતા જિજ્ઞાસુ હોય કે શ્રમણ-શ્રમણી દ્વારા થતા પ્રશ્નોત્તર હોય, વ્યાખ્યા હોય કે વાચના હોય, તમને આ પૂજ્યશ્રીની તર્કશક્તિ અને વિદ્વતાનું અવશ્ય દર્શન થાય. જ્ઞાનનું દાન કરતી વખતે આ વિરલ વ્યક્તિત્વના કૌશલ્યનો, કે વિદ્વતાનો, અનુભવજ્ઞાનનો અને તર્કસિદ્ધ હકીકતોને રજૂ કરવાની શક્તિનો અચૂક અનુભવ થાય.
પૂજ્ય ગચ્છાધિપતિ અને પરમગીતાર્થ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં રહીને તેમની સાહિત્યસાધનાની જ્યોત પણ ઝળહળી હતી. કેટલાંક પુસ્તક આદિનાં સંપાદનકાર્ય, પૂજ્ય આગમોદ્ધારક આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજીની મનોકલ્પના અનુસાર આગમમાં રહેલા બાવન વિષયો પરત્વે પ્રકાશ ફેંક્યો છે.
પૂજ્ય આચાર્યશ્રીએ સાહિત્યસાધના, તાર્કિક ચિંતન, વૈયાવભાવ અને નિસ્પૃહતાના ગુણની સાથે સાથે જ્યોતિષ વિષયે પણ ઘણી પ્રગતિ સાધી છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org