________________
ઝળહળતાં નક્ષત્રો
દેશનાદક્ષ પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય ભુવનભૂષણસૂરીશ્વરજી મ.સા.
આજે દેવદુર્લભ માનવભવને પામનારા ઓછા છે. તેમાં પણ માનવભવના મૂલ્યને સમજીને નાનકડી જીંદગીમાં અદકેરું જીવન જીવી જગતને માર્ગીંધણું કરનારા આત્માઓ વિરલ હોય છે. આવા વિરલ આત્માઓની શ્રેણીને શોભાવતું એક વ્યક્તિત્વ એટલે જ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભૂષણસૂરીશ્વરજી
મહારાજ.....!
તારંગાજી તીર્થની તળેટીમાં વસેલા સતલાસણા ગામના મૂળવતની અને વરસોથી વ્યવસાયાર્થે મહારાષ્ટ્રના ખરડા અને પછીથી નાસિક આવીને વસેલા સુશ્રાદ્ધ રસિકભાઈના ધર્મપત્ની સવિતાબહેને વિ.સં. ૨૦૧૮ની સાલે નવપદજીની શાશ્વત ઓળીના પાવન દિવસોમાં આસો સુદ-૧૦ના શુભદને એક સુપુત્રને જન્મ આપ્યો. તેનું નામ પાડવામાં આવ્યું શ્રેયાંસકુમાર......! આર્યત્વ અને જૈનત્વની છાયાને વરેલા માત– પિતાએ તેનું સુંદર સંસ્કરણ કર્યું. માત્ર તેના શરીરની ચિંતા ન કરતા તેના આત્માની પણ ચિંતા કરી. તેમાં વિ.સં. ૨૦૩૧ની સાલે નાસિકનગરે આગમપ્રજ્ઞપૂ.આ.ભ. શ્રીમદ્ વિજય જંબૂસૂરીશ્વરજી મહારાજાની ચાતુર્માસાર્થે સપરિવાર પધરામણી થઈ. તેમના પાવન પરિચયથી શ્રેયાંસકુમારને ધાર્મિક અભ્યાસ કરવાની પ્રેરણા મળી. ચાતુર્માસ દરમ્યાન બે પ્રતિક્રમણના સૂત્રો કંઠસ્થ કર્યાં. ત્યારબાદ વિ.સં. ૨૦૩૨ની સાલે પૂ. મુનિરાજ શ્રી મહાબવિજયજી મ. (હાલ આચાર્ય) તથા પૂ. મુનિરાજ શ્રી પુણ્યપાલવિજયજી મ. હાલ ગચ્છાધિપતિ)નું નાસિક સંઘમાં અભૂતપૂર્વ ચોમાસું થયું. તે ચોમાસા દરમ્યાન પૂજ્યશ્રીની સરસ જીવનશૈલી અને સરળ પ્રવચનશૈલીના પ્રભાવે બહુસંખ્ય ભવ્યાત્માઓ ધર્મમાર્ગે ચડ્યા. તથા ધર્મમાર્ગે ચડેલા બહુસંખ્ય ભવ્યાત્માઓ ધર્મમાર્ગે આગળ વધ્યા. શ્રેયાંસકુમારે પણ ધર્મક્ષેત્રે સુંદર પ્રગતિ સાધી. ઉભય મુનિરાજોએ વિહાર કર્યો ત્યારે બાલશ્રેયાંસ પણ માત-પિતાની રજા મેળવી વિહારમાં જોડાયો.
Jain Education International
૯૧૯
પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં રહી ધર્મના સુંદર સંસ્કારો મેળવવા સાથે સુંદર અધ્યયન કર્યું. પૂજ્યશ્રીના મુખે વૈરાગ્યસભર વિવિધ વાતો–વાર્તાઓ સાંભળી બાલશ્રેયાંસનું અંતઃકરણ વૈરાગ્યવાસિત બન્યું. “સંયમ કહિ મિલે’ની આંતરધૂન જાગી. બાલશ્રેયાંસની યોગ્યતા અને દ્રઢતાની પરિક્ષા કરી પૂ. ગુરુદેવોએ સંયમપ્રદાનની અને માત-પિતાદિ પરિવારજનોએ સંયમગ્રહણની સહર્ષ સંમતિ આપી. વિ.સં. ૨૦૩૩ની સાલે મહારાષ્ટ્રના અમલનેર ગામે ઉજવાયેલ સમૂહ ૨૬ દીક્ષાના ઐતિહાસિક અવસરે દીક્ષાયુગપ્રવર્તક, બાલદીક્ષાસંરક્ષક, તપાગચ્છાધિરાજ પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પરમપાવન હાથે મહાસુદ-૧૩ના શુભદિને રજોહરણને પ્રાપ્ત કરી બાલશ્રેયાંસનો મનમોરલો નાચી ઉઠ્યો. નૂતન નામ પડ્યું પૂ. મુનિ શ્રી ભુવનભૂષણવિજયજી મ., પૂ. મુનિરાજ શ્રી પુણ્યપાલ વિજયજી
મ.ના પ્રથમશિષ્ય બન્યા. સંયમ સ્વીકારવાની સાથે જ જ્ઞાનાદિ સાધ્યોની સાધનામાં વિશેષ ઉજમાળ બન્યા. ગુણાધિરાજ વિનયને જીવનમાં ખૂબ ખીલવ્યો. દાદા ગુરુદેવ તથા ગુરુદેવની સેવા-ભક્તિ કરવા સાથે ન્યાય-વ્યાકરણશાસ્ત્રનો તથા આગમાદિ ગ્રંથોનો સુંદર અભ્યાસ કર્યો. “માણસ માત્ર ભૂલને પાત્ર” આ કહેવત પહેલા જન્મ પામેલી અપ્રસિદ્ધ કહેવત છે કે “વ્યક્તિમાત્ર શક્તિપાત્ર' દરેક વ્યક્તિમાં કોઈને કોઈ શક્તિ પડેલી જ હોય છે. કોઈમાં વક્તૃત્વશક્તિ હોય કોઈમાં લેખનશક્તિ હોય તો કોઈમાં કવિત્વ-કલ્પનાશક્તિ હોય. આ મહાત્મામાં આયોજનશક્તિ સુંદર રહેલી છે. પૂ. ગુરુદેવોની નિશ્રામાં વારંવાર ઉજવાતા વિવિધ મહોત્સવો ઉજમણાઓ.....ઉપધાનતપો, છ'રી પાલક સંઘો, નવ્વાણું યાત્રાઓ આદિ પ્રસંગોનું આયોજન આજ્ઞાપૂર્વક કઈ રીતે કરવું તેનું સુંદર માર્ગદર્શન આયોજકોને માર્ગમાં રહીને આપવા દ્વારા
તે પ્રસંગોને શાનદાર અને યાદગાર બનાવ્યા છે. આ મહાત્માનું સંપાદન-કૌશલ્ય પણ અનેરું છે. આજ સુધી અનેક પુસ્તકોનું સુંદર સંપાદન કરી “પૂ. તપાગચ્છાધિરાજશ્રી’’ના તથા પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનસાહિત્યને અને કાવ્ય સાહિત્યને ગુજરાતી-હિન્દી-મરાઠીભાષી લોકો સુધી પહોંચાડવાનો ભગીરથ પુરુષાર્થ તેઓએ કર્યો છે અને હજી પણ કરી રહ્યા છે. વર્ધમાનતપની ઓળીઓ, વર્ષીતપ આદિ તપો કરવા સાથે કમસે કમ બિયાસણાની આરાધના આજે પણ અખંડ રીતે તેઓ કરી રહ્યા છે. પૂ. ગુરુદેવોને શાસનના અનેક જવાબદારીભર્યા કાર્યોમાં સહાયક બની ગુરુદેવોના કાર્યભારને હળવો કર્યો. પોતે સ્વતંત્ર વિચરી શાસનની પ્રભાવના કરવા સમર્થ હોવા છતાં
For Private & Personal Use Only
www.jainelibrary.org