________________
ઝળહળતાં નક્ષત્રો
· ઉપાધ્યાયજી શ્રી અશોકચંદ્રવિજયજી ગણિ ‘દાદા’નો સંપર્ક થયો. ‘દાદા’ એ કીધું, ‘રહેવું છે અમારી સાથે? જવાબ મળ્યો–રાખો તો રહી જઈએ. રહી ગયા કાયમ માટે. વિ.સં. ૨૦૩૫, માગસુર સુદ-૫ના મુંબઈ–સાયનમાં દીક્ષા લઈ મુનિ શ્રી સોમચંદ્રવિજયના શિષ્ય મુનિ શ્રી શ્રમણચંદ્રવિજયજી તરીકે જાહેર થયા. જ્ઞાન-ધ્યાન-અભ્યાસની સાથે વિનય, વૈયાવચ્ચ, ભક્તિના સ્વભાવ દ્વારા ૫.પૂ. આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ., ‘દાદા' તેમ જ મોટા, નાના સહુના ‘લાડકા’ બન્યા.
વિ.સં. ૨૦૫૩માં માટુંગામાં ગણિપદ, વિ.સં. ૨૦૬૦માં પંન્યાસપદ પામ્યા. ‘દાદા’ ઘણીવાર કહેતા શ્રમણચંદ્ર વિદ્વાન કે વ્યાખ્યાતા ઓછા હશે પરંતુ પુણ્યશાળી જરૂર છે.' જેથી મુનિ શ્રી સંયમચંદ્ર વિ. જેવા શિષ્ય થયા. જ્યાં જ્યાં ચોમાસા કર્યા ત્યાં ત્યાં લોકચાહના સારી મેળવે છે. ‘દાદા'ને ઘણીવાર કહેતા સાંભળ્યા છે મારે ‘શ્રમણચંદ્ર-શ્રીચંદ્ર'ને ઠેઠ સુધી પહોંચાડવા છે' આજે તે શબ્દો સાચા પડી રહ્યા છે.
પ્રકૃતિથી જ જે શ્રી સંઘના અનુરાગનું પાત્ર બન્યા પ્રકૃતિથી જ જે પ્રિયભાષીઓમાં અગ્રેસર બન્યા. પ્રકૃતિથી જ જે બહુલ પ્રશમરસવાળા છે.
પ્રકૃતિથી જ જે મધના ઘડા જેવાં મધુર છે. પ્રકૃતિની મીઠપમાં પુણ્યાઈની મોટપ ભળે અને, આપનું નામ જિનશાસનમાં ખૂબ ઝળહળે એટલી શુભકામના.
પૂ.આ.શ્રી જિનશાસનાં વધુ ને વધુ પ્રભાવક બને એવી સકલ શ્રી સંઘની શુભેચ્છા.
સૌજન્ય : સમવસરણ જૈન તીર્થદર્શનભવન ટ્રસ્ટ, પાલિતાણા પૂ.આ.શ્રી શ્રીચંદ્રસૂરિજી મ.સા.
વ્યક્તિ શહેરમાં રહે કે ગામડામાં રહે, વ્યક્તિ બંગલામાં રહે કે ઇંટ-ચૂનાના મકાનમાં રહે, વ્યક્તિ મોટી હોય કે નાની હોય, તેથી શું? જ્ઞાનનો ક્ષયોપશમ તો કોઈને પણ હોઈ શકે! ગામડાંમાં,
Jain Education International
૯૨૩
ઇંટ-ચૂનાના મકાનમાં રહેતા, ૯-૧૦ વર્ષની ઉંમરથી જ જ્ઞાનનો વિશિષ્ટ ક્ષયોપશમ ધરાવનાર છે-પૂ.આ.શ્રી શ્રીચંદ્રસૂરિજી મ.
‘ડુમા’ ગામમાં જ પિતા જેમતભાઈ, માતા ગંગાબેન (જીંગાબેન)ની કુક્ષિએ જન્મ્યા ગિરિશકુમાર. બાળપણથી જ ગ્રહણ કરવાની શક્તિ સારી. સંયોગવશ પહોંચ્યા. પ.પૂ. ઉપાધ્યાયજી શ્રી અશોકચંદ્રવિજયજી ગણિ મ. ‘દાદા' પાસે ચોપાટી. વસી ગયા ‘દાદા’ના દિલમાં, આવ્યા ત્યારે લોગસ્સ આવડતો હશે! થોડા સમયમાં તો શીખી ગયા–પાંચ પ્રતિક્રમણ, ‘દાદા’ કહેતા–‘આ છોકરો ગાથા ખૂબ જલ્દી કરે છે. ક્ષયોપશમ સારો છે તો સારી રીતે ભણાવવો જોઈએ' ૧।। વર્ષમાં તો પ્રકરણાદિનો સારો અભ્યાસ કર્યો. મધુરકંઠે સ્તવન, સજ્ઝાય બોલે તો ‘દાદા' પણ બધું કાન દઈને સાંભળતા. વિ.સં. ૨૦૩૫, માગસર સુદ-૫ના સાયનમાં દીક્ષા થઈ. મુનિ સોમચંદ્ર વિ.ના શિષ્ય મુનિ શ્રી શ્રીચંદ્રવિજયજી બન્યા.
પંડિતવર્ય શ્રી ચંદ્રશેખરજી ઝા પાસે લઘુકૌમુદી, સિદ્ધાંતકૌમુદી વગેરે વ્યાકરણ, ન્યાય, સાહિત્યનો ઉંડો અભ્યાસ કર્યો. દર્શનપ્રભાવક પ.પૂ.મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજ પાસે પ્રાચીન ગ્રંથસંશોધનની શૈલીનો અભ્યાસ કર્યો. અભિધાન ચિંતામ િ નામમાલા-વ્યુત્પત્તિ-રત્નાકરટીકા વગેરે ગ્રંથોના સંશોધન-સંપાદન કરી રહ્યા છે. પોતાના જ ગામમાં ભોળા, ભદ્રિક મુનિ શ્રી શશીચંદ્ર વિજયજી તેમજ મુનિ શ્રી સિદ્ધચંદ્ર વિજયજી તેઓશ્રીનાં શિષ્યપદે શોભે છે.
વિ.સં. ૨૦૫૩, માટુંગામાં ગણિપદ, વિ.સં. ૨૦૬૦, મુલુંડમાં પંન્યાસપદ પામ્યા. વિદ્વત્તાભરી વ્યાખ્યાન શૈલીથી દરેક સ્થાને લોકોને ધર્મમાર્ગે જોડ્યા.
પુસ્તકો જેમનાં મિત્રો છે, અધ્યયન જેમનું વ્યસન છે. વાક્છટા જેમનાં મુખે સહજ જ વસી છે અને કાર્યકુશલતા જેમની વિશેષતા બની છે. આપનાં તીક્ષ્ણ કૌશલ્યમાં તૃતીયપદની ઊંચાઈ ભળે અને જિનશાસનને એક પ્રભાવક પુરુષની અભા મળે એટલી શુભેચ્છા.
સૂરિપદે વિરાજતા શ્રીચંદ્રસૂરીશ્વરજી મ. શ્રી અનુપમ જ્ઞાનલક્ષ્મી પામી પરંપરાએ મોક્ષલક્ષ્મી થકી જિનશાસનનાં શ્રુતસાગરના છાંટણાથી શ્રી સંઘને રસતરબોળ કરે એવી અપેક્ષા.
સૌજન્ય : સમવસરણ જૈન તીર્થદર્શનભવન ટ્રસ્ટ, પાલિતાણા
For Private & Personal Use Only
www.jainelibrary.org