________________
૯૧૦
ભદ્રપરિણામી જૈનાચાર્યો
જૈનશાસનનો વ્યાપ વિશાળ ફલક પર પથરાયેલો છે. તેનો જ્ઞાનપ્રકાશ સર્વ ક્ષેત્રોને પ્રકાશિત કરનારો બની રહે છે. તેની અહિંસા સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવરાશિ સુધી પ્રસરેલી છે. સાત ક્ષેત્રોના માધ્યમથી જૈનશાસન અવિરત ઉપકારધારા વરસાવી રહે છે. અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવો, વિવિધ ઉદ્યાપન મહોત્સવો, શ્રુતસત્કારના વિવિધ અવસરો, વિવિધ ધર્માનુષ્ઠાનો આરાધનાઓ, ભવ્ય શોભાયાત્રાઓ, પ્રભુભક્તિના ઉત્સવો, સાધર્મિક ભક્તિનાં વિરાટ કાર્યો, અનુકંપાદાનની વિવિધ પ્રવૃત્તિઓ, જીવદયા, તીર્થયાત્રા અને તીર્થભક્તિનાં વિવિધ અનુષ્ઠાનો છ’રી પાલક સંઘો વગેરે અનેકાનેક ધર્મકાર્યોના પ્રવર્તન દ્વારા ભદ્રપરિણામી જૈનાચાર્યે હજારોના હૈયાંમાં ધર્મબીજનું વાવેતર કરી રહ્યા છે. આ પૂજ્યોના પરિચયો પણ જાણીએ અને ધન્યભાગી બનીએ.
ભીનમાલ નગર ઉદ્ધારક, આશાપુરી દરબારે બલિદાન નિવારક, સાહિત્યાચાર્ય ૫.પૂ. ન્યાયયામ્ભોનિધિ આ.શ્રીમદ્ વિજય તીર્થેન્દ્રસૂરીશ્વરજી મ.સા.
બુંદેલખંડ (મ.પ્ર.)ના
માતા
સાગર નગરે સં. ૧૯૪૮ કારતક સુદ-૧૦ના શુભ દિવસે બ્રાહ્મણકુળમાં પિતા નાથુરામજી લક્ષ્મીવતીદેવીની કુક્ષિએ શ્રી નારાયણદત્તનો જન્મ થયેલ. વિશ્વપૂજ્ય દાદા ગુરુદેવ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મના
શિષ્ય પ.પૂઆ.શ્રી ધનચંદ્રસૂરીશ્વરજી મ.સા. પાસે સં. ૧૯૬૫ અષાડ સુદ-૧૦ના ખાચરોદ (મ.પ્ર.)માં દીક્ષા લઈ મુનિ તીર્થવિજયજી બન્યા. સંઘ-સમાજમાં પ્રગટ યોગ્યતાના પ્રતાપે સં. ૧૯૮૦માં ઝાબુઆ શહેરમાં મહોપાધ્યાય થયા.
પૂજ્યશ્રી તીર્થવિજયજીએ ટૂંક સમયમાં ૪૫ આગમો, ન્યાય-વ્યાકરણ-તર્ક સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક જિનાલયો, ગુરુમંદિરો, ઉપાશ્રયો નિર્માણ થયા. માઉન્ટ આબુમાં વિ.સં. ૧૯૯૨ માગસર સુદ બીજે પૂજ્યશ્રીને આચાર્યપદવી અર્પણ કરી પ.પૂ.આ.શ્રી તીર્થેન્દ્રસૂરીશ્વરજી રૂપે પ્રસિદ્ધ થયા.
પૂજ્યશ્રીના પ્રભાવક બંને શિષ્યો પ.પૂ.આ.શ્રી
Jain Education Intemational
જિન શાસનનાં
લબ્ધિચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા તપસ્વી મુનિશ્રી કમલવિજયજી મ.સા.એ ગુરુદેવના નામને રોશન કર્યું. શ્રી બ્રાહ્મણવાડા તીર્થ-જિ. સિરોહી, રાજસ્થાનમાં વિ.સં. ૨૦૧૪ ચૈત્ર સુદ-૫ના દિવસે સ્વર્ગવાસી થયા. ત્યાં જે સુંદર મનોહર સમાધિમંદિરનું નિર્માણ થયું છે. શ્રી લબ્ધિસૂરિજી મહારાજને પૂર્વના પુણ્યોપાર્જિન સુસંસ્કારોને લીધે પૂ.આ.શ્રીમદ્ વિજય તીર્થેન્દ્રસૂરિજી મહારાજની નિકટ રહીને ધર્મજ્ઞાનનું અધ્યયન કર્યું. લગાતાર ગુરુસેવામાં રહીને વિહાર કરતા વર્ષો સુધી ધર્મપ્રભાવના પ્રવર્તાવી, દીક્ષાઓ, તીર્થયાત્રાઓ અને ઉપધાન વગેરે કરાવેલા.
શ્રી રાજેન્દ્ર અભિધાન કોશ પ્રણેતા કલિકાળ સર્વજ્ઞ કલ્પ આ.શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના તૃતીય પટ્ટધર હતા. પૂજ્યશ્રીને ભીનમાલ શહેર પર વિશેષ પ્રીતિ હતી. પૂજ્યશ્રી પરમ ધ્યાનયોગી અને પ્રખર વક્તા સહ કવિહૃદય હતા. જનમંગળ કળશ કાવ્ય આદિ સ્વરચિત સાહિત્યગ્રંથો જેની સાક્ષી છે. પ્રાયઃ કરીને કોઈપણ મહાત્મા હોય હયાતીમાં એમની સાચી ઓળખાણ થતી નથી. કાળધર્મ પછી જ તેમની ઉદારતા, સરળતા અને તેજસ્વીતાનો સૌને અનુભવ થાય છે. ભીનમાલ સંઘોમાં સંપ, સહકાર અને સ્થિરતા કરવામાં પૂજ્યશ્રીએ ખૂબ જહેમત ઉઠાવેલી.
ભીનમાલની આજની સમૃદ્ધિ-વિકાસશીલતા પૂજ્યશ્રીએ ત્રણ દિવસ નગર ખાલી કરાવી ઉજૈનીની જે માંત્રિક ક્રિયા
For Private & Personal Use Only
www.jainelibrary.org