________________
ઝળહળતાં નક્ષત્રો
થયા બાદ તેઓ પ્રવચનપ્રભાવક સૂરિવરજીની સાથે ને સાથે જ હોય છે.
તેઓશ્રીનો પુણ્યોદય ખીલતાં ચાલુ વર્ષે વિ.સં. ૨૦૬૭માં પોષ વદ ૧ના રોજ મુંબઈ વાલકેશ્વર ચંદનબાળા મધ્યે પ્રવચનપ્રભાવક સૂરિવરે સૂરિપદ લક્ષ્મીથી અલંકૃત કર્યા ત્યારથી તેઓ પૂ. આચાર્ય શ્રી વિજય હર્ષવર્ધનસૂરીશ્વરજી મહારાજના નામે ઓળખાય છે.
સ્વ-પર સમુદાયનો ભેદ મનમાં લાવ્યા વિના કોઈનું પણ ઉચિત બધું જ કાર્ય કરી આપવામાં તેઓશ્રી હમેશા તત્પર રહે છે. સદાય અપ્રમત્ત, સહાયક, પ્રસન્ન અને કાર્યરત તેઓશ્રી વધુમાં વધુ નિરોગી અને લાંબુ સંયમજીવન જીવી જૈન શાસનને અજવાળનારા બને એ જ અભિલાષા. તેઓશ્રીના પરિવારમાંથી તેઓ સિવાય પાંચ પુણ્યાત્માઓ સંયમપંથે સંચરેલા છે.
સૌજન્ય : બાલી-રાજસ્થાનનિવાસી સુરેખાબેન હસમુખલાલબોરીવલી-મુંબઈ તરફથી
વર્તમાન શાસન પ્રભાવક–સંયમી
આ.ભ. વરબોધિસૂરિજી
આલેખન : પૂ.પં. કૈવલ્યબોધિ વિ.મ. નડિયાદમાં દીક્ષાની ખાણ એવા સંઘવી પરિવારના મોભી ચંદુલાલ મગનલાલ શાહ તથા માતુશ્રી શાન્તાબહેનની રત્નકુક્ષિએ ત્રીજા નંબરના સંતાન તરીકે નિડયાદમાં (ગુજરાત જિ. ખેડા) સંવત ૨૦૦૫ ભાદરવા વ–૪ના શુભદિને જન્મ થયો. પરિવારમાં પિતાશ્રીના મોટાભાઈ ચીમનભાઈ (સંસારી પક્ષે કાકા)એ સંવત ૨૦૦૬માં મહા સુ.-૬ નડિયાદમાં સિદ્ધાંત મહોદધિ ત્રિશત મુનિ ગુણાધિપતિ-સ્વ. આ.ભ. શ્રીના શિષ્ય વર્ધમાનતપોનિધિ, ન્યાયવિશારદ યુવા શિબિરોના પ્રણેતા ગુરુ અંતેવાસી સ્વ. ભુવનભાનુસૂરિજી મ.ના શિષ્ય તરીકે (૩૫) વર્ષ સંયમની આરાધના કરેલી. મુનિશ્રી મણિપ્રભવિજયજી નડિયાદવાળા પાસે સ્કૂલના વેકેશનમાં અભ્યાસ કરવા ૧૦ વર્ષની નાની વયથી જતા હતા. પૂ. પ્રેમસૂરિ મ.ની કૃપાદૃષ્ટિ પડી ગયેલી. તેથી ૨૨ વર્ષની ઉંમરે બી.કોમ. પછી C.A.ના આર્ટીકલનો અભ્યાસ ચાલુ હતો ત્યારે પૂ.આ.ભ. ભુવનભાનુસૂરિજીની નિશ્રામાં મે વેકેશનમાં પાલનપુર મુકામે યુવા શિબિરમાં તત્ત્વજ્ઞાન માટે ગયેલ. ત્યાં પૂજ્યશ્રીના ઉપદેશથી હૃદયમાં વૈરાગ્યનો રંગ લાગ્યો. ચોથાવ્રતનો
Jain Education Intemational
૯૧૫
અભિગ્રહ કર્યો અને પાંચ વર્ષની બાળ વયમાં વડીલોએ સંસારી વિવાહ સંબંધ (સગાઈ) કરેલો તે ફોક કરીને સંવત ૨૦૨૯માં નિડયાદ મુકામે પૂ.આ.ભ. ભુવનભાનુસૂરિજી મ. તેમના વિશાળ પરિવાર સાથે પધાર્યા. તેમના હસ્તે માગશર સુદ-૫ના દિવસે ચારિત્રપંથ સ્વીકારી કાકા મ. મણિપ્રભ વિ.મ.ના શિષ્ય તરીકે પરિવારના બીજા સભ્ય સંયમી બનવાનો અધિકાર મેળવ્યો. સંસારી વાગ્દત્તાએ પણ તેમના પગલે રાજુલસતીની જેમ પતિના માર્ગે પાંચ વર્ષબાદ સંયમ સ્વીકારતાં કલીકાળમાં ‘નેમ રાજુલનો' પ્રસંગ જૈનશાસનમાં જોવા મળ્યો. ત્યારબાદ ૨૫ વર્ષ ગુરુ નિશ્રામાં જ્ઞાનાભ્યાસ સમુદાયમાં વૈયાવચ્ચ ભક્તિ વિનયગુણુ સાથે ગુરુનિશ્રા ગુરુકૃપાના બળે અનુક્રમે પંન્યાસ પદવી સંવત ૨૦૫૨માં થઈ ત્યાર બાદ સંવત ૨૦૫૮માં મુંબઈ ઇíબ્રિજ મુકામે સમુદાયના બીજા પંન્યાસ બે મુનિભગવંતોની સાથે પૂ. સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિજી મ.ની આજ્ઞા અને તેમના સ્વહસ્તે આચાર્ય પદવી વૈશાખ વદિ-૩ના દિવસે આપવામાં આવી.
આચાર્યપદવી પછી હાલમાં ગુજરાત-મહારાષ્ટ્રના મરાઠાવાડમાં શાસનપ્રભાવનાં કાર્યો પ્રતિષ્ઠા-અંજનશલાકાયુવાશિબિરો—જાહેર વ્યાખ્યાનો દ્વારા સ્થાનકવાસી વર્ગમાં આચાર-વિચાર–આહારનો પ્રચાર કરી રહ્યા છે. સેંકડો ભવ્યજીવોને ધર્મબોધિ પમાડી રહ્યા છે. તેમના વર્તમાન પટ્ટધર પંન્યાસપ્રવર કુલબોધિ મ. શિષ્ય તરીકે તેમની સાથે રહીને પ્રભાવક પ્રવચનપટુતાથી તેમને શાસનપ્રભાવનામાં સહાયક બની રહ્યા છે. તેમના સંસારી પરિવારમાં તેમના પછી ૯ મુમુક્ષુ-મુમુક્ષી સાધુ-સાધ્વી તરીકે સંયમ સ્વીકારીને શાસનપ્રભાવના કરી રહ્યા છે. વર્ધમાન તપની ૧૦૧ ઓળી સિદ્ધિતપ–માસક્ષમણ-૯૯ યાત્રા વગેરે તપ સાથે જીવનને સુગંધી બનાવ્યું છે. પ્રાયઃ બાર મહિનામાં ૧૧ મહિના એકાસણાથી ઓછું પચ્ચ. નથી કરતા. જ્ઞાનસંયમીનો અખંડ તપ ઉપવાસથી ૩૫ વર્ષથી ચાલુ છે.
જન્મ સંવત : ૨૦૦૫ ભાદરવા વિદ-૪ નડિયાદ દીક્ષા સંવત : ૨૦૨૯ માગશર સુદિ-૬ નડિયાદ પંન્યાસ સંવત : ૨૦૫૩ કારતક વદ-૧૩ અમદાવાદ આચાર્યપદવી સંવત ૨૦૫૮ વૈશાખ વિદ-૩ મુંબઈ પાર્લા (વેસ્ટ) ઇર્લ્સબ્રિજ
સૌજન્ય : પૂજ્ય પંન્યાસ શ્રી કૈવલ્યબોધિવિજયજી -મ.સા.ની પ્રેરણાથી ગુરુભક્તો તરફથી
For Private & Personal Use Only
www.jainelibrary.org