________________
૮૨૮
વતન : પાદરા (જિ. વડોદરા).
દીક્ષા : સં. ૧૯૬૯, પોષ વદ ૧૩, ગંધારતીર્થ.
ગણિ–પંન્યાસ પદ
:
સં.
૧૯૮૩, કારતક વદ ૩,
(મુંબઈ).
ઉપાધ્યાય પદ : સં. ૧૯૯૧,
ચૈત્ર સુદ ૧૪, રાધનપુર. આચાર્ય ૫૬ : સં. ૧૯૯૨, વૈશાખ સુદ ૬, મુંબઈ. સ્વર્ગવાસ : સં. ૨૦૪૭, અષાઢ વદ ૧૪, અમદાવાદ. દીક્ષાપર્યાય : ૭૭ વર્ષ અને ૬ મહિના.
મહાન
સુવિશાળ ગચ્છાધિપતિ, જૈન શાસનના જ્યોતિર્ધર, યુગપુરુષ, પરમ ગીતાર્થ પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, ૭૮ વર્ષનો દીક્ષાપર્યાય પાળી ૯૬ વર્ષની ઉંમરે, અમદાવાદમાં સં. ૨૦૪૭ના અષાઢ વદ ૧૪ (તા. ૯-૮-૧૯૯૧)ના રોજ અરિહંત પરમાત્માના ધ્યાનમાં મગ્ન બનીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
પૂજ્યાપદ આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનું ૭૮ વર્ષનું સુદીર્ઘ દીક્ષાજીવન સંખ્યાબંધ મહત્ત્વની ઘટનાઓથી સભર હતું. પૂજ્યશ્રીનું જીવન એટલે ઇતિહાસ. છેલ્લા સૈકામાં થઈ ગયેલા મહાન જૈનાચાર્યોનો ઇતિહાસ. પૂજ્યશ્રીનો જન્મ એમના મોસાળના ગામ દહેવાણમાં વિ.સં. ૧૯૫૨ના ફાગણ વદ ૪ના શુભ દિને થયો હતો. એમનું નામ ત્રિભુવન રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ છોટાલાલ અને માતાનું નામ સમરથબહેન હતું. બાળક ત્રિભુવનના જન્મ પછી માતા પિયરથી પાદરા આવે તે પહેલાં તો પિતાશ્રી છોટાલાલનું અવસાન થયું. છોટાલાલને બીજા બે ભાઈઓ હતા. છોટાલાલની માતાનું નામ (ત્રિભુવનની દાદીમાનું નામ) રતનબા હતું. ત્રિભુવને પાદરાની સરકારી શાળામાં અભ્યાસ ચાલુ કર્યો.
કિશોર ત્રિભુવન ધર્મ-અભ્યાસમાં ઘણો તેજસ્વી હતો. સાધુ ભગવંતના સંપર્કને લીધે દીક્ષા લેવાના કોડ એના મનમાં જન્મ્યા, પરંતુ એનાં દાદીમા, એના કાકાઓ એને દીક્ષા લેતા અટકાવતાં હતાં, કારણ કે ત્રણ ભાઈઓ વચ્ચે આ એક જ દીકરો હતો. ત્રિભુવનના પિતાના એક કાકાએ તો ત્રિભુવન જો દીક્ષા ન લે તો પોતાની દુકાન ત્રિભુવનના નામ ઉપર કરી આપવાનું પ્રલોભન પણ બતાવ્યું હતું, પરંતુ એથી ત્રિભુવન જરા
Jain Education Intemational
જિન શાસનનાં
પણ આકર્ષિત થયો ન હતો. કિશોર ત્રિભુવને દીક્ષા લેવાનો અડગ નિશ્ચય કર્યો હતો, વહેલી તકે દીક્ષા લેવાનું નક્કી કર્યું. એણે થોડા વખત પછી વડોદરામાં પૂ. પ્રેમવિજયજી મહારાજ પાસે જઈ પોતાની દીક્ષાનું મુહૂર્ત કઢાવ્યું, પરંતુ એ માટે સમય ઓછો હતો. (ઓછો હોય એ જરૂરી પણ હતું.) દીક્ષા ચૂપચાપ લેવી હતી. દીક્ષા વડોદરા રાજ્યની બહાર આપવામાં આવે તો તાત્કાલિક કાયદાનો પ્રશ્ન ઊભો ન થાય, એટલે પૂ. પ્રેમવિજયજી મહારાજે ત્રિભુવનને દીક્ષા માટે બ્રિટિશ સરહદમાં આવેલા જંબૂસર પહોંચવાનું કહ્યું. માસર રોડ પહોંચી, ત્યાંથી પગે ચાલી જંબૂસર જવાનું હતું. ત્રિભુવન વિશ્વામિત્રીથી ટ્રેનમાં બેઠા. રસ્તામાં પાદરા સ્ટેશન આવતું હતું. મુસાફરોની ચડ ઊતરમાં પોતાના ગામનો કોઈ માણસ તેને જોઈ ન લે તે માટે પાદરા સ્ટેશન આવતાં પહેલાં ત્રિભુવન પાટિયા નીચે સૂઈ ને સંતાઈ ગયો. સાંજના માસર રોડ ઊતરીને, પગપાળા ચાલીને તે જંબૂસર રાતના સાડા-અગિયાર વાગે પહોંચ્યો. ઉપાશ્રયમાં જઈને તેણે મોટા મહારાજને જઈને બધી વાત જણાવી. બીજે દિવસે આમોદમાં દીક્ષા આપવાનું વિચારાયું હતું, પરંતુ ત્યાં પણ ઉપાશ્રયમાં ત્રિભુવનના દૂરના એક કાકી ત્રિભુવનને જોઈ ગયાં, એટલે આમોદમાં દીક્ષા આપવાનું માડી વાળવામાં આવ્યું અને જૈનોની વસ્તી વગરના તીર્થધામ ગંધારમાં દીક્ષા આપવાનું નક્કી થયું. મુનિ મંગળવિજયજીએ એ કાર્ય માટે હિંમત દર્શાવી. તેઓ તથા મુનિ નયવિજયજી તથા મુનિ પ્રકાશવિજયજી કિશોર ત્રિભુવનની સાથે ૧૯ માઇલનો વિહાર કરી ગંધાર પહોંચ્યા. ગંધારમાં દીક્ષામુહૂર્તનો સમય થઈ ગયો હતો અને મુંડન માટે ગામમાંથી હજામને આવતાં વાર લાગી તો ત્યાં સુધીમાં મુનિ મંગળવિજયજીએ પોતે કેશલોચ ચાલુ કરી દીધો હતો. હજામ આવી પહોંચતાં મુંડન થયું. આ રીતે પાંચ-સાત જણ વચ્ચે ત્રિભુવનનો દીક્ષાવિધિ ગુપ્ત રીતે થઈ ગયો અને નામ મુનિશ્રી રામવિજયજી રાખવામાં આવ્યું.
દીક્ષા પછી શ્રી રામવિજયજી મહારાજે સં. ૧૯૬૯નું પ્રથમ ચાતુર્માસ સિનોર ગામમાં કર્યું. એ વખતે વ્યાખ્યાનની જવાબદારી શ્રી દાનવિજયજી મહારાજની હતી, પરંતુ એક દિવસ પૂ. શ્રી દાનવિજયજીની તબિયત સારી ન હતી ત્યારે એમના ગુરુદેવ વડીલ પંજાબી મહારાજ ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજે નૂતન સાધુ શ્રી રામવિજયજીને વ્યાખ્યાન આપવા માટે ફરમાવ્યું, કારણ કે શ્રી રામવિજયજીમાં એ શક્તિ એમણે નિહાળી હતી. પાટ ઉપર બિરાજી વ્યાખ્યાન આપવાનો શ્રી રામવિજયજી માટે આ પહેલો જ પ્રસંગ હતો. પોતે ના પાડી છતાં પૂ.
For Private & Personal Use Only
www.jainelibrary.org