________________
૮૪૬
જિન શાસનનાં
પૂ. ગુરુ મહારાજે કચ્છ-વાગડ-ગુજરાત-સૌરાષ્ટ્રનાં ગામોમાં વિચરી ધર્મોપદેશ વડે કેટલાય આત્માનો ઉદ્ધાર કરી, બ્રહ્મચર્યવ્રત અને સંયમના ઉચ્ચતમ માર્ગે વાળ્યા હતા. તેઓશ્રીના શુભ હસ્તે તપ, જપ, પચ્ચખાણ, તપસ્યાઓ, પૂજાઓ અને જૈન શાસનની પ્રભાવનાં અનેકાનેક શુભ કાર્યો થયાં હતાં.
શ્રી બુદ્ધિવિજયજી, શ્રી કનકસૂરિ તથા શ્રી તિલકવિજયજી તેમના શિષ્યો હતા. આમ દરેક સ્થળની ભૂમિને પાવન કરીને અનેક ભવ્યાત્માઓનો ઉદ્ધાર કરીને શારીરિક શક્તિ ક્ષીણ થઈ જવાથી અંતે પોતાની જન્મભૂમિ પલાંસવામાં સ્થિરતા કરી. વિ.સં. ૧૯૮૬નું અંતિમ ચાતુર્માસ પલાંસવા કર્યું અને આસો વદ-૧૧ના રોજ શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં સ્વર્ગે સિધાવી ગયા.
તેમના સ્વર્ગવાસથી વાગડના જૈન સમાજને મોટી ખોટ પડી! વાગડભૂમિના અનન્ય ઉપકારી પૂજ્યશ્રીના ચરણકમળમાં હાર્દિક વંદના.
વાત્સલ્યમૂર્તિ પૂજ્ય આચાર્ય શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ
વિ.સં. ૧૯૩૯, ભાદરવા વદ-૫ના પુણ્ય દિવસે પલાંસવા (કચ્છ-વાગડ)માં એક
જ્યોત પ્રગટી, જેના પ્રકાશથી સમસ્ત વાગડ પ્રદેશ પ્રકાશિત થઈ ઊઠ્યો. એ જ્યોતિ કનકસૂરિજી મહારાજ તરીકે પ્રખ્યાત થઈ. માતા :
નવલબહેન, પિતા : નાનચંદભાઈ, ગૃહસ્થી નામ : કાનજીભાઈ હતું.
નાનપણથી જ વૈરાગ્ય-વાસિત આ આત્મા વિરાગીની સાથે બુદ્ધિશાળી પણ હતા. એમની ઉત્કટ બુદ્ધિને જોઈને પલાંસવાના ઠાકોર તેમને બેરિસ્ટર બનાવવા ઈગ્લેન્ડ મોકલવા તૈયાર થયા, પણ જે ધર્મનાયક બનવાના હોય તેમને બેરિસ્ટર થવું કેમ ગમે? કાનજીભાઈએ સ્પષ્ટ ના કહી.
સાધ્વીરત્ન શ્રી આણંદશ્રીજી મ.સા.ના સતત સમાગમે એમના હૈયામાં વૈરાગ્ય દિન-દિન પલ્લવિત થવા લાગ્યો અને એક દિવસે એ જ સાધ્વીજીના શ્રીમુખે પાલિતાણા મુકામે
જૈન દેરાસરજી, લાકડીઓ (કચ્છ) આજીવન બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું, ત્યારે તેમની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી. યૌવનની ઊગતી ઉષાએ કેવો અણનમ અને પવિત્ર સંકલ્પ!
૨૩ વર્ષની વયે વિ.સં. ૧૯૬રમાં (માગ. સુ.૧૫), ભીમાસર (કચ્છ-વાગડ) મુકામે પૂજ્ય શ્રી જીતવિજયજી દાદા પાસે દીક્ષા સ્વીકારી. પૂ. મુનિશ્રી હીરવિજયજી મ. (તેમના જ સંસારી કાકા)ના શિષ્ય પૂ. કીર્તિવિજયજી તરીકે પ્રખ્યાત થયા. વડી દીક્ષામાં પૂ. કનકવિજયજી અને આગળ જતાં પૂ. કનકસૂરિજી તરીકે પ્રસિદ્ધ થયા.
વિ.સં. ૧૯૭૫માં સંઘસ્થવિર પૂજ્ય આચાર્ય શ્રી સિદ્ધિસૂરિજીએ તેમને પંન્યાસ પદવી અને સં. ૧૯૮૯ અમદાવાદમાં આચાર્યપદથી વિભૂષિત કર્યા.
વિ.સં. ૧૯૭૯માં જીતવિજયજી અને સં. ૧૯૮૬માં હીરવિજયજી મ.ના સ્વર્ગવાસ પછી વાગડ-સમુદાયના તેઓ કર્ણધાર બન્યા. પોતાની સંયમ–સુવાસ દ્વારા સમસ્ત જગ્યાએ આદરપ્રાપ્ત અજાતશત્રુ બન્યા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org