________________
૮૭૪
મફતલાલ ઝવેરચંદ આદિ સદાય પૂજ્યપાદશ્રી સાથે શાસનના કાર્યોમાં સાથે રહેતા.
સાગર સમુદાયની એકતાના પણ તેઓ ઘડવૈયા હતા અને શાસનની એકતા માટે શાસનસમ્રાટ નેમિસૂરિ મ. તથા આ. રામચંદ્રસૂરિ મ. સાથે પણ તેઓની વાટાઘાટો થતી અને તેઓને સૌ આદર માનથી જોતા
પૂજ્યશ્રીએ સં. ૧૯૮૬થી સં. ૨૦૩૪ સુધીમાં ૪૮ ચાતુર્માસ કર્યાં; તેમાં ખંભાત, ચાણસ્મા, ડભોઈ, વેજલપુર, ઊંઝા, અમદાવાદ, પાલિતાણા, કપડવંજ, રાજકોટ આદિ ગુજરાતનાં નગરો મુખ્ય છે. જ્યારે રતલામ, ઇન્દોર, સીતામહુ, મંદસૌર, આગ્રા, ઉજ્જૈન, ઉદયપુર, નાગપુર, કાનપુર, મુંબઈ સિરોહી આદિ ગુજરાત બહારનાં નગરો છે. આ બતાવે છે કે તેઓશ્રીએ શાસનનાં કાર્યો માટે અવિરામ વિહાર કર્યો છે. એટલું જ નહિ, ૪૮ વર્ષના દીક્ષાપર્યાયમાં પૂજ્યશ્રીએ ૨૧ થી ૩૨ ઓળી ચાલુ વર્ષીતપમાં, ૩૩ થી ૩૭ ઓળી છઠ્ઠઅટ્ટમના વર્ષીતપમાં, ૩૮ થી ૫૫ ઓળી ચાલુ વર્ષીતપમાં કરીને ૧૯ વર્ષીતપ કરેલ. આવા તપસ્વી મુનિરાજનો વિશેષ પ્રભાવ પડતો અને અનેક પુણ્યાત્મા તેમના વરદ્ હસ્તે સંયમમાર્ગે સંચરવા સજ્જ થતા. પૂજ્યશ્રીના હસ્તે ૬૦ ઉપરાંત મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. ૪૦ ઉપરાંત ઉપધાન તપ થયાં હતાં. જેમાં પાલિતાણામાં ૧૮૦૦ આરાધકોને એક સાથે કરાવેલ ઉપધાન તપ આજે પણ એક વિક્રમ છે. ૨૫ ઉપરાંત તીર્થસ્થળો પર શાશ્વતી ચૈત્રી ઓળીની સામુદાયિક આરાધના થઈ. સમસ્ત માળવા અને મેવાડને ગામડે ગામડે વિચરીને ધર્મજાગૃતિ લાવ્યા. ૩૦ ઉપરાંત પ્રતિષ્ઠા મહોત્સવો ઊજવાયા. ૧૭૫ ઉપરાંત ગામોમાં પાઠશાળાઓ સ્થાપી. શ્રી માંડવગઢ, શ્રી નાગેશ્વર, શ્રી મહાવીરજી (જયપુર) આદિ તીર્થોનો ઉદ્ધાર કરાવ્યો. શાસનરક્ષાર્થે ‘અખિલ ભારતવર્ષીય જૈન સંસ્કૃતિરક્ષક સભા’, ‘રાજસ્થાન જૈન સંઘ’, ‘માળવા–મેવાડ નવપદ સમાજ ઇન્દોર પેઢી, માંડવગઢ પેઢી, કેશરિયાજી પેઢી આદિની સ્થાપના કરી. આટઆટલી શાસનપ્રભાવના છતાં સાચા સાધુને છાજે તેવી નિઃસ્પૃહતા તો ગજબની હતી. માન-કષાય પર અદ્ભુત કાબૂ ધરાવતા હતા. ક્યાંય પોતાનો ફોટોગ્રાફ મૂકવાની પણ મનાઈ ફરમાવતા. ઉપાધ્યાયપદવી તો કેટલાય પ્રયત્નો પછી સ્વીકારેલી એ પૂજ્યશ્રીની કાર્યસિદ્ધિ પરનો સુવર્ણકળશ છે.
અર્ધી સદીના દીક્ષાપર્યાયમાં, ૭૮ વર્ષની જૈફ વયે પણ પૂજ્યશ્રી અવિરત ઉત્સાહપૂર્વક શાસનકાર્યો કરી રહ્યા હતા. સં. ૨૦૩૪માં ઊંઝામાં સ્થિત હતા. અવસ્થાને લીધે તબિયત
Jain Education Intemational
જિન શાસનનાં
વારંવાર નાદુરસ્ત થતી જતી હતી. ચોમાસું બેસવાના આગલા દિવસે, અષાઢ સુદ ૧૩ ના રોજ પૂજ્યશ્રીનું સ્વાસ્થ્ય કથળ્યું. પોતે આ સમય ઓળખી ગયા હોય તેમ સભાન બની ગયા. ગોચરીની અનિચ્છા દર્શાવી. રાત વીતી. ચોમાસી ચૌદશની વહેલી સવારે ૪-૨૫ કલાકે પૂજ્યશ્રીએ પૂર્ણ શુદ્ધિ અને ક્રિયારુચિપૂર્વક પ્રતિક્રમણ, પડિલેહણ, દેરાસરનું ચૈત્ય, પચ્ચક્ખાણ પારવાની ક્રિયા આદિ કર્યાં. મુહપત્તિનું પડિલેહણ એક જ હાથે પોતે બોલપૂર્વક કર્યું. બપોરે ૪-૦૨ કલાકે નમસ્કાર મહામંત્ર, ચત્તરિ મંગલમ્ની ધૂન વચ્ચે પૂજ્યશ્રીનો પવિત્ર આત્મા સમાધિની આખરી સલામ ભરીને અગમ અગોચરમાં સરકી ગયો! ઊંઝા સંઘે કરેલા તાર-ટેલિફોનથી સમગ્ર દેશમાંથી માનવમહેરામણ ઊમટ્યો. બીજે દિવસે ૧૧૩૦ કલાકે દેવવિમાન શી પાલખીમાં મહાયાત્રા નીકળી. બપોરે ૨-૦૦ કલાકે પૂજ્યશ્રીના પાર્થિવ દેહને અગ્નિદાહ દેવાયો. એ પવિત્ર ભૂમિ પર પૂજ્યશ્રીનું સ્મારક રચવાના નિર્ણય સાથે સૌ પાછા ફર્યા. અનેક સ્થળોએ થયેલી ગુણાનુવાદસભાઓ પૂજ્યશ્રીનાં કાર્યોની ગુણગાથા બની રહી!
આવા નિસ્પૃહ શિરોમણિ, શાસન સુભટ, માલવોદ્ધારક પૂજ્યશ્રીને વંદના.
સૌજન્ય : પ.પૂ.આ.શ્રી અશોકસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી વર્ધમાન જૈન પેઢી, પાલિતાણા
જંબુદ્રીપ યોજનાના નિર્માતા
પૂ. પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મ.
વિજ્ઞાનવાદે જ્યારે વિશ્વના સીમાડા ઓળંગી વિજ્ઞાનના મતે ચંદ્રલોક પર પહોંચ્યું ત્યારે સમગ્ર જગતમાં ખળભળાટ મચી ગયો. લોકો કહેવા લાગ્યા કે, શું આગમો! શું વેદો અને
પુરાણો! બધું જ ગપ છે. પુણ્ય અને પાપને બહાને, દેવ અને નર્કને નામે, ધર્મગુરુઓ ધૂતે છે. વિજ્ઞાનીઓએ વિશ્વ ૫૨ ઉપકાર કર્યો, એણે જનતાને ધર્માચાર્યોની જુટ્ટી ઝંઝાળમાંથી બચાવી. ભલું થજો એ વિજ્ઞાનીઓનું!–આવું આવું સાંભળી એક મહાત્માનું દિલ દ્રવી ઊઠ્યું, હૃદય પોકારી ઊઠ્યું : “અરે, જે સકળ જીવન લોકકલ્યાણ અર્થે ખર્ચે તે મહાત્માઓ પર આવું આળ! જગદુદ્ધારક ધર્મ પર આવું કલંક! પેટ માટે પસીનો પાડતા એ વિજ્ઞાનીઓ સાચા નથી, એ વાત મારે જગતને જણાવવી પડશે' અને એ મહાત્માએ પરદેશના લેખકો-ચિંતકોના વિચારોનું મંથન કર્યું અને કલમ ઉપાડી.
For Private & Personal Use Only
www.jainelibrary.org