________________ 884 એવાં નહોતાં કે તેને સાંભળીને લોકો ભૂલી જાય. આ પ્રવચનનો એક એક શબ્દ લોકોને હૃદય સોસરવો ઉતરી જાય એવો રહેતો હતો. આ પ્રવચનો સાંભળીને લાખો યુવાનોએ ટીવી અને સિનેમા ન જોવાની અને પોતાના માતાપિતાને દરરોજ પગે લાગવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમનાં પ્રવચનો સાંભળીને કોલેજમાં ભણતાં આશરે 25 હજાર યુવક-યુવતીઓએ પોતાના જીવનનાં બધાં પાપોનું પ્રાયશ્ચિત્ત કરીને ‘ભવ આલોચના' લીધી હતી. આધુનિક યુવાનો પાસે તેમનાં પાપોનું ‘કન્વેશન કરાવવાની વિશિષ્ટ શક્તિ ચન્દ્રશેખર મહારાજમાં હતી. ચન્દ્રશેખર મહારાજે લાખો જૈન યુવાનોનું સંસ્કરણ કર્યું તે પછી બાળકોમાં ચારિત્ર્ય નિર્માણ માટે ગૃહસ્થોને પ્રેરણા આપીને તપોવન સંસ્કારધામ'ના નામે અભિનવ જૈન ગુરુકુળનો પાયો નંખાવ્યો હતો. પ્રથમ તપોવન આજથી 28 વર્ષ પહેલાં નવસારી નજીક સ્થાપવામાં આવ્યું હતું અને બીજું “તપોવન' અમદાવાદમાં સાબરમતી નજીક સ્થાપવામાં આવ્યું હતું. આ બે તપોવન સ્કૂલ ઉપરાંત જૈન પદ્ધતિનું ઉત્તમ શિક્ષણ અને સંસ્કરણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓ આ બે તપોવનમાં ભણીને પોતાના કુળના દીપક બન્યા છે, જેમાંના અનેક તો દીક્ષા લઈને જૈન સાધુ પણ બન્યા છે. કોઈ પણ જૈન સાધુની જેમ ચન્દ્રશેખર મહારાજને પણ અહિંસા અને જીવદયા માટે ભારે દાઝ હતી. ગુજરાતમાં ગૌહત્યાબંધીનો કાયદો આવે તે માટે તેમણે ઉપવાસનું આંદોલન પણ છેડી દીધું હતું. છેવટે ચીમનભાઈ પટેલની સરકારે જ્યારે આ કાયદો પસાર કર્યો ત્યારે ચન્દ્રશેખર મહારાજે તેમને ફેંટો બાંધીને તેમનું અભિવાદન કર્યું હતું. મુંબઈમાં દેવનારના કતલખાનાનું 100 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકીકરણ થયું છે તેવા સમાચાર મળતાં જ તેમણે તેની સામે આંદોલન છેડી દીધું હતું. દેવનારમાં નિકાસના હેતુથી એકપણ પશુની કતલ ન થવી જોઈએ તેવી તેમણે માંગણી કરી હતી. તેમાં સ્થાનકવાસી સંપ્રદાયના નમ્રમુનિનો પણ સાથ મળતાં મુંબઈ મહાનગરપાલિકાની સ્થાનિક સમિતિએ નિકાસના હેતુથી કતલ બંધ કરવાનો ઠરાવ કર્યો હતો. જ્યારે પર્યુષણમાં કતલખાના છ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય થાય તેવી જૈન સંઘોની માંગણી હતી ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ ઇઝરાયેલના પ્રવાસે જવાના હતા. ચીમનભાઈ ઇઝરાયેલથી પાછા આવે ત્યારે તો મોડું થઈ જાય તેમ હતું કારણ કે પર્યુષણ શરૂ થઈ જાત. જિન શાસનનાં આવામાં અર્ધી રાત્રે મુખ્યમંત્રીના બંગલે જઈને છ દિવસ કતલખાના બંધ રાખવાની સહી લાવવામાં જૈન મોવડીઓ સફળ થયા હતા આની પાછળ શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબની પ્રેરણા હતી. પાછલી સદીમાં એક સમય એવો હતો કે જ્યારે જૈનોની યુવાન પેઢીને સંસ્કૃતિ અને સંસ્કાર વારસાના માર્ગે ટકાવી રાખવા માટે કશુંક નક્કર જરૂરી બન્યું હતું. આવા સમયે ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબે કેવળ મેકોલ શિક્ષણની ટીકા કરીને જ સંતોષ માન્યો ન હતો. પરંતુ તેમની પ્રેરણાથી તપોવન વિદ્યાપીઠોની સ્થાપના થઈ હતી. જેમાંથી આજે હજારો વિદ્યાર્થીઓ બહાર પડી ચૂક્યા છે. જૈન યુવકોને તૈયાર કરવા તેમણે વીર સૈનિક દળની સ્થાપના કરી હતી. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજે આચાર્યપદ લેવાનું સ્વીકાર્યું ન હતું અને પંન્યાસપ્રવરની પદવીમાં છેક સુધી રહ્યા હતા. મહારાષ્ટ્રના વિદર્ભમાં એક દેરાસરને તાળા લાગતા મહારાજ સાહેબ ત્યાં સુધી વિહાર કરીને ગયા હતા અને અનેક પડકારો વચ્ચે ત્યાં રહ્યા હતા. તેઓશ્રીની પ્રેરણાથી મૂર્તિમંત થયેલી સાધર્મિક આવાસ યોજના થકી જૈન અમદાવાદના લાંભા, સુરત અને મુંબઈના મીરા રોડ તથા મલાડમાં ઘર પામીને સ્થિર રહી શક્યા છે. છેલ્લાં બે-ત્રણ વર્ષથી ચન્દ્રશેખર મહારાજનું સ્વાથ્ય કથળ્યું હતું. તો પણ તેઓ જૈન શાસનની, આર્ય સંસ્કૃતિની અને યુવાન પેઢીની સતત ચિંતા કરતા રહ્યા હતા. શરીરની પીડા વચ્ચે પણ તેમના ચહેરા ઉપર અદ્ભુત શાંતિ અને સમાધિ જોવા મળતા હતા. જીવનની અંતિમ ક્ષણ સુધી તેઓ નવકાર મહામંત્રનો જાપ કરતા રહ્યા હતા. ચન્દ્રશેખર મહારાજે તેમના જીવનકાળ દરમ્યાન 84 વિદ્વાન શિષ્યો તૈયાર કર્યા છે. જેઓ ધર્મરક્ષા અને સંસ્કૃતિરક્ષાના તેમના મિશનને જોશભેર આગળ ધપાવી રહ્યા છે. (ગુજરાત સમાચાર માંથી સાભાર) સૌજન્ય : પૂ. પંન્યાસપ્રવરશ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી શાહ જિતુભાઈ નગીનદાસ (શેઠશ્રી જયંતિલાલ શામજી શાહ પરિવાર, સિહોરવાળા. હાલ દહાણુકરવાડી--કાંદીવલી, (વેસ્ટ) મુંબઈના સૌજન્યથી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org