________________
૮૪૮
જિન શાસનનાં
વ્યાખ્યાનો તથા તેમના મધુર કંઠેથી સઝાયો વગેરે સાંભળવા તે જીવનનો લહાવો ગણાતો. એમનાં વ્યાખ્યાનો સાંભળવા વિદ્યાશાળા (અમદાવાદ)નો હોલ ખીચોખીચ ભરાઈ જતો.
વિ.સં. ૨૦૧૬માં નવસારી મુકામે પૂજ્યશ્રીને ફેક્ટર થતાં તથા વૃદ્ધાવસ્થા થઈ જતાં હાલવા-ચાલવાનું બંધ થઈ ગયું. શરીર વ્યાધિગ્રસ્ત થયું પણ મન સમાધિમસ્ત જ હતું. વિ.સં. ૨૦૨૯માં પૂ. કલાપૂર્ણવિજયજી મ.સા.ને આચાર્યપદવી આપી ઉત્તરાધિકારી જાહેર કર્યા. એજ વર્ષે આધોઈ મુકામે ચૈત્ર સુદ ૧૪ના દિવસે ઉપવાસના પચ્ચખાણ પૂર્વક સાંજે ૫00 વાગે કાળધર્મ પામ્યા. એમના જવાથી ખરેખર જૈન સંઘને મહાન શાસનપ્રભાવક એક આત્માની ખોટ પડી.
જ્યોતિર્વેત્તા પૂજ્ય મુનિરાજશ્રી કંચનવિજયજી મ.સા. પૂ. કલાપૂર્ણસૂરિજીના ગુરુદેવ)
ફલોદી (રાજ.)માં જન્મેલા લક્ષ્મીચંદભાઈ વ્યવસાયાર્થે મદ્રાસ ગયા. ત્યાં વૈરાગ્ય જાગતાં દીક્ષા માટેનો દઢ સંકલ્પ કર્યો. સદ્ગુરુની શોધ માટે પાલિતાણા રહ્યા. અનેક
સૂરિભગવંતોના પરિચય પછી તેમણે કચ્છવાગડદેશોદ્ધારક પૂ. કનકસૂરિજીને સદ્ગુરુ તરીકે સ્વીકાર્યા. પ્રથમ પોતાની સાળી તથા પત્નીને દીક્ષા અપાવી. પછી પોતે દીક્ષા લીધી.
દીક્ષા પછી તેમનું નામ પડ્યું : મુનિશ્રી કંચનવિજયજી.
અત્યંત ફક્કડ આ મુનિશ્રી જ્યોતિષ શાસ્ત્રમાં પારંગત હતા તથા સુંદર પ્રવચનકળા પણ તેમને વરેલી હતી. વિ.સં. ૨૦૨૮માં એમને જણાઈ આવ્યું કે હવે મારું આયુષ્ય અલ્પ છે. એટલે તેમણે ચોવિહાર ૧૬ ઉપવાસના પચ્ચકખાણ લઈ લીધાં. ૧૧મા ઉપવાસે કા.વ. ૨ ના ભચાઉ (કચ્છ) મુકામે સમાધિપૂર્વક સ્વર્ગે સિધાવ્યા.
એ નિઃસ્પૃહ મહાત્માને હાર્દિક વંદન!
કચ્છ-વાગડ સમુદાયના નેતૃત્વને સફળ અને ઉજ્વળ બનાવનાર, કચ્છ અને ભારતભરના વિવિધ પ્રદેશોમાં અભૂતપૂર્વ શાસનપ્રભાવના
પ્રવર્તાવનાર, વાત્સલ્યમૂર્તિ, કરુણામૂર્તિ પૂ. આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી મ.
રાજસ્થાનમાં ધર્મતીર્થ જેવો મહિમા ધરાવતું ફલોદી નગર તેઓશ્રીની જન્મભૂમિ. પિતાનું નામ પાબુદાનજી, માતાનું નામ ખમાબહેન. સં. ૧૯૮૦ના વૈશાખ સુદ બીજના દિવસે એમનો જન્મ થયો. નામ રાખ્યું અક્ષયરાજજી. જાણે આત્માના અક્ષય સુખ માટે આ નામ હોય એવો ઉજ્વળ સંકેત એમાં સમાયો હતો! અક્ષયરાજ ઘરસંસારમાં રહ્યા હતા અને સામાન્યજનની જેમ લગ્ન પણ કર્યા હતાં, એટલે કુટુંબને નિભાવવાની જવાબદારીમાં એમને પોતાના પિતાજીને સહકાર પણ આપવો પડ્યો હશે, પરંતુ એમના જીવનની બદલાયેલી કાર્યદિશા પરથી કંઈક એવું તારણ નીકળી શકે કે, એમનો જીવ મોહમાયા-મમતામાં રાચનારો કે વૈભવ-વિલાસ, સુખોપભોગ કે સમૃદ્ધિમાં ખૂંપી જનારો નહીં હોય, પણ એમના હૃદયને તો તપ-ત્યાગ-વૈરાગ્યનો માર્ગ જ પસંદ હશે અને તેથી જ એમનું અંતર સંયમની સાધના પ્રત્યેના રંગથી રંગાયેલું હશે અને તેથી જ સંસારમાં રહ્યા છતાં અલિપ્ત જેવું જળકમળવતુ જીવન જીવતા હશે. આવા ઉત્તમ જીવને સંસારની અસારતાનો ખ્યાલ જરા સરખા સંતસમાગમથી, ધર્મની વાણીના શ્રવણથી કે ધર્મના અધ્યયનથી કે સંસારીઓને વેઠવાં પડતાં દુઃખોનાં દર્શનથી પણ આવી જતાં વાર લાગતી નથી. અક્ષયરાજના જીવનમાં પણ કંઈક એવું જ બન્યું. અક્ષયરાજનો સંસારી જીવ ત્યાગના માર્ગે વૈરાગ્યને વિભૂષિત કરતાં ધવલ વસ્ત્રોથી શોભી ઊઠ્યો, પણ આવું ઉચ્ચ કોટિનું આત્મહિત સાધવામાં તેઓશ્રીએ કેવળ પોતાના જ કલ્યાણથી સંતોષ ન માનતાં શાંત, હિતકારી અને વિવેકભરી સમજુતીથી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org