________________
ઝળહળતાં નક્ષત્રો
હાથી એટલે ‘જયકુંજર’. જયકુંજર-હાથીનું વિસ્તૃત વર્ણન ‘શ્રી ભગવતીસૂત્ર'માં આવે છે. સંયમી બન્યા બાદ શ્રી જયકુંજરવિજયજી મહારાજ જ્ઞાન-ધ્યાનની સાધનામાં આગળ વધવા સાથે એવા ગુરુસમર્પિત બની ગયા કે, પોતાનાં સંતાનશિષ્યોના ઘડતરની તમામ જવાબદારી પૂ. ગુરુદેવને સોંપીને ગુરુસેવાને જીવનમંત્ર બનાવ્યો. સં. ૨૦૧૧થી સં. ૨૦૩૮ સુધી આ મંત્ર તેઓશ્રીએ જીવની જેમ જાળવી જાણ્યો, જેના પ્રતાપે આજે પૂજ્યશ્રીના એ બંને શિષ્યો એક સિદ્ધહસ્ત લેખક તરીકે અને એક કુશળ પ્રવચનકાર તરીકે પૂ. આચાર્ય શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરિજી મહારાજ તથા પૂ. આચાર્ય શ્રી વિજયમુક્તિપ્રભસૂરિજી મહારાજ તરીકે ગુરુદેવ સાથે જ રહી શાસનપ્રભાવના કરી રહ્યા છે. સમર્થ લેખક અને પ્રભાવક પ્રવચનકાર તરીકે પોતાનાં બે સંતાનશિષ્યો તૈયાર થઈ ગયેલ હોવા છતાં આ રીતની ગુરુસમર્પિતતાની ભાવના જોઈ, મુનિરાજ શ્રી જયકુંજરવિજયજી મહારાજના વ્યક્તિત્વ અને યોગ્યતાથી પ્રેરાઈને, પૂ. ગુરુદેવના કાળધર્મ પછી, પૂ. દાદાગુરુદેવશ્રીએ, તેઓશ્રીને સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩ના પાલિતાણામાં ગણિપદથી અને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૪ના મુંબઈ, શ્રીપાલનગરમાં પંન્યાસપદથી વિભૂષિત કર્યા. પ્રસન્ન વદન, સરળતા, સાદગી, ગુરુસમર્પણભાવ, અનેરું વાત્સલ્ય, અપૂર્વ સ્વાધ્યાયરસિકતા, નિરભિમાનીતા, નિઃસ્પૃહતા, ક્રિયારુચિ આદિ અનેકાનેક ગુણોથી હર્યુંભર્યું આદર્શ જીવન ધરાવતા પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા-આશિષપૂર્વક સં. ૨૦૪૬ના ફાગણ વદ ૧૧ના દિવસે મુંબઈ–ભૂલેશ્વર
લાલબાગમાં આચાર્યપદે અભિષિક્ત થતાં આચાર્યશ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજ નામે પ્રસિદ્ધ થયા. આચાર્ય બન્યા બાદ તેઓશ્રીના વરદ હસ્તે ચંચર-કોલ્હાપુર-કરાડ-પૂના ફાતિમા નગર-ઇચલકરજી-અમદાવાદ ગોતા-બિજાપુર શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય-વિજાપુર શ્રી મહાવીર સોસાયટી જિનાલય, ટોલીગંજ કલકત્તા-ભવાનીપુર કલકત્તા-ભોમિયાભવન શિખરજી ૧૦૮ પાર્શ્વનાથ પરમાત્મા-અષ્ટાપદ મંદિર, જૈન શ્વે. સોસાયટી શિખરજી-કુમારડીહ નૂતન મંદિર-ચંપાપુરી તીર્થ આદિ સ્થળોએ અંજનશલાકા સાથે પ્રતિષ્ઠા થયેલ. તેમજ નાસિક સુવિધિનાથ જિનાલય, ટાંકેદ સર્વોદય તીર્થ, મંદારદરા તીર્થ, ભાલુસણા, નરોલી મુનિસુવ્રત સ્વામી જિનાલય, પાવાપુરી નયામંદિર, પારસનાથ ઇસરી, કત્રાસગર. ચંપાપુરી તીર્થ, ભાગલપુર, લછવાડ-ક્ષત્રિયકુંડ તીર્થ-કાકંદી તીર્થ શ્રી રાજગૃહી તીર્થ આદિ
Jain Education International
૮૫૭
કલ્યાણક ભૂમિઓમાં પ્રતિષ્ઠા થયેલ. આ સિવાય છ'રીપાલક સંઘો, ઉપધાન, ઉજમણા તથા અનેક દીક્ષાઓ થયેલ છે.
કલ્યાણકભૂમિઓના જિર્ણોદ્ધારને આંખ સામે રાખી પૂજ્યશ્રીએ બે ચાતુર્માસ કલકત્તા ભવાનીપુર, એક ચાતુર્માસ શ્રી સમ્મેતશિખરજી તીર્થ, એક ચાતુર્માસ શ્રી રાજગૃહી તીર્થ તથા એક ચાતુર્માસ શ્રી પવાપુરી સમવસરણ તીર્થ કરી પાંચ કલ્યાણકભૂમિઓનો જિર્ણોદ્ધાર કરાવેલ. જે ઉપકારની પાવન સ્મૃતિમાં પૂર્વભારતના છત્રીસ સંઘોએ ભેગા થઈ વિ.સં. ૨૦૩૪ શ્રાવણ વદ-૮ રવિવારના રોજ પાવાપુરી સમવસરણ તીર્થમાં ત્રિદિવસીય મહોત્સવપૂર્વક સુવર્ણાક્ષરી પ્રશસ્તિ પત્ર અર્પણ કરવાપૂર્વક પૂજ્યશ્રીને પૂર્વભારત કલ્યાણક ભૂમિ તીર્થોદ્વારક' પદવી એનાયત કરી. હતી. ૯૭ વર્ષીય જૈનાચાર્ય શ્રીમદ્વિજય જયકુંજરસૂરિજી મ.સા. તા.૨૩મી જૂન ૨૦૧૧ના ગુરુવારે સવારે ૭-૨૧ વાગે અમદાવાદ ખાતે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીની પાલખી વખતે ગુરુભક્તોની વિશાળ હાજરી હતી.
પૂર્વભારત કલ્યાણકભૂમિ તીર્થોદ્ધારક તરીકે જાણીતા થયેલા એ સમર્થ શાસનપ્રભાવક સૂરિવરના ચરણે લાખ-લાખ વંદના.
સૌજન્ય : શ્રીમતી નિર્મલાબેન સરદારમલજી જૈન, મુલુંડ-મુંબઈ प.पू. आचार्य श्री नित्योदय सागर सूरीश्वरजी महाराज साधु-संत आम तौर पर समाज में धार्मिक चेतना और सत्कारियों के प्रति जागृति पैदा करने के कार्यों में ही लगे रहते हैं,
साथ ही जीवन के शुद्धिकरण के लिए तपस्या के आयोजनों का नेतृत्व उनके हिस्से आता है। बहुत कम संत एसे हुए हैं तो इनसे हटकर होनवाले कार्योंमें अपना योगदान देते देखे गए हैं । जैनधर्म के आज के संतों में अगर देखा
For Private & Personal Use Only
www.jainelibrary.org