________________
ઝળહળતાં નક્ષત્રો
૮૨૯
ગુરુભગવંતની આજ્ઞા થતાં એ જવાબદારી સ્વીકારવી જ પડી.
ક્યા વિષય પર વ્યાખ્યાન આપવું એનો વિચાર કરી લીધો. સમકિતના સડસઠ બોલની સઝાય પોતાને કંઠસ્થ હતી તેના વિવેચનરૂપે પૂજ્યશ્રીએ સરસ વ્યાખ્યાન આપ્યું. તે વ્યાખ્યાન સાંભળીને પૂ.ઉપા. શ્રી વીરવિજયજીએ આગાહી કરેલી કે રામવિજયજી ભવિષ્યમાં સમર્થ વ્યાખ્યાતા થશે. પૂજ્યશ્રી જ્યાં
જ્યાં વિચર્યા ત્યાં તેમનાં પગલે પગલે અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા, ઇત્યાદિ પ્રકારના ઉત્સવો સતત યોજાતા રહ્યા.
ખંભાતમાં એકી સાથે ૨૪ અને અમલનેરમાં એકી સાથે ૨૬ વ્યક્તિઓએ એમની પાસે દીક્ષા લીધી. તેમના હાથે ૨૫/- થી વધુ મુનિઓએ અને ૫00 થી વધુ સાધ્વીજીઓએ દીક્ષા ગ્રહણ કરી છે.
- પૂજ્યશ્રીએ દીક્ષા લીધી ત્યારે દીક્ષાનાં ચારે બાજુ જબ્બર વિરોધ ચાલતો હોવાથી પૂજ્યશ્રીને પોતાની ખાનગીમાં અને તે પણ દરિયાકિનારે અને તે પણ માત્ર પાંચ-સાત વ્યક્તિની હાજરીમાં જ દીક્ષા લેવી પડી હતી અને એથી એજ વખતે આ મહાપુરુષે મનોમન નિર્ણય કરેલ કે—મારે દીક્ષામાર્ગને એવો સુલભ બનાવવો છે કે નાના બાળકોથી માંડી યુવાનો પ્રૌઢો વૃદ્ધો, લાખોપતિઓ, અબજોપતિઓ સહુ કોઈ જાહેરમાં ધામધૂમથી દીક્ષા લઈ શકે, અને પૂજ્યશ્રીએ દીક્ષા બાદ પોતાની પ્રવચનધારા દ્વારા એવો દીક્ષાનો ડંકો વગાડ્યો કે–બાળકો, યુવાનો, પ્રૌઢો અને વૃદ્ધોની જાહેરમાં ધામધૂમથી દીક્ષા થવા માંડી. આશ્ચર્યની વાત એ છે કે પૂજ્યશ્રીને પોતાને ખાનગીમાં દીક્ષા લેવી પડી હતી જ્યારે પૂજયશ્રીના અંતિમ યુવાશિષ્ય અતુલભાઈ ઝવેરી જેઓ અબજોપતિ બાપના નબીરા હતા-જેઓના વરઘોડા પરદેશમાં પણ હીરાના વેપારીઓએ કાઢ્યા હતા તેમની દીક્ષા અમદાવાદ-નવરંગપુરા ખાતે સ્ટેડિયમમાં લાખો માણસોની મેદની વચ્ચે થઈ હતી અને એ વખતે સમસ્ત અમદાવાદના એક લાખ કરતા વધુ જૈન-જૈનેતરોને તેમના કુટુંબીઓએ નીચે બેસાડીને બહુમાનપૂર્વક ભોજન કરાવી બુફે પદ્ધતિથી સાચી સાધર્મિક ભક્તિ ન થાય તેનો એક આદર્શ ઊભો કરી દીધો હતો. પૂજ્યશ્રીનું અંતિમ ચાતુર્માસ અમદાવાદ સાબરમતી પુખરાજ રાયચંદ આરાધનાભવન ખાતે નિર્ણિત થયું હતું. ચાતુર્માસ પ્રવેશ સમયે એટલી બધી ભાવિકોની ભીડ જામી હતી કે ખુદ પૂજ્યશ્રી પ્રવચનમંડપમાં જઈ શક્યા ન હતા ને પ્રથમ પ્રવચન શિષ્યોને કરવું પડ્યું હતું. પ્રવેશ બાદ પૂજ્યશ્રીનું સ્વાથ્ય બગડતાં
પૂજ્યને ડોલીમાં બેસાડી પાલડી ખાતે દર્શન બંગલે લઈ 18+
જવામાં આવ્યા હતા અને ત્યાં પૂજ્યશ્રીને ટ્રીટમેન્ટ અપાતી હતી. ટ્રીટમેન્ટ દરમ્યાન તેઓશ્રીને પોતાનો અંતિમ સમય નજીક જણાતા આહાર-પાણી તથા દવાનો સંપૂર્ણ ત્યાગકરી સાગારિક અણશન સ્વીકારી લીધું હતું. આ સમાચાર ભારતભરમાં પહોંચતાં હજારો ભક્તો અંતિમદર્શન માટે ત્યાં હાજર થઈ ગયા હતા અને બરાબર વિ.સં. ૨૦૪૭ અષાઢ વદ-૧૪ના સવારે ૧૦ વાગે સેંકડો સાધુ-સાધ્વી અને હજારો શ્રાવક-શ્રાવકાની ઉપસ્થિતિમાં “અરિહંત-અરિહંત'ના ઉચ્ચાર સાથે પૂજયશ્રીએ દેહ છોડ્યો હતો. પૂજયશ્રીની નવશિખરવાળી પાલખી સાથેની અંતિમયાત્રા અષાઢ વદ ૦))ના દર્શન બંગલેરી નવ વાગે નીકળી અમદાવાદના રાજમાર્ગો પર પસાર થઈ ૨૫ કિ.મીનો રજમાર્ગ કાપી સાંજના ૬ વાગે સાબરમતી રામનગરના અગ્નિ સંસ્કારસ્થળે પહોંચી હતી અને બરાબર સૂર્યાસ્ત સમયે એક કરોડ અગ્યાર લાખની બોલી બોલવાપૂર્વક ભક્તોએ પૂજ્યશ્રીના દેહને અગ્નિદાહ દીધો હતો. પૂજયશ્રીના અંતિમ દર્શનમાં અને સ્મશાનયાત્રામાં બે લાખથી વધુ લોકો જોડાયા હતા. અમદાવાદ-ગાંધીનગર સ્થિત તમામ રાજદ્વારી નેતાઓ અંતિમદર્શન અને શ્રદ્ધાંજલિ આપવા આવી ચૂક્યા હતા પૂજ્યશ્રીના સ્વર્ગવાસના સમાચારની નોંધ દરેક દૈનિક પત્રકારોએ પ્રથમ પેજ પર ફોટા છાપવા સાથે સ્વયંભૂ રીતે લઈ એમને વિશ્વસ્તરીય વ્યક્તિ તરીકે નવાજી હતી. આવા લોખંડી વ્યક્તિત્વના સ્વામી સિદ્ધાંતનિષ્ઠ સૂરિદેવને ભાવપૂર્ણ વંદનાવલિ. એ સૂરિવરને કોટિ કોટિ વંદનાઓ.
સૌજન્ય : શ્રી દેવગુરુપસાય ગ્રુપ-પૂના-મહારાષ્ટ્ર શિબિરોના આદ્યપ્રેરક વાચનાદાતા, ભાવાચાર્ય,
સુવિશાળગચ્છાધિપતિ સ્વ. પૂ. ગુરુદેવ - આચાર્ય
શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી
મ.સા.
સંસારી નામ : કાંતિભાઈ, માતાજી : ભૂરીબહેન, પિતાજી : ચીમનભાઈ વ્યાવહારિક અભ્યાસ :
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org