________________
ઝળહળતાં નક્ષત્રો
ગૌતમસાગરસૂરિજીએ તેમને ગચ્છની સર્વ જવાબદારી પણ સોંપી. સં. ૨૦૧૨માં મુંબઈમાં તેમને શ્રીસંઘ તરફથી આચાર્ય પદવી આપવામાં આવી અને તેઓ સં. ૨૦૩૦માં ભદ્રેશ્વર તીર્થમાં તીર્થપ્રભાવક અચલગચ્છાધિપતિ પૂ. આચાર્યશ્રી ગુણસાગરસૂરિજી મ.સા તરીકે પ્રસિદ્ધ થયા. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતે ત્યાર પછી કચ્છ, રાજસ્થાન, બૃહદ્ મુંબઈમાં અનેક સ્થળે વિહાર કરી અનેક શ્રેષ્ઠીઓને પ્રતિબોધ આપીને અનેક મહત્ત્વનાં ધર્મકાર્યો કરાવ્યાં. તેમણે શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના કચ્છ-મેરાઉમાં કરાવી. ભૂજપુરથી ભદ્રેશ્વર તીર્થનો સંઘ કાઢ્યો. મેરાઉમાં શ્રાવિકા– વિદ્યાપીઠની સ્થાપના કરાવી. કચ્છથી શત્રુંજયની તીર્થયાત્રાનો છ'રીપાલિત સંઘ કઢાવ્યો. ઉપરાંત જિનમંદિરો, ઉપાશ્રયો, જ્ઞાનમંદિરો, ધર્મશાળાઓ, ગ્રંથાલયો, અંજનશલાકાપ્રતિષ્ઠાઓ, જીર્ણોદ્ધાર, દીક્ષા-પદવીપ્રદાનો વગેરે વિવિધ પ્રકારનાં ઘણાં કાર્યો વર્ષોવર્ષ મહોત્સવપૂર્વક કરાવ્યાં. પોતાનાં માતુશ્રીને દીક્ષા આપી સાધ્વી ધર્મશ્રીજી નામ આપ્યું. સં. ૨૦૪૦માં એમણે મુંબઈથી સમેતશિખરજીનો સંઘ અને સમેતશિખરથી શત્રુંજયનો છ’રીપાલિત સંઘ કઢાવ્યો એ એમની વિરલ સિદ્ધિ લેખાય. તેમની પ્રેરણાથી સમેતશિખરમાં સમવસરણ ૨૦ જિનાલય તીર્થનું નિર્માણ કચ્છી ધર્મશાળા સહિત કરાવ્યું અને કચ્છમાં ૭૨ જિનાલયનાં નિર્માણનું કાર્ય ઉપાશ્રયો, ધર્મશાળા વગેરે નિર્માણ પામ્યા.
જૈન-એકતા માટે તેઓશ્રીએ પ્રશંસનીય પ્રવૃત્તિઓ અને પ્રચાર કર્યો. એમની પ્રેરણાથી વિવિધ પ્રકારનાં અધિવેશનો અને સંમેલનો યોજાયાં હતાં. એમને જુદે જુદે સમયે વિવિધ પદવીથી સંઘ અને સમાજે અલંકૃત કર્યા. તેઓશ્રીની નિશ્રાનાં બે અધિવેશનોમાં ભારતના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘ પધાર્યા હતા. ૭૨ જિનાલય તીર્થની ભૂમિ ઉપર સં. ૨૦૪૩માં અક્ષયતૃતીયાના દિવસે રાષ્ટ્રપતિએ તેમને સાતમા વરસીતપનું પારણું કરાવવા ઇક્ષુરસ વહોરાવ્યો. એમની પ્રેરણા અને સદુપદેશથી જુદે જુદે સ્થળે અને જુદે જુદે સમયે કેટલાક યુવકોએ અને યુવતીઓએ દીક્ષા લીધી. એ રીતે એમના હસ્તે ૧૧૫ થી વધુ સાધ્વીઓએ દીક્ષા લીધી અને પચાસેક સાધુઓએ દીક્ષા લીધી, જેમાં એમના શિષ્યો પૂ. ગુણોદયસાગરજી અને પૂ. કલાપ્રભસાગરજીને આચાર્ય પદવી અપાઈ છે. આમ એમના પ્રભાવક ચરિત્રથી અચલગચ્છનો સાધુ-સાધ્વીજીનો વિશાળ સમુદાય ઊભો થયો છે. તેઓની દરેક રીતે પ્રગતિ થાય તેની સતત કાળજી રાખતા. તેઓનો
Jain Education Intemational
આજ્ઞાવર્તિ સમુદાય કુલ ૫૦ શ્રમણો અને ૨૨૫ શ્રમણીગણ પ્રમાણ હતો. વિક્રમની એકવીસની સદીનો ઇતિહાસ લખાશે ત્યારે અર્ધશતાબ્દીથી વધુ દીક્ષાપર્યાયનાં વર્ષોમાં જૈનશાસનની અનેકવિધ સેવા બજાવી જનાર મહાન ગચ્છાધિપતિશ્રીનું નામ સુવર્ણાક્ષરે લખાશે. પૂજ્યશ્રી ૭૭ વર્ષની વયે, સં. ૨૦૪૪ના ભાદરવા વદ ૩૦ ને સોમવારે મુંબઈમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમની જન્મભૂમિ કચ્છ-દેઢીયામાં તેઓના અજોડા ખેતરમાં સ્મૃતિરૂપે શ્રી ગુણ પાર્શ્વનાથ તીર્થ નિર્માણ પામ્યું છે. પૂજ્યશ્રીના ભવ્યાત્માને કોટિ કોટિ વંદના!
૮૩૭
પૂજ્યપાદ વર્તમાન ગચ્છાધિપતિ આચાર્યદેવ
શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ
—પૂ. પંન્યાસશ્રી મહાબોધિ વિજયજી મ.સા.
પૂજ્યપાદ સિદ્ધાંત વાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજ એટલે ગુણોનો ઘૂઘવતો મહાસાગર. આ મહાસાગરમાં મરજીવા બનીને ઊંડા ઊતરીએ
કે અનેક ગુણરત્નો હાથમાં થા વગર ન રહે. અહીં એમના પાંચ
આપણ
વિશિષ્ટગુણોનો આસ્વાદ કરીએ.
૧. પરોપકારવૃત્તિ : સમસ્તવિશ્વ આજે દિન-પ્રતિદિન વધુને વધુ સ્વાર્થી બનતું જાય છે ત્યારે આ મહાપુરુષના લોહીના પ્રત્યેક બુંદમાં પરોપકારની વૃત્તિ વણાયેલી છે. નાનામાં નાના સાધુને કઈ વસ્તુની જરૂરિયાત હશે એનો ઉપયોગ તેઓશ્રીને સતત રહેતો હોય છે.
તેઓશ્રી ઘણીવાર કહેતા હોય છે.....આજના દીક્ષિત સાધુને પણ આપણે ગૌતમસ્વામીના રૂપમાં જોવાના છે. સાધુને જે વસ્તુ આપવી હોય તે ઉત્તમકક્ષાની આપવી. હલકી, વધારાની કે અદલાબદલી રૂપે પણ કોઈ વસ્તુ સાધુને આપીએ તો આપણને ઘોર લાભાંતરાય કર્મ બંધાય છે.'
For Private & Personal Use Only
www.jainelibrary.org