________________
૩૧૪
વીંઝવાની મુદ્રાથી બીજું પ્રાતિહાર્ય ચામર ઓળખાવતા.(૨)
મસ્તક આગળ પાંચ આંગળીઓને પહોળી કરી વર્તુળાકારે ગોઠવીને ભામંડલની આકૃતિ રચતા.(૩)
હાથની પાંચ આંગળીઓ ગોળાકારે નીચે લટકતી બતાવી ત્રણ છત્રની મુદ્રા રચતા.(૪)
ઊંચા–સવળા બે હાથોને નજીકમાંથી દૂર લઈ જવાની મુદ્રાથી અશોકવૃક્ષ ઓળખાવતા. (૫)
બે હાથથી વૃષ્ટિની મુદ્રા કરી પુષ્પવૃષ્ટિ ગોખાવતા.(૬) તર્જની બે આંગળીઓને ઊંચી-નીચી જતી બતાવી દેવદુંદુભિ-દેવનું નગારું સૂચવતા.(૭) અને
વાંસળીના કાણાંની જેમ બન્ને હાથની આંગળીઓ ઊંચી–નીચી થતી બતાવી દિવ્ય-ધ્વનિ બોલાવરાવતા.(૮)
વિદ્યાર્થીઓ પાસે પણ અભિનય-મુદ્રા કરાવી શ્રી અરિહંતદેવના આઠ પ્રાતિહાર્યો થોડી જ વારમાં કંઠસ્થ કરાવી દેતા.
* આઠ કર્મોનાં નામ યાદ રખાવવા માટે એક નાનકડી વાર્તા કહેતા. જ્ઞાનચંદ શેઠ દર્શન કરવા ગયા. રસ્તે પેટમાં વેદના ઉપડી. તેથી સીધા મોહનભાઈ વૈદ્યના ઘરે જઈને કહ્યું મને પેટમાં એટલી બધી વેદના થાય છે કે જાણે હમણાં મારું આયુષ્ય પૂરું થઈ જશે. વૈદ્યે કહ્યું : ગભરાશો નહીં. ઈશ્વરનું નામ લો અને ફાકી ગોમૂત્ર સાથે લઈ લેજો એટલે તમારા અંતરાય નાશ પામશે.
આટલી વાર્તા યાદ રાખે એટલે આઠ કર્મના નામ ઝટ યાદ રહી જાય.
* શિબિરમાં સમ્યક્ત્વના ૬૭ બોલ ભણાવતાં પહેલા પૂજ્યશ્રી વિદ્યાર્થીઓને એક લીટી ગોખાવી દેતા.
સદ્દ શુ લિ દૂ ભૂ લ આ જ ભા ઠા પ્ર ભા વિ પછી સમજાવતા :
સદ્દ = સદ્દહણા, શુ = શુદ્ધિ, લિ = લિંગ,
દૂ = દૂષણ
ભૂ = ભૂષણ, લ = લક્ષણ, આ = આગાર,
જ= જયણા
ભા = ભાવના, ઠા = ઠાણ, પ્રભા = પ્રભાવક, વિ – વિનય
હવે યાદ રાખો : સદ્દહણા : ૪, શુદ્ધિ-લિંગ ૩-૩,
Jain Education International
દૂષણ-ભૂષણ-લક્ષણ = ૫-૫-૫
આગાર-જયણા-ભાવના-ઠાણ : ૬-૬-૬-૬, પ્રભાવક : ૮, વિનય : ૧૦
બધાંનો સરવાળો કરો, કેટલાં થયા? ૬૭.
એમ કરીને ૬૭ બોલ બરાબર યાદ કરાવી દેતા, વારાફરતી વિદ્યાર્થીઓને પૂછીને પાકું કરાવી દેતા !
* માર્ગાનુસારીના ૩૫ ગુણો સરળતાથી યાદ રહે તે માટે ચાર વિભાગો પાડીને યાદ રખાવતા :
પ્રથમ વિભાગ : કર્તવ્યો-૧૧ ન્યાયસંપન્ન વિભવ આદિ બીજો વિભાગ : દોષ ત્યાગ-૮ નિંદાત્યાગ આદિ ત્રીજો વિભાગ : ગુણ ગ્રહણ-૮
પાપભીરુતા આદિ કૃતજ્ઞતા આદિ
ચોથો વિભાગ : સાધના-૮
ભણેલા પદાર્થો અધ્યેતાએ યાદ રાખવા જોઈએ, તે ગુરુદેવશ્રી ખાસ ઇચ્છતા. તેથી ભણેલા પદાર્થોને ઉપર બતાવ્યું તે મુજબ વિભાગીકરણ કરીને યાદ રાખવાની સરળતા કરી આપતા. લલિતવિસ્તરા ગ્રંથમાં ચૈત્યવંદન યોગની સિદ્ધિ માટે ભૂમિકાના ૩૩ કર્તવ્યો બતાવેલા છે. તેની સ્મૃતિ માટે ચાર વિભાગમાં આ ૩૩ કર્તવ્યોનો સંગ્રહ કરીને પોતાના અતિ પ્રસિદ્ધ ‘પરમતેજ' પુસ્તકમાં દર્શાવેલા છે. આવું વિભાગીકરણ તો પૂજ્યશ્રીના સાહિત્યમાં ઠેર ઠેર જોવા મળશે.
⭑
જિન શાસનનાં
* ઘણાંને સ્તવન ગોખ્યાં પછી કઈ કડી પછી કઈ કડી આવે તે જલ્દી યાદ નથી આવતું. આ મુશ્કેલીના નિવારણ માટે પૂજ્યશ્રી ઉપાય બતાવતા-દરેક કડીના પહેલા અક્ષર ભેગા કરીને એક લીટી બનાવીને યાદ રાખી લો. પછી તે લીટીના અક્ષરો ઉપરથી કડી યાદ આવી જશે.
⭑
ગાથા ગોખાવવાની તેઓશ્રીની પદ્ધતિ પણ બહુ મજાની. તેઓશ્રી કહેતા : રેલ્વે એન્જિન જે રીતે જુદા જુદા ડબ્બાનું એક પછી એક ન્ટિંગ કરે એ રીતે ગાથાઓના શબ્દોનું શંટિંગ કરવાનું.
બીજી રીતે ક્યારેક કહેતા : Divide and Rule નો નિયમ લાગુ પાડીને ગોખો.
‘વંદિત્તુ સવ્વસિદ્ધે’ ગાથા ગોખવી હોય તો, પહેલા એક એક શબ્દ જુદા પાડી દો.
For Private & Personal Use Only
www.jainelibrary.org