________________
૭૧૨
જિન શાસનનાં
અધ્યાપન કૌશલ્યસ્વામી અને અહિંસાના ફિરસ્તા પૂ. આચાર્યદેવ
શ્રીમદ્ વિજ્યભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા
(જન્મ શતાબ્દી વિ.સં. ૧૯૬૭-૨૦૬૭)
—પૂ. પં.શ્રી ગુણસુંદરવિજયજી મ.સા.
* માનવજાતને વિશેષ શું અપેક્ષણીય છે ? નિરોગી–સ્વસ્થ-તત્ત્વાનુસારી પવિત્ર મન.
* ભગવાન શ્રી મહાવીર–વર્ધમાન સ્વામીએ ઠેઠ એકેન્દ્રિય ઝાડ-પાન વગેરે જીવો સુધીની દયા અને પ્રેમનો ઉપદેશ આપ્યો છે. એના માટે જૈન ધર્મે વિશિષ્ટ જીવ-વિજ્ઞાન આપ્યું છે. * જૈન ધર્મની અહિંસા સૂક્ષ્મ કોટિની અને આગવી છે. * પૃથ્વી-પાણી વગેરે કાયવાળા સૂક્ષ્મ જીવોનીય હિંસા કરવી નહીં,
કરાવવી નહીં, અનુમોદવી નહીં, એવા મહા-અહિંસાવ્રતને પાળનારી જૈન સાધુ-સાધ્વી સંસ્થા આપીને જૈન ધર્મે માનવજાતને એક અનન્ય લભ્ય ઉચ્ચ જીવન આદર્શ પૂરો પાડ્યો છે. એ પણ જૈનધર્મની આગવી બક્ષિસ છે. * પૃથ્વી–પાણી–અગ્નિ વગેરેનો પિરમિત ઉપયોગ. તે પણ કંપતા દિલે....એ પણ જૈન ધર્મની માનવજાતને એક બક્ષિસ છે. * જૈન ધર્મે માનવજાતને સંવર અને નિર્જરામાર્ગની અનન્ય ભેટ કરી છે. * પાપનો અપેક્ષાભાવ પણ દુષ્કૃત્ય છે. વનસ્પતિના જીવોને વ્યક્ત પાપો ન હોવા છતાં વિરતિભાવ ન હોવાથી તેમનો ભવસાગરથી ઉદ્ધાર થતો નથી. ઇત્યાદિ.......
“શિક્ષણ આપો....... શિક્ષણ આપો” ઘણી બૂમરાણ થાય છે પણ “ક્યું શિક્ષણ, કઈ શિક્ષા” એનો કોઈ વિચાર નથી. જૈનદર્શન આ કહે છે કે “રાગદ્વેષ ક્ષય થાય એવું શિક્ષણ એ જ ખરું શિક્ષણ'' બાકી તો સરકસમાં પશુ-પંખીઓને પણ ઘણું શિક્ષણ અપાય છે. એક લેખકે કહ્યું છે કે :—
Jain Education International
"Man has changed this earth Physically-Chemically and in many other ways, but the sorrowful thing is, he is utterly ignorant of the ultimate goal as to why all this."
શિબિરના માધ્યમથી આ અને આવું સુંદરગુણપ્રદાયક શિક્ષણદાન કરવા દ્વારા જૈન યુવાનોને અનહદ લાભપ્રદાયી પૂ.આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના અધ્યાપન કૌશલ્યની સુંદરગુણદાયી વાતો રજૂ કરે છે પૂ.પં.શ્રી ગુણસુંદરવિજયજી ગણી મહારાજ. આપણે સૌ એનું પાન કરીએ. અને સાથે જ સાચા અર્થમાં વર્તમાનની ભયંકર હિંસાને બ્રેક લગાવવા એ મહાપુરુષે જે જબ્બર જેહાદ જગાવી તેનું પણ અહીં ગુણસભર સુંદર બયાન રજૂ કરે છે એ જ પૂ. પંન્યાસજી મહારાજ. આપણે એમાંથી અહિંસા પરમોધર્મના પાઠ શિખીએ. -સંપાદક.
For Private & Personal Use Only
www.jainelibrary.org